ન્યૂઝ અપડેટ્સ

logo

VTV / Assembly election 2023 / ગુજરાત / સુરતના સમાચાર / gujarat elections 2022: 182 bjp leaders demand for ticket on 6 seats of surat

ઈલેક્શન ન્યૂઝ / આ છ બેઠક માટે ભાજપના 182 નેતાઓએ માંગી ટિકિટ: સંઘવીની સીટ પાક્કી પણ આ દિગ્ગજ નેતાની સામે કાંટાની ટક્કર

Published By: Parth

Last Updated: 08:10 AM, 28 October 2022

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

ભારતીય જનતા પાર્ટીની ટિકિટ લેવા માટે સુરતમાં નેતાઓની પડાપડી, છ બેઠકો માટે 182 નેતાઓએ નોંધાવી ઉમેદવારી.

ADVERTISEMENT

  • પ્રથમ દિવસે સુરતમાં દાવેદારી માટે દાવેદારોનો ફાટ્યો રાફડો 
  • સુરતની 6 બેઠકો માટે 182 લોકોએ કરી દાવેદારી
  • વરાછા અને ચોર્યાસી બેઠક બની કાંટાની ટક્કર

ગુજરાતમાં હવે ચૂંટણીની તારીખો ગમે ત્યારે જાહેર થવાની સંભાવના છે ત્યારે ભારતીય જનતા પાર્ટીએ પોતાની તૈયારી વધુ તેજ બનાવી છે. આમ આદમી પાર્ટી દ્વારા સૌથી પહેલા ઉમેદવારો જાહેર કરવામાં આવ્યા છે જ્યારે કોંગ્રેસ અને ભાજપમાં હજુ ઉમેદવારોને લઈને વિચારણા ચાલી રહી છે. જોકે ભાજપની ટિકિટ માટે જે રીતે પડાપડી થઈ રહી છે તે જોઈને નિરીક્ષકો પણ ચોંકી ઉઠયા હતા. 

સુરતની છ વિધાનસભા બેઠક માટે ભારતીય જનતા પાર્ટીમાં દાવેદારોની લાઇન લાગી ગઈ છે, સેન્સ પ્રક્રિયા દરમિયાન આ છ બેઠક માટે 20-25 નહીં કુલ 182 નેતાઓએ ઉમેદવારી નોંધાવી છે. 

સુરતની કઈ બેઠકો માટે છે પડાપડી: ઉધના, વરાછા, કતારગામ, કરંજ, મજુરા અને ચોર્યાસી

ઉમેદવારોમાં જોવા જઈએ તો વર્તમાન ધારાસભ્યોમાંથી ચાર ધારાસભ્યો દ્વારા ટિકિટ માંગવામાં આવી છે જેમાં ઉધનાથી વિવેક પટેલ, વરાછાથી કુમાર કાનાણી, 
ચોર્યાસીથી ઝંખના પટેલ, કરંજથી પ્રવીણ ઘોઘારીએ ટિકિટ માંગી છે. 

મજુરા વિધાનસભા પર હર્ષ સંઘવીને રિપીટ કરવા પ્રબળ માંગ
સુરતની હોટ સીટ ગણાતી મજૂરા પરથી હાલના ગૃહરાજ્યમંત્રી હર્ષ સંઘવીને રિપીટ કરવામાં આવે તેવી પ્રબળ સંભાવના જોવા મળી રહી છે. આ સાથે જ મંત્રી વિનુ મોરડીયાએ સમર્થકો મારફત ફરી ટિકિટની માંગ કરી છે. 

વરાછા અને ચોર્યાસી બેઠક બની કાંટાની ટક્કર
સુરતની વરાછા અને ચોર્યાસી એમ બે બેઠકો પર કાંટાની ટક્કર જોવા મળી રહી છે જેમાં કુમાર કાનાણી અને દિનેશ નાવડીયાના નામથી માહોલ ગરમાયો છે. બીજી તરફ ઝંખના પટેલ સામે છોટુ પટેલે શક્તિ પ્રદર્શન કરી ટિકિટની માંગ કરી હતી. 

કઈ બેઠક પર કેટલા ઉમેદવાર:
ઉધના: 46, મજૂરા: 10, ચોર્યાસી: 58, કતારગામ: 23, વરાછા: 21, કરંજ: 24 

સંકળાયેલા મુદ્દાઓ

Gujarat Elections 2022

Published by

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

ફોલો કરો:

follow-on-tele follow-on-fb follow-on-twitter follow-on-youtube follow-on-insta follow-on-tele

સબસ્ક્રાઇબ કરો

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

લાઈવ ટીવી

log

શોર્ટસ વિડિઓ

log

મેનુ