બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / ગુજરાત / અન્ય જિલ્લા / Gujarat Congress state general minister Haresh Vasava resigns

'ના' રાજીનામું / ગુજરાત કોંગ્રેસ પ્રદેશ મહામંત્રી હરેશ વસાવાનું રાજીનામું, સી.આર પાટીલના હસ્તે ધારણ કર્યો ભાજપનો ખેસ

Malay

Last Updated: 01:05 PM, 16 September 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

Gujarat Politics News: લોકસભાની ચૂંટણી પહેલા કોંગ્રેસને મોટો ફટકો, કોંગ્રેસ પ્રદેશ મહામંત્રી હરેશ વસાવાએ કોંગ્રેસમાંથી આપ્યું રાજીનામું, સમર્થકો સાથે હરેશ વસાવા ભાજપમાં જોડાયા.

  • હરેશ વસાવાએ આપ્યું કોંગ્રેસમાંથી રાજીનામું
  • સી.આર પાટીલની અધ્યક્ષતામાં ભાજપમાં જોડાયા
  • હરેશ વસાવાના સમર્થકોએ પણ ધારણ કર્યો ભાજપનો ખેસ

દેશમાં આગામી વર્ષે લોકસભાની ચૂંટણી યોજાનાર છે ત્યારે લોકસભાની ચૂંટણીને લઈને ગુજરાતમાં ભાજપ અને કોંગ્રેસે તૈયારી શરૂ કરી દીધી છે. લોકસભાની ચૂંટણી પહેલાં કોંગ્રેસે પોતાના અધ્યક્ષ બદલી ગુજરાત કોંગ્રેસની કમાન શક્તિસિંહ ગોહિલના હાથમાં સોંપી દીધી છે, ત્યારે બીજી તરફ ભાજપે પણ અત્યારથી જ રણનીતિઓ ઘડવાનું શરૂ કરી દીધું છે. લોકસભાની ચૂંટણી નજીક આવતા પક્ષપલટો શરૂ થઈ ગયો છે. આ વચ્ચે કોંગ્રેસ માટે મોટા ઝટકા સમાન સમાચાર સામે આવ્યા છે. કોંગ્રેસ પ્રદેશ મહામંત્રી હરેશ વસાવા કોંગ્રેસને અલવિદા કહીને વિધિવત રીતે ભાજપમાં જોડાઈ ગયા છે.

સી.આર પાટીલના હસ્તે ધારણ કર્યો ખેસ 
કોંગ્રેસ નેતા હરેશ વસાવાએ કોંગ્રેસમાંથી રાજીનામું આપ્યા બાદ હવે તેઓએ ભાજપનો કેસરિયો ખેસ ધારણ કરી લીધો છે. ભાજપના પ્રદેશ અધ્યક્ષ સી.આર પાટીલ દ્વારા તેમને ખેસ પહેરાવીને ભારતીય જનતા પાર્ટીમાં આવકારવામાં આવ્યા છે. હરેશ વસાવાની સાથે જ તેમના સમર્થકોએ પણ ભાજપનો ખેસ ધારણ કર્યો છે. ભાજપમાં જોડાતા પહેલા હરેશ વસાવાએ સી.આર પાટીલ સાથે સુરતમાં બેઠક યોજી હતી. બેઠક બાદ તેઓ ભાજપમાં જોડાયા હતા.  

Image
હરેશ વસાવા

ગત વિધાનસભાની ચૂંટણીમાં થઈ હતી હાર
આપને જણાવી દઈએ કે, ગત વર્ષે યોજાયેલી વિધાનસભાની ચૂંટણીમાં હરેશ વસાવાને કોંગ્રેસે નાંદોદ બેઠક પરથી ટિકિટ આપી હતી. જ્યારે ભારતીય જનતા પાર્ટીએ આ બેઠક પરથી ડો.દર્શનાબેન દેશમુખને ચૂંટણીના મેદાનમાં ઉતર્યા હતા. જેમાં ભાજપના ડો.દર્શનાબેન દેશમુખનો 28 હજારથી વધુ મતોથી વિજય થયો હતો. જ્યારે કોંગ્રેસના હરેશ વસાવાને હારનો સામનો કરવો પડ્યો હતો.  

અરવલ્લી કોંગ્રેસમાં સર્જાયું હતું મોટું ભંગાણ
અત્રે ઉલ્લેખનીય છે કે ગયા મહિને પણ કોંગ્રેસમાં મોટું ભંગાણ સર્જાયું હતું. ગત મહિને અરવલ્લી કોંગ્રેસના 350થી વધુ કાર્યકરો અને ૩૦ સિનિયર નેતાઓએ ભાજપનો ખેસ ધારણ કર્યો હતો. સી.આર પાટીલની હાજરીમાં કોંગ્રેસના 350થી વધુ કાર્યકરો અને 30 સિનિયર નેતાઓ ભારતીય જનતા પાર્ટીમાં જોડાયા હતા. મોડાસા, ધનસુરા, બાયડ તાલુકાના કોંગ્રેસના કાર્યકરોએ કેસરિયા કર્યા છે. કોંગ્રેસના પૂર્વ પ્રમુખો, મહામંત્રીઓ, યુવા મોરચાના પ્રમુખ પણ ભાજપમાં જોડાયા હતા. 

350થી વધુ કાર્યકરો અને 30 સિનિયર નેતા ભાજપમાં જોડાયા
કોંગ્રેસના જિલ્લા પંચાયત કારોબારીના પૂર્વ ચેરમેન પણ ભાજપમાં જોડાયા હતા. તો ધનસુરા યાર્ડના વાઇસ ચેરમેન જિજ્ઞેશ પટેલ પણ ભાજપમાં જોડાયા હતા. આ તરફ બાયડ તાલુકા કોંગ્રેસના પૂર્વ પ્રમુખ અદેસિંહ ચૌહાણ પણ ભાજપમાં જોડાયા હતા. બાયડ કોંગ્રેસના નેતા દોલતસિંહ ચૌહાણ પણ ભાજપમાં જોડાયા હતા. લોકસભા ચૂંટણી પહેલા જ જિલ્લા કોંગ્રેસનું મોટું સહકારી માળખું ભાજપમાં જોડાતા કોંગ્રેસને મોટો ફટકો પડ્યો હતો. સહકારી માળખું ભાજપમાં જોડાતા કોંગ્રેસને ફટકો


 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ