બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / ગુજરાત / Politics / અન્ય જિલ્લા / કડી બેઠક પર પણ થઈ શકે છે ત્રિપાંખિયો જંગ, આમ આદમી પાર્ટી પૂરી તાકાતથી ઝુકાવે તેવાં સંકેત

પેટા ચૂંટણી 2025 / કડી બેઠક પર પણ થઈ શકે છે ત્રિપાંખિયો જંગ, આમ આદમી પાર્ટી પૂરી તાકાતથી ઝુકાવે તેવાં સંકેત

Vishal Dave

Last Updated: 03:54 PM, 27 May 2025

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

પેટા ચૂંટણીની જાહેરાત થયાને 48 કલાક પણ નથી થયા ત્યાં કડીમાં આમ આદમી પાર્ટીએ પોતાનું કાર્યાલય શરૂ કર્યુ છે. પાર્ટી પ્રમુખ ઇસુદાન ગઢવીના હસ્તે કડીમાં આમ આદમી પાર્ટીના કાર્યાલયનું ઉદઘાટન કરાયું.

કડી અને વિસાવદર બન્ને વિધાનસભા બેઠકોની પેટા ચૂંટણીની તારીખો જાહેર થઇ ગઇ છે. 19 જૂને પેટા ચૂંટણી યોજાવા જઇ રહી છે. ત્યારે અત્યાર સુધી એવી ચર્ચા ચાલી રહી હતી કે કડી બેઠક પર કોંગ્રેસ અને ભાજપ વચ્ચે સીધી ટક્કર થશે, પરંતુ હવે એવાં સંકેતો મળી રહ્યાં છે કે વિસાવદર બેઠકની જેમ કડી બેઠક ઉપર પણ ત્રિપાંખીયો જંગ ખેલાઇ શકે છે.

પેટા ચૂંટણીની જાહેરાતને 48 કલાક નથી થયા ત્યાં તો...!
પેટા ચૂંટણીની જાહેરાત થયાને 48 કલાક પણ નથી થયા ત્યાં કડીમાં આમ આદમી પાર્ટીએ પોતાનું કાર્યાલય શરૂ કર્યુ છે. પાર્ટીના ગુજરાત પ્રદેશ પ્રમુખ ઇસુદાન ગઢવીના હસ્તે કડીમાં આમ આદમી પાર્ટીના કાર્યાલયનું ઉદ્ઘાટન કરાયું. આ પ્રસંગે ઇસુદાન ગઢવીએ પાર્ટી કાર્યકર્તાઓ સાથે ચર્ચા પણ કરી હતી. માનવામાં આવે છે કે આ એ વાતનો સંકેત છે કે વિસાવદરની જેમ આમ આદમી પાર્ટી પણ કડીમાં કોંગ્રેસ અને ભાજપ બન્નેને ટક્કર આપવાના ઇરાદા સાથે મેદાનમાં ઉતરી શકે છે.

મહત્વનું છે કે, વિસાવદર બેઠક પર આમ આદમી પાર્ટીએ પહેલેથી જ ઉમેદવારની જાહેરાત કરી દીધી હતી. આમ આદમી પાર્ટીએ અહીં પાર્ટીની સૌથી અગ્ર હરોળના નેતા ગોપાલ ઇટાલિયાને મેદાનમાં ઉતાર્યા છે અને જ્યારથી આમ આદમી પાર્ટીએ તેમના નામની જાહેરાત કરી ત્યારથી જ એ ચર્ચાઓ શરુ થઇ ગઇ હતી કે વિસાવદર બેઠક પર હવે ત્રિપાંખીયો જંગ ખેલાશે. એવામાં જ્યારે આમ આદમી પાર્ટીએ કડી બેઠક પર ગતિવિધિ વધારી છે ત્યારે એવું માનવું સાવ અસ્થાને નથી કે હવે વિસાવદરની જેમ કડીમાં પણ ત્રિપાંખીયો જંગ ખેલાશે.

કડીમાં મતદારોની સંખ્યા અને જાતિગત સમીકરણ

કડી વિધાનસભા મતવિસ્તારમાં 376 નવા મતદારોનો વધારો થયો છે. આમાં 152 પુરુષ અને 224 મહિલા મતદારોનો સમાવેશ થાય છે. કુલ મતદારોની સંખ્યા 2,89,746 થઈ છે. જેમાં 1,49,719 પુરુષ, 1,40,023 મહિલા અને 4 ત્રીજી જાતિના મતદારોનો સમાવેશ થાય છે.

જાણો કડી વિધાનસભાનું જ્ઞાતિ સમીકરણ

પાટીદાર: 31 ટકા
ઠાકોર: 30 ટકા
SC: 12.5 ટકા
મુસ્લિમ: 09 ટકા
રબારી સમાજ: 04 ટકા
બ્રાહ્મણ: 02 ટકા
દરબાર: 04 ટકા
પ્રજાપતિ સમાજ: 04 ટકા
રાવળ: 04 ટકા

જાણો ભાજપ તરફથી કોણ છે દાવેદાર?
કડી વિધાનસભા બેઠક પર ભાજપમાંથી હિતુ કનોડિયા પ્રબળ દાવેદાર છે. આ ઉપરાંત રમેશ સોલંકી અને ઈશ્વર મકવાણાના નામ પણ પ્રબળ દાવેદારોમાં મનાય છે તો સાથે જ મણિલાલ વાઘેલા, પ્રહલાદ પરમાર પણ કડી બેઠક પર પેટાચૂંટણીમાં ભાજપ તરફથી ઉમેદવારીમાં પ્રબળ દાવેદારોની યાદીમાં સામેલ છે.

આ પણ વાંચોઃ વિસાવદર-કડી પેટાચૂંટણીને લઈ ભાજપની તૈયારીઓ તેજ, પ્રભારી-સહસંયોજકની કરી નિયુક્તિ


જાણો કોંગ્રેસ તરફથી કોણ છે દાવેદાર?

કડી વિધાનસભા કોંગ્રેસમાંથી રમેશ ચાવડાને ટિકિટ મળી શકે છે. કોંગ્રેસના પ્રહલાદ પરમાર, પ્રવીણ પરમાર પણ ટીકીટના દાવેદાર મનાય છે. કોંગ્રેસ દ્વારા 4 નામ હાઇકમાન્ડને મોકલી અપાયા છે મહત્વનું છે કે 19 જૂને કડી વિધાનસભા બેઠક પર પેટા ચૂંટણી યોજાશે, અને 23 જૂને મત ગણતરી હાથ ધરાશે.

...તો AAP તરફથી કોણ છે ઉમેદવાર?
મહત્વનું છે કે, આમ આદમી પાર્ટીએ વિસાવદર વિધાનસભા બેઠક પરથી ઉમેદવાર તરીકે ગોપાલ ઇટાલિયાને જાહેર કરી દીધા છે. જ્યારે ભાજપ-કોંગ્રેસ દ્વારા આગામી બે દિવસમાં ઉમેદવારના નામની જાહેરાત થઇ શકે છે. વિસાવદર બેઠક પર આપ અને કોંગ્રેસને ટક્કર આપવા ભાજપે જેતપુરના MLA જયેશ રાદડિયાને મોટી જવાબદારી સોંપી છે. તેમને આ બેઠકના પ્રભાવી બનાવવામાં આવ્યા છે. પરંતુ તમને જણાવી દઇએ કે, આમ આદમી પાર્ટીએ હજુ સુધી કડી બેઠક પર પોતાના ઉમેદવાર જાહેર નથી કર્યા. જોકે કડીમાં આમ આદમી પાર્ટીએ પોતાનું કાર્યાલય શરૂ કરતા હવે એવું દેખાઇ રહ્યું છે કે, વિસાવદરની જેમ હવે કડીમાં પણ ત્રિપાંખીયો જંગ જામી શકે છે.

બધા જ સમાચાર અને અપડેટ્સ મેળવવા માટે પ્લે સ્ટોર/ એપ સ્ટોર પર જઈને અથવા આ લાઈન પર ક્લિક કરીને ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ એપ

સંકળાયેલા મુદ્દાઓ

By Elections 2025 Visavadar Kadi
Vishal Dave

Vishal Dave is a journalist with VTV Gujarati

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

log

શોર્ટસ વિડિઓ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ