બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / ગુજરાત / અન્ય જિલ્લા / વિસાવદર-કડી પેટાચૂંટણીને લઈ ભાજપની તૈયારીઓ તેજ, પ્રભારી-સહસંયોજકની કરી નિયુક્તિ

ચૂંટણી / વિસાવદર-કડી પેટાચૂંટણીને લઈ ભાજપની તૈયારીઓ તેજ, પ્રભારી-સહસંયોજકની કરી નિયુક્તિ

Dinesh Chaudhary

Last Updated: 09:32 PM, 26 May 2025

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

વિસાવદર અને કડી વિધાનસભાની પેટાચૂંટણી યોજાશે, જેના પગલે ભાજપે કડી બેઠક માટે સુરેશ પટેલ, દશરથજી ઠાકોરની પ્રભારી તરીકે નિયુક્તિ કરવામાં આવી છે.

રાજ્યમાં ખાલી પડેલી 2 વિધાનસભા બેઠકો કડી અને વિસાવદર પર પેટા ચૂંટણી જાહેર કરવામાં આવી છે, ત્યારે ભાજપ, કોંગ્રેસ અને આમ આદમી પાર્ટી ત્રણેય ચૂંટણીને લઈ તૈયારીઓ તેજ કરી છે અને જીતનો હુંકાર કર્યો છે. ભાજપે 2 બેઠકની પેટાચૂંટણી માટે પ્રભારી જાહેર કર્યા છે.

ભાજપે 2 બેઠકની પેટાચૂંટણી માટે જાહેર કર્યા પ્રભારી

વિસાવદર અને કડી વિધાનસભાની પેટાચૂંટણી યોજાશે, જેના પગલે ભાજપે કડી બેઠક માટે સુરેશ પટેલ, દશરથજી ઠાકોરની નિયુક્તિ કરવામાં આવી છે. વિસાવદર માટે કમલેશ મીરાની અને જયેશ રાદડિયાની પસંદગી કરવામાં આવી છે. બંને બેઠક માટે સંયોજક અને સહસંયોજકની પણ નિયુક્તિ કરવામાં આવી છે. કડી માટે સંયોજક તરીકે વિનોદ પટેલની પસંદગી કરવામાં આવી છે. સહસંયોજક તરીકે હિમાંશુ ખમારની નિમણૂક કરવામાં આવી છે, તો વિસાવદર માટે સંયોજક તરીકે ભરત વડાલિયાની પસંદગી કરાઈ છે. સહસંયોજક તરીકે નરેન્દ્ર કોટિલાની નિમણૂક કરવામાં આવી છે.

23 જૂને મતગણતરી

ગુજરાતની બે વિધાનસભા બેઠક - કડી અને વિસાવદર માટે પેટા ચૂંટણીની જાહેરાત કરવામાં આવી છે. આ બંને બેઠક માટે 19 જૂન, 2025ના રોજ મતદાન યોજાશે અને 23 જૂને મતગણતરી કરવામાં આવશે. 26 મેથી ચૂંટણીફોર્મ ભરવાની શરૂઆત થશે. ચૂંટણી પંચ દ્વારા સમયસૂચકતા અને શાંતિપૂર્ણ માહોલમાં મતદાન સુનિશ્ચિત કરવા તમામ તૈયારી કરવામાં આવી રહી છે. ઉલ્લેખનીય છે કે, ભાજપના ધારાસભ્ય કરશન સોલંકીનું ફેબ્રુઆરીમાં અવસાન થતાં કડી વિધાનસભાની સીટ ખાલી પડી છે. તો વિસાવદરની સીટ પર આપમાંથી જીતેલા ભૂપત ભાયાણીએ રાજીનામું આપતા અહીં પણ ફરી પેટાચૂંટણી યોજાવાની છે.

આ પણ વાંચો: પશુપાલકો માટે ખુશખબર, અમૂલે દૂધના ખરીદ ભાવમાં કર્યો આટલા રૂપિયાનો વધારો

વિસાવદર ગુજરાતનું રાજકીય એપી સેંટર

જૂનાગઢ જિલ્લાની વિસાવદર વિધાનસભા બેઠકને ગુજરાતનું રાજકીય એપી સેંટર માનવામાં આવે છે. કેમ કે આ સીટ પરથી જ જીતીને ભાજપના દિગ્ગજ નેતા અને કેશુભાઈ પટેલ 1995માં પહેલીવાર મુખ્યમંત્રી બની ગાંધીનગરની ગાદી પર બેઠા હતા. લેઉવા પટેલના વર્ચસ્વવાળી આ બેઠક ગણાય છે. આ વિધાનસભામાં 2.60 લાખથી વધુ મતદારોનો સમાવેશ થાય છે. જેમાં 50% જેટલા મતદારો લેઉવા પટેલ સમાજના છે. વિસાવદર, ભેંસાણ અને જૂનાગઢ તાલુકાનાં 170થી વધુ ગામોનો આ મત વિસ્તારમાં સમાવેશ થાય છે.

બધા જ સમાચાર અને અપડેટ્સ મેળવવા માટે પ્લે સ્ટોર/ એપ સ્ટોર પર જઈને અથવા આ લાઈન પર ક્લિક કરીને ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ એપ

સંકળાયેલા મુદ્દાઓ

Visavdar By-Election Kadi By-Election BJP in-charge Announcement
Dinesh Chaudhary

Dinesh Chaudhary is a journalist at VTV Gujarati, covering breaking news, politics, and social issues with deep insights and a commitment to truth.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

log

શોર્ટસ વિડિઓ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ