ન્યૂઝ અપડેટ્સ

logo

VTV / Assembly election 2023 / ગુજરાત / gujarat assembly election fake voting reported in gondal gariya village

વિવાદ / મતદાન વચ્ચે ગોંડલમાં ફરી બબાલ: રિબડા-જયરાજસિંહ જૂથ આવ્યું સામસામે, દોડતી થઈ પોલીસ "

Published By: MayurN

Last Updated: 02:54 PM, 1 December 2022

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

ગોંડલના ગાળિયા ગામે બોગસ વોટિંગની ફરિયાદ મળી હતી જેના લીધે બન્ને પક્ષોના ઉમેદવારો ત્યાં પહોચ્યા હતા અને બન્ને જૂથો વચ્ચે ઉગ્ર બોલાચાલી થઇ હતી

ADVERTISEMENT

  • સૌરાષ્ટ્રમાં સૌથી વધુ વિવાદિત ગોંડલ સીટ
  • ગાળિયા ગામે બોગસ વોટિંગની ફરિયાદ
  • બન્ને પક્ષ અને પોલીસ કાફલો ઘટનાસ્થળે

વિધાનસભા માટેનું પ્રથમ તબક્કાનું મતદાન પુરજોશમાં ચાલી રહ્યું છે. ત્યારે ઘણી સીટો પર લોકોની નજર છે. આ બધામાં ગોંડલ અને રીબડાને લઈને લોકોમાં વધુ ઉત્સુકતા છે. આ સીટ પહેલેથી જ વિવાદોમાં સપડાયેલ છે ત્યારે ગોંડલના ગાળિયા ગામે બોગસ વોટિંગની ફરિયાદ મળી હતી જેના લીધે જયરાજસિંહ અને રીબડા જૂથના સભ્યો તાત્કાલિક આ જગ્યાએ પહોચી ગયા હતા અને બન્ને જૂથો વચ્ચે ઉગ્ર બોલાચાલી થઇ હતી. 

બોગસ વોટીંગની ફરિયાદ
સૌરાષ્ટ્રમાં વોટીંગ ચાલી રહ્યું છે ત્યારે ગોંડલ સીટને લઈને બે જૂથ વચે પહેલેથી જ અણબનાવ ચાલી રહ્યા છે. ગોંડલ જૂથ અને રીબડા સામસામે છે. આ વચ્ચે ગોંડલના ગાળિયા ગામે બોગસ વોટિંગની ફરિયાદ મળી હતી. પોલીસના ઉચ્ચ અધિકારીઓએ ઘટના સ્થળે પહોંચી ગયા હતા. અને બન્ને જૂથને શાંત પાડી મામલો થાળે પડ્યો હતો.

મતદાનને રોકવામાં આવ્યું હતું
પોલીસને આ અંગેની જાન થતા તરત જ મોટો કાફલો સ્થળે પહોચી ગયો હતો અને બન્ને જૂથો વચ્ચેનો મામલો શાંત પડી દીધો હતો. ત્યારે આ સમયે મતદાન પણ થોડા સમય માટે રોકવામાં આવ્યું હતું. ત્યારબાદ પોલીસના ચુસ્ત બંધોબસ્ત વચ્ચે ફરીથી મતદાન શરુ કરવાની ફરજ પાડી હતી.

પરિણામ આવ્યાં સુધી પોલીસનો વિશેષ બંદોબસ્ત રહેશે
ખાસ કરીને રીબડા અને ગોંડલ જૂથ વચ્ચેના સંવેદનશીલ ગામોમાં લશ્કરી અને અર્ધલશ્કરી દળો પણ કાર્યરત રહે છે. આ સાથે તમામ ગામોમાં વીડિયોગ્રાફી પણ કરાશે. માત્ર ચૂંટણીના દિવસે મતદાન શાંત વાતાવરણમાં થાય તે માટે જ નહીં પણ પરિણામ આવ્યા સુધી ગોંડલ વિધાનસભા પર પોલીસનો વિશેષ બંદોબસ્ત રહેશે. સુત્રોના જણાવ્યા મુજબ, અનિરૂદ્વસિંહ જૂથના માણસોએ ગોંડલ વિધાનસભામાં આવતા ગામોમાં જયરાજસિંહની લીડ તુટે તે માટે કોંગ્રેસ માટે પ્રચાર શરૂ કર્યો છે.

સંકળાયેલા મુદ્દાઓ

Gondal Gujarat election 2022 JayrajsinhVSAnirudhsinh Ribada Voting fake voting politics Gujarat Elections 2022

Published by

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

ફોલો કરો:

follow-on-tele follow-on-fb follow-on-twitter follow-on-youtube follow-on-insta follow-on-tele

સબસ્ક્રાઇબ કરો

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

લાઈવ ટીવી

log

શોર્ટસ વિડિઓ

log

મેનુ