બ્રેકિંગ ન્યુઝ
VTV / Assembly election 2023 / ગુજરાત / gujarat assembly election 2022 voting for phase 2 on december 5 pm modi amit shah cm bhupendra
ADVERTISEMENT
ગુજરાત વિધાનસભા ચૂંટણીના બીજા તબક્કાનું મતદાન શરુ થઇ ચુક્યું છે. ત્યારે લોકોએ મતદાન કરવાનું શરુ કરી દીધું છે આ સાથે ઘણા દિગ્ગજો પણ આજે મતદાન કરશે. બીજા તબક્કાના મતદાનમાં ઉત્તર ગુજરાત અને મધ્ય ગુજરાતના 14 જિલ્લાની 93 બેઠકોનો સમાવેશ થાય છે. તેમાં વડાપ્રધાન મોદી પણ આજે અમદાવાદમાં મતદાન કરશે. વડાપ્રધાન મોદી અમદાવાદના રાણીપની નિશાન સ્કૂલમાં મતદાન કરશે. વડાપ્રધાન મોદીના માતા હીરા બા રાયસણની દયાબેન વાડીભાઇ પટેલ સ્કૂલમાં મતદાન કરશે. કેન્દ્રિય ગૃહમંત્રી અમિત શાહ અમદાવાદના નારણપુરાની મ્યુનિસિપલ સબ ઝોનલ ઓફિસે મતદાન કરશે.
મુખ્યમંત્રી કરશે મતદાન
મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ સવારે નવ વાગ્યે શીલજ પ્રાઇમરી સ્કૂલમાં મતદાન કરશે. ઉત્તર પ્રદેશના રાજ્યપાલ આનંદીબેન પણ શીલજ પ્રાઇમરી સ્કૂલમાં મતદાન કરશે. કોગ્રેસના પ્રદેશ અધ્યક્ષ જગદીશ ઠાકોર નરોડામાં મતદાન કરશે. ભરતસિંહ સોલંકી પણ ડેડરવાની પ્રાથમિક શાળામાં મતદાન કરશે. શંકરસિંહ વાઘેલા વાસદમાં મતદાન કરશે. શક્તિસિંહ ગોહિલ ગાંધીનગર સેક્ટર-20માં મતદાન કરશે.
ADVERTISEMENT
ભારતના વડાપ્રધાન ગઈકાલે ગુજરાત પહોચ્યા હતા અને ગુજરાતમાં પહોંચતા જ પીએમ મોદી તેમના માતા હીરાબાના આશીર્વાદ લેવા પહોંચ્યા હતા. પીએમ મોદીએ માતા હીરા બાના આશીર્વાદ લીધા હતા.
CM ભૂપેંદ્ર પટેલ, હાર્દિક પટેલ સહિત ઘણા VIPની કિસ્મત દાવ પર
ગુજરાત વિધાનસભાની ચૂંટણીના બીજા તબક્કાનું આજે મતદાન થશે. બીજા તબક્કામાં રાજ્યની કુલ 93 બેઠકો પર મતદાન થશે. બીજા તબક્કામાં મતદાન યોજાનારી 93 બેઠકો માટે 61 રાજકીય પક્ષોના 833 ઉમેદવારોનું ભાવિ દાવ પર છે. રાજ્ય ચૂંટણી પંચના જણાવ્યા અનુસાર, ઉમેદવારોમાં 285 અપક્ષ ઉમેદવારો છે, જ્યારે બીજા તબક્કામાં ઘણા VIP ઉમેદવારોનું ભાવિ પણ દાવ પર છે.
ADVERTISEMENT
BJP અને AAP તમામ 93 બેઠકો પર લડશે
ભાજપ અને અરવિંદ કેજરીવાલની આગેવાની હેઠળની AAP તમામ 93 બેઠકો પર ચૂંટણી લડી રહી છે. કોંગ્રેસ 90 બેઠકો પર ચૂંટણી લડી રહી છે અને તેના સહયોગી રાષ્ટ્રવાદી કોંગ્રેસ પાર્ટી (NCP) એ બે બેઠકો પર તેના ઉમેદવારો ઉભા રાખ્યા છે. VIP ઉમેદવારોમાં રાજ્યના સીએમ ભૂપેન્દ્ર પટેલ ઘાટલોડિયાથી, ભાજપના નેતા હાર્દિક પટેલ વિરમગામથી અને ભાજપના અલ્પેશ ઠાકોર ગાંધીનગર દક્ષિણ બેઠકપરથી ચૂંટણી લડી રહ્યા છે.
કોંગ્રેસના નેતાઓનું ભાવી
આ ઉપરાંત કૉંગ્રેસના નેતા જીગ્નેશ મેવાણી બનાસકાંઠા જિલ્લાની વડગામ બેઠક પરથી કોંગ્રેસના ઉમેદવાર તરીકે ચૂંટણી લડી રહ્યા છે અને ગુજરાત વિધાનસભામાં વિરોધ પક્ષના નેતા સુખરામ રાઠવા છોટા ઉદેપુર જિલ્લાના જેતપુરથી ઉમેદવાર છે. ભાજપના બળવાખોર અને દબંગ નેતા મધુ શ્રીવાસ્તવ વડોદરા જિલ્લાની વાઘોડિયા બેઠક પરથી અપક્ષ ઉમેદવાર તરીકે ચૂંટણી લડી રહ્યા છે.
ADVERTISEMENT
5 ડિસેમ્બરે 14 જિલ્લાની 93 બેઠક માટે બીજા તબક્કાનું મતદાન
બનાસકાંઠા જિલ્લાની 9 બેઠકો
1-વાવ
2-થરાદ
3-દાંતા (ST)
4-વડગામ (SC)
5-પાલનપુર
6-ડીસા
7-દેવધર
8-કાંકરેજ
9- ધાનેરા
ADVERTISEMENT
પાટણ જિલ્લામાંથી ચાર બેઠકો
1-રાધનપુર
2-ચાણસ્મા
3-પાટણ
4-સિદ્ધપુર
મહેસાણા જિલ્લાની સાત બેઠકો
1-ખેરાલુ
2- ઊંઝા
3- વિસનગર
4- બેચરાજી
5- કડી (SC)
6- મહેસાણા
7-વિજાપુર
ADVERTISEMENT
સાબરકાંઠા જિલ્લામાં ચાર બેઠકો
1-હિમતનગર
2-ઇડર (SC)
3-ખેડબ્રહ્મા (ST)
4-પ્રાંતિજ
અરવલ્લી જિલ્લામાં ત્રણ બેઠકો
1-ભિલોડા (ST)
2-મોડાસા અરવલ્લી
3- બાયડ
ગાંધીનગરમાં પાંચ બેઠકો
1-દહેગામ
2-ગાંધીનગર દક્ષિણ
3-ગાંધીનગર ઉત્તર
4 -માણસા
5-કલોલ
અમદાવાદની 21 બેઠકો
1-વિરમગામ
2-સાણંદ
3-ઘાટલોડિયા
4-વેજલપુર
5- વટવા
6- એલિસબ્રિજ
7-નારણપુરા
8-નિકોલ
9-નરોડા
10-ઠક્કરબાપા નગર
11-બાપુનગર
12-અમરાઈવાડી
13- દરિયાપુર
14 જમાલપુર-ખાડિયા
15-મણિનગર
16-દાણીલીમડા
17-સાબરમતી
18- અસારવા
19-દસક્રોઇ
20-ધોળકા
21-ધંધુકા
આણંદમાંથી સાત બેઠકો
1-ખંભાત
2-બોરસદ
3-આંકલાવ
4-ઉમરેઠ
5-આણંદ
6-પેટલાદ
7-સોજીત્રા
ખેડા જિલ્લાની છ બેઠકો
1-માતર
2-નડિયાદ
4- મહુધા
5-ઠાસરા
6-કપડવંજ
મહિસાગર જિલ્લામાં 3 બેઠકો
1-બાલાસિનોર
2-લુણાવાડા
3-સંતરામપુર (ST)
પંચમહાલમાં 5 બેઠકો
1-શહેરા
2-મોરવા હડફ (ST)
3-ગોધરા
4-કલોલ
5-હાલોલ
દાહોદ જિલ્લામાં 6 બેઠકો
1-ફતેપુરા (ST)
2-ઝાલોદ (ST)
3-લીમખેડા (ST)
4-દાહોદ (ST)
5-ગરબાડા (ST)
6-દેવગઢ બારિયા
વડોદરાની 10 બેઠકો
1-સાવલી
2-વાઘોડિયા
3-ડભોઈ
4-વડોદરા શહેર (SC)
5-સયાજીગંજ
6-અકોટા
7-રાવપુરા
8-માંજલપુર
9-પરડા
10-કરજણ
છોટા ઉદેપુર ત્રણ બેઠકો
1-છોટા ઉદેપુર (ST)
2-જેતપુર (ST)
3-સંખેડા (ST)
સંકળાયેલા મુદ્દાઓ
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.