બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / Tech & Auto / Google will be launch Pixel Smart Watch

ટેક્નોલોજી / હવે Google લોન્ચ કરી શકે છે ઇનબિલ્ટ કેમેરા પિક્સલ સ્માર્ટ વોચ

Published By: Dhruv

Last Updated: 06:01 PM, 30 August 2019

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

ગુગલ ઓક્ટોબરમાં તેના પિકસલ સિરીઝના નવા બે ફોન પિકસલ 4 અને પિકસલ 4 XL લેન્ચ કરશે ત્યારે સ્માર્ટ વોચ પણ લોન્ચ કરી શકે છે. દુનિયાભરમાં આમ તો સ્માર્ટ વોચની બોલબાલા વધી રહી છે. પરંતુ ગુગલની સ્માર્ટ વોચ ઇનબિલ્ટ કેમેરા સાથે લોન્ચ થાય તેવી શકયતા ટેક વર્લ્ડમાં ચર્ચાઇ રહી છે. લેટસ ગો ડિજિટલનાં એક રિપોર્ટ મુજબ ગુગલે તેની સ્માર્ટ વોચ માટે પેટન્ટ પણ દાખલ કરી દીધી છે.

Google Pixel Smart Watch

આ પેટન્ટ માઉન્ટેન વ્યુ કંપની દ્વારા દાખલ કરાઇ છે,જેને ગુગલે 2017માં ખરીદી હતી. રિપોર્ટ મુજબ પિકસલ વોચના મિડલમાં કેમેરા હશે. એવું પણ નથી કે કેમેરા સાથે પહેલીવાર કોઇ સ્માર્ટવોચ આવી રહી છે. કેટલીક કંપનીઓએ આવી સ્માર્ટવોચ બનાવી છે.જોકે તેમાંની કોઇ જાણીતી કંપની નથી. ટેક જાયન્ટ કંપનીઓ એપલ,સેમસંગ અને હુઆવેએ
પણ હજુ સુધી કેમેરા સાથેની સ્માર્ટવોચ બનાવી નથી. પરંતુ આગામી સમયમાં કેમેરા સાથેની સ્માર્ટવોચ કદાચ ટ્રેન્ડ બની જશે.

જાણીતી કંપનીઓની સ્માર્ટવોચ હજુ પણ ઘણી મોંધી આવે છે.બજેટ સ્માર્ટફોન કરતા પણ તેની કિંમત વધુ હોય છે. ભારતમાં સ્માર્ટવોચનું ચલણ હજુ ઓછું છે. નાની કંપનીઓની સસ્તી સ્માર્ટવોચ વધુ વેચાય છે. એપલ,સેમસંગ કે ફોસિલ જેવી બ્રાન્ડની સ્માર્ટવોચ પોપ્યુલર છે. તેમાં પણ એપલની લેટેસ્ટ સિરીઝની સ્માર્ટવોચનો ભાવ તો કેટલીક કંપનીઓના હાઇએન્ડ ફોન કરતા પણ વધુ હોય છે.

ભારતમાં હજુ સ્માર્ટવોચ ઉપયોગી ડિવાઇસ કરતા સ્ટેટસ સિમ્બોલ વધારે ગણાય છે. સ્માર્ટવોચમાં પણ બેટરી હોય છે અને તેને ચાર્જ કરવી પડે છે. હવે સોલર પાવર એટેલ કે સુર્યપ્રકાશથી ચાર્જ થતી સ્માર્ટવોચ પણ આવી રહી છે. Garmin નામની કંપનીએ દુનિયાની પ્રથમ સોલર પાવર વોચ રિલીઝ કરી છે. આ વોચની બેટરી 21 દિવસ સુધી ચાલે છે. પણ તેના ગ્લાસ પર લગાવેલા પારદર્શક સોલર સેલથી ત્રણ દિવસ વધુ બેટરી લાઇફ વધે છે.

સંકળાયેલા મુદ્દાઓ

Google Pixel Smart Watch Technology lifestyle ગૂગલ પિક્સલ સ્માર્ટ વૉચ Pixel Smart Watch

Published by

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

log

શોર્ટસ વિડિઓ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ