બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / Tech & Auto / Google Photos now lets you search for text in pictures and screenshots you have taken

ફીચર્સ / Google Photosમાં આવ્યું અદભુત ફિચર, હવે સ્ક્રીનશોટનાં Text ડાયરેક્ટ થશે કોપી-પેસ્ટ

Published By: Dhruv

Last Updated: 08:54 PM, 23 August 2019

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

ગુગલની લોકપ્રિય એપ ગુગલ ફોટોસમાં હવે નવું ઇન્ટરેસ્ટિંગ ફિચર આપવાનું શરું કર્યું છે. ગુગલના પિકસલ સિરીઝના ફોનમાં આ અપડેટ આવી ગયું છે. ગુગલ ફોટોસ સાથે જોડાયેલા ગુગલ લેન્સના પ્લેટફોર્મ પરના ઓઆઇ ફિચરથી હવે કોઇપણ ફોટો કે સ્ક્રીનશોટ પરની ટેકસ્ટને સિલેકટ કરીને કોપી કરી શકાશે. કોપી કરોલી ટેકસ્ટ નોટ,ડોકયુમેન્ટ કે પછી સર્ચ માટે પેસ્ટ કરી શકાશે.

Google Photos

આ નવું ફિચર ઓસીઆર ઓટલે કે ઓપ્ટિકલ કરેકટર રેકગ્નિશન તરીકે ઓળખાય છે. ગુગલ લેન્સ તેના દ્વારા ટેકસ્ટને કોપી કરે છે. તમામ એન્ડ્રોઇડ ફોનમાં રહેલી ગુગલ ફોટોસની એપમાં ટુંકમાં નવું અપડેટ આવી જશે. ગુગલ લેન્સ ફોનના કેમેરાથી કોઇ પણ ટેકસ્ટ સર્ચ કરી શકે છે. જોકે ફોટોસમાં સ્ટોર ફોટા માટે આ ફિચર બહુ ઉપયોગી બનશે. આ માટે ગુગલ ફોટોસમાં ટેકસ્ટ હોય તેવો ફોટો કે સ્ક્રીનશોટ ઓપન કરો.

ફોટાની નીચે દેખાતા ઓપ્શનમાંથી લેન્સનો ઓપ્શન કલીક કરો. હવે ફોટામાંની ટેકસ્ટને હાઇલાઇટ કરવાથી કોપી ટેકસ્ટ સહિતના ઓપ્શન દેખાશે. ટેકસ્ટને પછી આસાનીથી કલીપબોર્ડમાં કોપી કરીને પેસ્ટ કરી શકાય છે. આ ફિચરની જાહેરાત આમ તો 2017માં યોજાયેલી ગુગલની ડેવલપર્સ કોન્ફરન્સમાં કરાઇ હતી. ગુગલ લેન્સની ફિચર્સને સતત અપડેટ કરવામાં આવી રહ્યાં છે.

લેન્સથી બિઝનેસ કાર્ડના નામ,ફોન નંબર સહિતની વિગતો સીધી એડ્રેસ બુકમાં સેવ કરી શકાય છે. જોકે હવે તેમાં ફોટો ફિચરનો પણ ઉમેરો કરાયો છે. આઇફોનના યુઝર્સ પણ ગુગલ ફોટોસ એપ યુઝ કરે છે. જોકે આ નવું ફિચર હજુ આઇફોન પર આવ્યું નથી.

સંકળાયેલા મુદ્દાઓ

Features Technology google photos pictures screenshots ફીચર્સ Features

Published by

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

log

શોર્ટસ વિડિઓ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ