બ્રેકિંગ ન્યુઝ
VTV / Assembly election 2023 / ગુજરાત / અન્ય જિલ્લા / gondal seat politics Anirudhsingh Jadeja angry in gujarat elections voting system
ADVERTISEMENT
ગુજરાત વિધાનસભાની પ્રથમ તબક્કાની ચૂંટણી વચ્ચે સૌરાષ્ટ્રની સંવેદનશીલ બેઠક ગોંડલ પર રાજકારણ ગરમાયું છે. કારણ કે રિબડાની પ્રાથમિક શાળામાં અનિરૂદ્ધસિંહ જાડેજા અને અધિકારીઓ વચ્ચે ચકમક ઝરી હોવાનું સામે આવ્યું છે.
જુઓ શું છે સમગ્ર ઘટના?
ADVERTISEMENT
સવારે જયરાજસિંહ જાડેજા અનિરૂદ્ધસિંહના ગામ રિબડા આવ્યા હતા. એ દરમ્યાન જયરાજસિંહે મતદાન પરિસરમાં ઇન્ટરવ્યુ આપ્યું હતું. ત્યારે અનિરૂદ્ધસિંહે પણ એ જ જગ્યાએ મીડિયાને ઇન્ટરવ્યુ આપ્યું હતું. એ દરમ્યાન અધિકારીઓએ અનિરૂદ્ધસિંહને અટકાવતા તેઓની અધિકારીઓ સાથે ચકમક ઝરી છે.
ADVERTISEMENT
અનિરૂદ્ધસિંહ જાડેજાએ અધિકારીઓ પર આક્ષેપ લગાવતા કહ્યું કે, 'અત્યારે ગોંડલમાં જયરાજસિંહ જાડેજા જ્યારે મતદાન મથકે ગયા ત્યારે મીડિયાએ તેમનું ઇન્ટરવ્યુ લીધું. એ દરમ્યાન પોલીસને અને પ્રિસાઇડિંગને કંઇ વાંધો ન હતો. રિબડામાં આવીને પોલીસ અને પ્રિસાઇડિંગ મીડિયાવાળાને એમ કહે છે કે બહાર જઇને ઇન્ટવ્યુ લો. આ કેના ઘરનો ન્યાય. ચૂંટણી પંચે એવો નિયમ નક્કી કર્યો હતો કે 80 વર્ષના વૃદ્ધ હોય તેના ઘરે જઇને મતદાન કરાવીશું. તો અહીં રિબડામાં 80 વર્ષના અને 90 વર્ષના વૃદ્ધો માટે કંઇ વ્યવસ્થા નથી. તો આ ચૂંટણીપંચ ખરેખર બે બાજુ ચાલે છે. એક બાજુ નથી ચાલતું. આ બધું એકતરફી થઇ રહ્યું છે. આ વ્યાજબી નથી. ખરેખર જો ચૂંટણી પંચ ન્યાયિક રીતે જો ચૂંટણી કરવા માંગતી હોય અને ચૂંટણી વ્યવસ્થા માટે જો અમને સમજાવવામાં આવ્યું હોય તો એવું તો અહીં કંઇ છે જ નહીં.'
સંકળાયેલા મુદ્દાઓ
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.