બ્રેકિંગ ન્યુઝ

logo
logo

ક્ષત્રિય સમાજના આગેવાનો સાથે ભાજપ પ્રદેશ પ્રમુખની બેઠક, ગાંધીનગરમાં ભાજપ કાર્યાલય ખાતે બેઠક, સી.આર.પાટીલ અને ક્ષત્રિય આગેવાનો સાથે બેઠક

logo

રાજનાથ સિંહ ગુજરાતની મુલાકાતે, રાહુલ ગાંધીની વિવાદીત ટીપ્પણીથી લઈને ક્ષત્રિય સમાજના વિરોધ મામલે કરી વાત

logo

લોકસભા ચૂંટણી 2024: 'પ્રિયંકાબેન ભૂલી ગયા કે મોદી સરકારે દેશના પ્રથમ આદિવાસી મહિલાને રાષ્ટ્રપતિ બનાવ્યા' હર્ષ સંઘવીના રાહુલ-પ્રિયંકા પર પ્રહાર

logo

લોકસભા ચૂંટણી 2024: 'કોંગ્રેસના શહેઝાદામાં નવાબો વિરુદ્ધ બોલવાની તાકાત નથી', PM મોદીનો રાહુલ ગાંધીના નિવેદન પર પલટવાર

logo

રેલવે મુસાફરો માટે સારા સમાચાર! દેશમાં ટૂંક સમયમાં દોડશે વંદે ભારત મેટ્રો

logo

લોકસભા ચૂંટણી 2024: રાહુલ ગાંધીના રાજા-મહારાજાના નિવેદનનથી રાજકારણ ગરમાયું, CR પાટીલના આક્ષેપ પર શક્તિસિંહ ગોહિલનો પલટવાર

VTV / બિઝનેસ / Gold sold lower despite discount over offer in Akshay Tritiya

નીરસ / અક્ષય તૃતીયામાં ગ્રાહકોને ગોલ્ડના ભાવે દઝાડયા, ઓફર ઉપરથી ડિસ્કાઉન્ટ છતાં સોનું ઓછું વેચાયું, જુઓ કેવું રહ્યું બજાર

Kishor

Last Updated: 07:32 PM, 24 April 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

અક્ષય તૃતીયાના દિવસે સોનાના વેચાણમાં કાતર ફરી હતી અને ગત વર્ષની સરખામણીમાં 50 ટકા ખરીદી અને વ્યાપાર ઓછો થયો હોવાનો અંદાજ લગાવાઈ રહ્યો છે.

  • અક્ષય તૃતીયાના દિવસે સોનુ ખરીદવા ગ્રાહકો નીરસ
  • વધુ સોનુ વેંચાવાની વેપારીઓને સોનેરી આશા ઠગારી નીવડી
  • ગત વર્ષની સરખામણીમાં 50 ટકા ખરીદી અને વ્યાપાર ઓછો થયો

અક્ષય તૃતીયાના દિવસે સોનુ ખરીદવાની વર્ષો જુની પરંપરા છે. આથી સ્વાભાવિક છે આ અવસરે સોનુ વેંચાવાની વેપારીઓને સોનેરી આશા હોય છે. પરંતુ આ આશા હાલ ઠગારી નીવડી હોય તેમ સોનાની ખરીદી અપેક્ષા કરતા ઘરાકી ખૂબ ઓછી જોવા મળી હતી.સોની બજારમા લોકોની અવરજવર મોટાપાયે જોવા મળી હતી. ભાવવધારા ઉપરાંત અનેક પ્રતિકુળતાને પગલે લોકે ઘરેણાં ખરીદવાને બદલે અન્ય વસ્તુઓ ખરીદવામા રસ દાખવ્યો હતો. લોકોએ સોનાના સિક્કા સહિતની નાની વસ્તુઓ ખરીદી સંતોષ માન્યો હતો. એક અંદાજ એવો પણ હતો કે આ વર્ષે અક્ષય તૃતીયા પર સોનાનું વેચાણ 20 ટકા ઓછું રહી શકે છે.

હજી ક્યાં સુધી રાહ જોશો? સસ્તામાં સોનું ખરીદવાની સોનેરી તક, ભાવમાં મોટો  કડાકો, જાણો લેટેસ્ટ રેટ | gold and silver price reduce latest rate off gold

સોનાના સિક્કા, નાની ચીજો ખરીદી
એક અંદાજ મુજબ ચાલુ વર્ષે અક્ષય તૃતીયાના અવસરે ગત વર્ષની સરખામણીમાં 50 ટકા ખરીદી અને વ્યાપાર ઓછો થયો છે. મોટાભાગના ગ્રાહકોએ દાગીના કરતા સોનાના સિક્કા, નાની ચીજો ખરીદી હતી એટલે કે લોકોએ રોકાણ માટે સોનુ ખરીધ્યું હતું. બીજી તરફ, જ્વેલરી ખરીદવા પર પ્રથમ મેકિંગ ચાર્જમાં મોટી રકમ ખર્ચવામાં આવે છે જેથી લોકોએ નાની વસ્તુ ખરીદી હતી.

સોના- ચાંદીની કિંમતમાં આવ્યો ઉછાળો, સોનાના ભાવમાં 100 રુપિયાનો વધારો, જાણો  આજની કિંમત | gold price today rises 100 rupees per 10 gram silver also jump  check today price

મેકિંગ ચાર્જીસ પર ડિસ્કાઉન્ટ

દિલ્હીમાં જ 250 કરોડ રૂપિયાના ટર્નઓવરનો અંદાજ છે. વેચાણ ઘટવાનું મુખ્ય કારણ તોલા દીઠ એટલે કે 10 ગ્રામ સોનાની કિંમત 60 હજાર રૂપિયાથી વધુ છે, ગત વર્ષે આ જ કિંમત 50 હજાર રૂપિયા હતી. આવી સ્થિતિમાં, 20 ટકા વધુ કિંમતે મોંઘા દાગીના ખરીદવાનું લોકો માંડી વાળ્યું હતું. અક્ષય તૃતીયાના અવસર પર, ઘણા જ્વેલર્સે ગ્રાહકો દ્વારા સોનાની ખરીદી માટે મેકિંગ ચાર્જીસ પર ડિસ્કાઉન્ટ પણ આપ્યું હતું. છતાં પણ ગ્રાહકોએ જ્વેલરી ખરીદવામાં વધુ રસ દાખવ્યો ન હતો, તો કેટલાક ગ્રાહકોએ ડિજિટલ સોનું ખરીદવામાં પણ રસ દાખવ્યો છે. નોંધનીય છે કે તુર્કી, ભારત, ઉઝબેકિસ્તાન સોનાના સૌથી મોટા ખરીદદાર હતા. તાજેતરમાં જાહેર થયેલા આકડા અનુસાર વિશ્વના કુલ સોનાના 8 ટકા ભંડાર ભારતમાં છે. જેમાં પણ ચાલુ વર્ષે ભારતના ગોલ્ડ રિઝર્વમાં 10 થી 12 ટકાનો ઉછાળો જોવા મળી શકે છે. અંદાજ એવો પણ છે કે ભારતમાં આશરે 25 હજારથી 27 હજાર ટન સોનું છે. સાથે જ દેશના મંદિરો પાસે 3 હજારથી 4 હજાર ટન સોનું હોવાનો અંદાજ લગાવાઈ રહ્યો છે.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ