બ્રેકિંગ ન્યુઝ

logo
logo

અમદાવાદ- મોડાસા હાઈવે પર ટ્રક અને બાઈકનો અકસ્માત, ઘટનામાં બાઈક ચાલકનું મોત

logo

રાજ્યમાં આજે સવારે 6થી સાંજે 4 વાગ્યા સુધી 8 તાલુકામાં વરસાદ નોંધાયો

logo

રાજ્યમાં ફરી કમોસી વરસાદની આગાહી, આજે રાત સુધી પવન સાથે રાજ્યના તમામ જિલ્લામાં વરસાદ થવાની શક્યતા

logo

ધોરણ 12 વિજ્ઞાન પ્રવાહના વિદ્યાર્થીઓને 17 મેએ મળશે માર્કશીટ

logo

સુરતના 8 પ્રવાસીઓ નર્મદા નદીમાં ન્હાવા પડતા ડૂબ્યા, એક યુવકનો બચાવ, 7 લોકોની શોધખોળ શરૂ

logo

અમદાવાદના પ્રહલાદનગરમાં કોમર્સ હાઉસમાં લાગીલી આગ કાબૂમાં, બિલ્ડિંગમાં ફયાસેલ 64 લોકોનું કરાયું રેસ્ક્યૂ

logo

ખોડલધામ ખાતે શંકરસિંહ વાઘેલા અને નરેશ પટેલ વચ્ચે થઈ મુલાકાત, શંકરસિંહ વાઘેલાએ ખોડલધામ મંદિરમાં કર્યા દર્શન

logo

રાજ્યમાં 24 કલાકમાં 118 તાલુકાઓમાં વરસાદ, અમરેલીના સાવરકુંડલામાં સૌથી વધુ અઢી ઇંચ વરસાદ

logo

સલમાન ખાનના ઘર પર ફાયરિંગ કેસમાં નવો વળાંક

logo

PM મોદીએ વારાણસીથી ભર્યું નામાંકન પત્ર

VTV / ગુજરાત / રાજકોટ / Give money, all problems will be removed...: Tantrik grabbed millions of rupees in the name of removing mental unrest

ધરપકડ / પૈસા આપો, તમામ સમસ્યા દૂર થઈ જશે...: માનસિક અશાંત દૂર કરવાના નામે લાખો રૂપિયા પડાવી ગયો તાંત્રિક

Vishal Khamar

Last Updated: 05:19 PM, 22 May 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

રાજકોટ શહેરની એક મહિલા માનસિક રીતે અશાંત રહેતી હોઈ તે દૂર કરવા માટે તાંત્રિકનો સંપર્ક કર્યો હતો. ત્યારે તાંત્રિકે મહિલા પાસેથી વિધિના બહાને 2.73 લાખની છેંતરપીંડી કરતા મહિલાએ તાંત્રિક વિરૂદ્ધ પોલીસ મથકે ફરિયાદ નોંધાવી હતી.

  • ભક્‍તિનગર પોલીસે હ્યુમન અને ટેકનીકલ સોર્સિસને આધારે તાંત્રિકને ઝડપ્યો
  • તાંત્રિકે વિધિ કરી તકલીફો દૂર કરી દેશે તેમ કહ્યું હતું
  • પોલીસે ઠગ તાંત્રિકને ઝડપી પાડી તેના રિમાન્‍ડ મેળવ્‍યા હતા

 અલગ અલગ માધ્‍યમોમાં આવતી કહેવાતા તાંત્રીકોની જાહેરખબરો વાંચી લોકો ફોન જોડી પોતાની પીડા, તકલફો દૂર થાય તે માટે મથતાં રહેતાં હોય છે. પરંતુ ઘણીવાર લેભાગુઓ ભેટી જાય તો છેતરાઇ જવાનો વારો આવતો હોય છે. રાજકોટ શહેરના એક મહિલાએ  ચેનલમાં તાંત્રીક વિધીની જાહેરાત વાંચી પોતાને માનસીક અશાંતિ રહેતી હોઇ તે દૂર કરવા માટે ફોન જોડતાં  ફોન રિસીવ કરનારે પોતે રાજસ્‍થાનથી તાંત્રિક ઇશ્વર જોષી બોલે છે અને પોતે તાંત્રિકવિધી કરી તમામ તકલીફો દૂર કરી દેશે તેમ કહી મહિલા પાસે કટકે કટકે વિધીના નામે રૂા. ૨,૭૩,૭૯૯ મંગાવી લઇ છેતરપીંડી કરી પોતાનો ફોન બંધ કરી દીધો હતો. ભક્‍તિનગર પોલીસ પાસે ભરપુર મહેનત કરી આરોપીને શોધી કાઢયો છે. ઇશ્વર નામના આ શખ્‍સે લોકોને છેતરવાના ધંધા આદર્યા હતાં. એક દિવસના રિમાન્‍ડ મળતાં વિશેષ પુછતાછ કરવામાં આવી હતી.

તાંત્રિકે પૈસા લીધા બાદ ફોન બંધ કરી દેતા મહિલા છેતરાયાની ખબર પડી
રાજકોટના ભાવનાબેન કનુભાઇ વાઘેલાને માનસિક અશાંતી રહેતી હોઇ તેણે ટીવી પર ગુજરાતી ચેનલ નિહાળતી વખતે એક ચમત્‍કારીક તાંત્રિકની જાહેરાત-ફોન નંબર જોયા હતાં. બાદમાં તેને ફોન જોડી પોતાની તકલીફ જણાવતાં એ બાબાએ પોતે બધુ સારુ કરી દેશે તેમ કહી તાંત્રિકવિધી કરવાના નામે ભાવનાબેન પાસેથી કટકે કટકે મળી કુલ  રૂા. ૨,૭૩,૭૯૯ મેળવી લીધા હતાં. પરંતુ કહેવાતી વિધી થયા પછી પણ ભાવનાબેનને શાંતિ મળી નહોતી. આ પછી કહેવાતા તાંત્રિકે ફોન બંધ કરી દેતાં પોતે છેતરાયાની ખબર પડતાં ભક્‍તિનગર પોલીસને જાણ કરતાં પોલીસે  ૧૭/૪/૨૩ના રોજ ગુનો નોંધ્‍યો હતો. આ ગુનામાં  ઇશ્વર રાધાવલ્લભભાઇ જોષી (ઉં.વ.૨૪, ધંધો કર્મકાંડ, રહે. ૪૪ આબેડકર નગર પાલી શહેર, રાજસ્‍થાન)ને પકડી લીધો છે.

મનોજ શર્મા (એ સી પી)

તાંત્રિકે મહિલા પાસેથી કટકે કટકે પોણા ત્રણ લાખ રૂપિયા મેળવી લીધા

આ કહેવાતા ચમત્‍કારીક તાંત્રીક જયોતીષ બાબાએ તેણીને માનસીક અશાંતિ દુર કરી ઘરની બધી મુશ્‍કેલીઓ દૂર કરી આપવાનો વિશ્વાસ અપાવી અલગ અલગ તારીખે કટકે કટકે પોણા ત્રણ લાખ મેળવી લીધા હતાં.  પોલીસ પાસે આરોપીનું માત્ર નામ અને મોબાઇલ નંબર જ હતાં. ઓળખ છુપાવવા અને પકડાવાથી બચવા તેણે ફોન પણ બંધ કરી દીધો હતો.આખરે રાજસ્થાન ના પાલી થી ઝડપાયો હતો.

કનુભાઈ વાઘેલા (ફરિયાદી)

 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ