બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / ગુજરાત / અન્ય જિલ્લા / Get ready for the killer cold! It will be freezing cold in the next 48 hours, know what is the forecast of the Meteorological Department

આગાહી / કાતિલ ઠંડી માટે થઈ જાઓ તૈયાર! આગામી 48 કલાકમાં ઠૂંઠવાઈ જવાય તેવી ઠંડી પડશે, જાણો શું છે હવામાન વિભાગની આગાહી

Vishal Khamar

Last Updated: 07:48 PM, 23 December 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

ધીમે ધીમે રાજ્યમાં લોકો બેવડી ઋતુનો અનુભવ કરી રહ્યા છે. વહેલી સવારે ઠંડી તો બપોર બાદ લોકો ગરમીનો અનુભવ કરી રહ્યા છે. હવામાન વિભાગ દ્વારા આગાહી કરી છે કે હાલ કોલ્ડવેવની શક્યતા ખૂબ ઓછી છે.

  •  શિયાળામાં  તાપમાન સામાન્ય કરતા થોડું ઉંચું રહેશેઃ હવામાન વિભાગ
  • 25 ડિસેમ્બર બાદ રાજ્યમાં ઠંડીનું જોર વધશેઃ અંબાલાલ પટેલ
  • 5 અને 6 જાન્યુઆરીમાં વાદળછાયું વાતાવરણ સર્જાશે

ગુજરાતમાં ઠંડીનો પારો આસમાને: અમદાવાદમાં ગગડ્યો તાપમાનનો પારો, નલિયામાં 5.8  ડિગ્રી સાથે સૌથી વધુ ઠંડી | The state has been experiencing <a class='blogTagLink' href='https://www.vtvgujarati.com/topic/cold' title='cold'>cold</a> spell for  the past one week

 રાજ્યમાં હાલ વહેલી સવારે લોકો ફૂલ ગુલાબી ઠંડીનો અનુભવ કરી રહ્યા છે. તો સવારે ઉત્તર પૂર્વનાં ઠંડા પવનો ફૂંકાય છે. ગુજરાતમાં ભેજનું પ્રમાણ ઓછું થતા સૂર્ય દેવતાનાં દર્શન થાય છે.અને સાથે સાથે વાતાવરણમાં પણ ફેરફાર થતા તાપમાનમાં 2 થી 3 ડિગ્રી નીચું જવાની શક્યતાઓ છે. હાલ વરસાદની કોઈ આગાહી કરવામાં આવી નથી. 

દર વર્ષે ડિસેમ્બર અને જાન્યુઆરીમાં ગુજરાતમાં ઠંડીનો ચમકારો અનુભવાતો હોય છે. હવે ડિસેમ્બર મહિનો પૂર્ણ હજુ એક અઠવાડિયું બાકી છે. તો પણ લઘુત્તમ તાપમાન 3 થી 5 ડિગ્રી નોંધાયું છે. વહેલી સવારે તેમજ રાત્રે લોકો ઠંડીનો અનુભવ કરીએ છીએ.  હવામાન વિભાગ દ્વારા કહ્યું હતું કે, શિયાળામાં  તાપમાન સામાન્ય કરતા થોડું ઉંચું રહેશે. તેમજ કોલ્ડવેવની શક્યતા ખૂબ ઓછી છે. 

હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલે આગાહી કરી હતી કે, વારંવાર વેસ્ટર્ન ડિસ્ટબન્સનાં લીધે તાપમાનમાં વધ ઘટ થઈ રહી છે.  25 ડિસેમ્બર બાદ રાજ્યમાં ઠંડીનું જોર વધશે. 

25 ડિસેમ્બર નાતાલ બાદ તા. 29 થી 31 ડિસેમ્બર દરમ્યાન રાજ્યમાં વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ સર્જાઈ શકે છે. ત્યારે થોડા દિવસ બાદ હવામાન પલટાયું છે. ત્યારે 5 અને 6 જાન્યુઆરીમાં વાદળછાયું વાતાવરણ સર્જાશે. જે બાદ 10 થી 13 જાન્યુઆરી દરમ્યાન રાજ્યનાં હવામાનમાં પલટો સર્જાશે.

રાજ્યમાં નોંધાયેલા તાપમાનની વાત કરીએ તો અમદાવાદમાં 16.5 ડિગ્રી તાપમાન નોંધાવવા પામ્યું હતું.  ભુજનું તાપમાન 15.4 ડિગ્રી નોંધાયું હતું. ડીસાનાં તાપમાનની વાત કરીએ તો 13.8 ડિગ્રી નોંધાયું હતું. જ્યારે નલિયાનું લઘુત્તમ તાપમાન 10.8 ડિગ્રી નોંધાયું હતું. તો રાજકોટનું તાપમાન 14.6 ડિગ્રી નોંધાયું હતું. 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ