આપણાં દેશમાં આજે પણ એવાં રહસ્યમયી કિલ્લાઓ છે કે જેની કલ્પના કરવી પણ અશક્ય છે. ત્યારે જો એવા જ કિલ્લાઓમાંથી જો વાત કરીએ તો તેવા કિલ્લાઓમાં રાજસ્થાનનાં ભાણગઢનાં કિલ્લાનું નામ આવે જ. એવાં કિલ્લાઓમાંનો એક કિલ્લો છે ગઢકુંડારનાં કિલ્લો (Garh kundhar fort). આ કિલ્લાને દેશનો સૌથી રહસ્યમયી કિલ્લો કહેવામાં આવે છે. ગઢકુંડારનો કિલ્લો એ ઉત્તર પ્રદેશ (Uttar pradesh) નાં ઝાંસી શહેરથી 70 કિલોમીટરનાં અંતરે આવેલ છે.
આ કિલ્લાને 11મી સદીમાં બનાવાયો હતો. આ કિલ્લો પાંચ માળનો છે. જેનાં ત્રણ માળ જમીનથી ઉપર અને બે માળ જમીનની નીચે છે. આ કિલ્લાને ક્યારે બનાવવામાં આવ્યો તે અંગેની કોઇ જ જાણકારી મળતી નથી. પરંતુ ઈતિહાસમાં એવું માનવામાં આવે છે કે આ કિલ્લાને આજથી લગભગ 1500થી 2000 વર્ષ જૂનો માનવામાં આવે છે.
સુરક્ષાની દ્રષ્ટિએ બનાવવામાં આવેલ આ કિલ્લો લોકોને ભ્રમિત કરી નાખે છે. આ કિલ્લાને એવી રીતે બનાવાયો છે કે ચાર-પાંચ કિલોમીટર દૂરથી તે સ્પષ્ટ દેખાય છે. પરંતુ નજીક આવતા આવતા આ કિલ્લો દેખાવાનો બંધ થઈ જાય છે. જે રસ્તાથી તમને કિલ્લો દેખાય ત્યાંથી આપ જો ચાલ્યા જશો તો તમે રસ્તો ભટકી જશો. જ્યારે હકીકતમાં કિલ્લા માટે જવાનો રસ્તો બીજો છે.
આ કિલ્લાની ગણતરી દેશનાં સૌથી રહસ્યમયી કિલ્લાઓમાં થાય છે. સ્થાનિક લોકો જણાવે છે કે ઘણાં સમય પહેલાં આ ગામમાં એક જાન આવી હતી. જાનનાં લોકો કિલ્લામાં ઘુમવા માટે ગયા હતાં. પરંતુ તેઓ ફરતા ફરતા એ લોકો કિલ્લાની નીચેનાં ભાગમાં ચાલ્યા ગયા. ત્યાર બાદ તેઓ અચાનક ગાયબ થઈ ગયા. કહેવાય છે કે આ જાનમાં 50થી 60 લોકો હતા. જાનમાં આવેલા અને ગાયબ થઈ ગયેલા એ લોકોનો આજ દિન સુધી પત્તો નથી લાગ્યો. એ પછી પણ કેટલીક એવી ઘટનાઓ ઘટી કે કિલ્લાની નીચે જનારા લોકો માટે દરવાજાને બંધ કરી દેવાયો.
ગઢકુંડારનો આ કિલ્લો કોઈ ભૂલ ભૂલૈયાથી કમ નથી. આ કિલ્લામાં પ્રવેશનારા લોકો હંમેશાં ભૂલા જ પડી જાય છે. આ કિલ્લામાં હંમેશા અંધારૂ જ રહે છે. જેથી લોકો દિવસે પણ જતા નથી. એવું માનવામાં આવે છે કે આ કિલ્લામાં ખજાનો છુપાયેલો છે. જેને શોધવાનાં ચક્કરમાં લોકો ગુમ થઈ જાય છે. જાણકારોનું કહેવું એમ છે કે, રાજાઓની પાસે સોના-હિરા, ઝવેરાતની કોઈ જ ઉણપ ન હોતી. જે આજે પણ આ કિલ્લામાં દબાયેલ છે પરંતુ તેની શોધ આજ દિન સુધી કોઇ નથી કરી શક્યું.