બ્રેકિંગ ન્યુઝ

logo
logo

કોંગ્રેસે 2 ઉમેદવારના નામ જાહેર કર્યા, રાહુલ ગાંધી રાયબરેલીથી લડશે લોકસભા ચૂંટણી , કે.એલ.શર્મા અમેઠીથી ચૂંટણી લડશે, પ્રિયંકા ગાંધી નહીં લડે લોકસભા ચૂંટણી

logo

રાજ્યમાં ગરમીનો પ્રકોપ યથાવત, મોટાભાગના શહેરમાં 40 ડિગ્રી ઉપર તાપમાન, આગામી 7 દિવસ તાપમાન સૂકું રહેશે

logo

લોકસભા ચૂંટણી 2024: કોંગ્રેસ સરકાર પાકિસ્તાનને ડોઝીયર આપતી હતી, આજે પાકિસ્તાનના આતંકનું ટાયર પંચર થઇ ગયું - PM મોદી

logo

લોકસભા ચૂંટણી 2024: સરદાર પટેલના સપના પુરા કરવાનો પ્રયાસ કરીશ - PM મોદી

logo

લોકસભા ચૂંટણી 2024: એક ચા વાળાએ દેશની અર્થ વ્યવસ્થાને 11માં નંબરથી 4 નંબર પર પહોંચાડી - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: વડાપ્રધાન મોદીના કોંગ્રેસ પર પ્રહાર, કહ્યુ એ શાસન કાળ હતો, આ સેવા કાળ

logo

PM મોદીનો ગુજરાતમાં પ્રચારનો આજે બીજો દિવસ

logo

ગુજરાતના સ્થાપના દિવસે રાજકોટને મળી સૌથી મોટી ભેટ, નવા રેસકોર્સ ખાતે અટલ સરોવર આજથી લોકો માટે ખુલ્લું મુકવામાં આવ્યું, 36 એકરની અંદર 126 કરોડના ખર્ચે બનાવવામાં આવ્યો એમ્યુઝમેન્ટ પાર્ક, અટલ સરોવરમાં ફાઉન્ટેન લેઝર શો બન્યું આકર્ષણનું કેન્દ્ર

logo

લોકસભા ચૂંટણી: પહેલા અને બીજા તબક્કાના મતદાનથી કોંગ્રેસના હોશ ઉડી ગયા - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: આજે કોંગ્રેસમાં આગ લાગી ગઈ છે, વિભાજનની વાતો કરે છે - PM મોદી

VTV / ગુજરાત / રાજકોટ / For the launch of Hirasar Airport, preparations are in full swing in the race course, a dome of German technology will be erected to prevent the disruption of rain.

રાજકોટ / હિરાસર એરપોર્ટના લોકાર્પણને લઇ રેસકોર્સમાં તડામાર તૈયારીઓ, વરસાદનું વિઘ્ન અટકાવવા ઊભો કરાશે જર્મન ટેક્નોલોજીનો ડોમ

Dinesh

Last Updated: 08:11 PM, 21 July 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

રાજકોટમાં 27 જુલાઈએ PM મોદી હિરાસર એરપોર્ટનું લોકાર્પણ કરશે ત્યારબાદ તેઓ રેસકોર્સ મેદાન ખાતે જાહેરસભાને સંબોધન કરશે

  • વડાપ્રધાન નરેન્દ્ર મોદી હીરાસર એરપોર્ટનો લોકાર્પણ કરશે
  • PM રેસકોર્સ ગ્રાઉન્ડમાં જંગી જાહેરસભાને સંબોધશે
  • એરપોર્ટથી રેસકોર્સ સુધી રોડ-શો યોજાય તેવી શક્યતાઓ


આગામી 27મી જુલાઈના રોજ વડાપ્રધાન નરેન્દ્ર મોદી પોતાના ડ્રિમ પ્રોજેકટ હીરાસર આંતરરાષ્ટ્રીય એરપોર્ટનાં લોકાર્પણ માટે રાજકોટ આવનાર છે. જેને લઈને તેમના સ્વાગત માટે તડામાર તૈયારીઓ શરૂ કરવામાં આવી છે. એરપોર્ટનાં લોકાર્પણ બાદ વડાપ્રધાન રેસકોર્સ ગ્રાઉન્ડમાં એક જંગી જાહેરસભાને સંબોધન કરશે. આ માટે ખાસ જર્મન ડોમ ઉભો કરવાની કામગીરી શરૂ કરી દેવામાં આવી છે. રાજકોટનાં જુના એરપોર્ટ ખાતેથી રેસકોર્સ સુધી રોડ-શો યોજાય તેવી શક્યતાઓ વ્યક્ત કરવામાં આવી છે. જોકે આ અંગે ફાઇનલ નિર્ણય ભાજપનાં નેતાઓ સાથે મુલાકાત બાદ લેવામાં આવનાર હોવાનું કલેક્ટર પ્રભવ જોશીએ જણાવ્યું હતું. 

હિરાસર એરપોર્ટનું લોકાર્પણ
જિલ્લા કલેકટર પ્રભવ જોશીના જણાવ્યા મુજબ, હાલ હીરાસર ઇન્ટરનેશનલ એરપોર્ટના પ્રથમ ફેઝની કામગીરી પૂર્ણ થતા પ્રધાનમંત્રીનાં હસ્તે હીરાસર એરપોર્ટ ખુલ્લુ મુકવામાં આવનાર છે. આગામી 27 જુલાઈએ PM મોદી પ્રથમ હિરાસર એરપોર્ટનું લોકાર્પણ કરશે. ત્યારબાદ તેઓ રાજકોટના રેસકોર્સ મેદાન ખાતે જાહેરસભાનું સંબોધન કરશે. અહીંથી વડાપ્રધાન દ્વારા કેકેવી ચોક ફ્લાયઓવર બ્રીજ સહિતનાં વિકાસ કામોનું લોકાર્પણ કરવામાં આવશે. પ્રધાનમંત્રી મોદીની આ મુલાકાતમાં સિવિલ ઍવીએશનનાં કેન્દ્ર તેમજ રાજ્યના મંત્રીઓ હાજર રહેશે. 

ભૂપેન્દ્ર પટેલ પણ રાજકોટની મુલાકાતે જશે
આ કાર્યક્રમ માટે હાલ બેઠકોનો દોર ચાલી રહ્યો છે. જો કે રોડ-શો અંગેની કોઈ સત્તાવાર જાણકારી મળી નથી. પરંતુ ભાજપનાં સ્થાનિક નેતાઓ સાથે બેઠક બાદ આ અંગેનો નિર્ણય કરવામાં આવશે. આગામી 22 જુલાઈના રોજ વડાપ્રધાનનાં કાર્યક્રમની સમીક્ષા સહિતની વિવિધ બાબતોને લઈને મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ પણ રાજકોટની મુલાકાતે જવાના છે. જેમાં સબ રાજીસ્ટાર કચેરી રીનોવેટ થઈ હોય કલેક્ટર ઓફિસમાં આવી તૈયારીનું નિરીક્ષણ કરશે. તેમજ હેમુ ગઢવી હોલ ખાતે સ્નેહ સ્પેર્સ કાર્યક્રમમાં હાજરી આપશે તેમજ ગીર ગંગા ચેરીટેબલ ટ્રસ્ટના દાતાઓનું સન્માન કર્યા બાદ કણસાગરા કોલેજ ખાતે યોજાનાર પટેલ સેવા સમાજનાં કાર્યક્રમમાં પણ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ હાજર રહેશે. 

તડામાર તૈયારીઓ 
પ્રાપ્ત વિગત મુજબ વડાપ્રધાન નરેન્દ્ર મોદીની સભામાં જંગી મેદની હાજર રહે તે માટે વહીવટીતંત્ર તેમજ શહેર અને જિલ્લા ભાજપ દ્વારા પણ તડામાર તૈયારીઓ કરવામાં આવી રહી છે. એસટી તંત્રને પણ 27 તારીખના રોજ 1000 જેટલી બસ આરક્ષિત રાખવા જણાવવામાં આવ્યું છે. તો બીજી તરફ શહેર તેમજ જિલ્લા ભાજપ સંગઠન દ્વારા બેઠકો યોજી PM મોદીના આ કાર્યક્રમ સાથે રોડ શો સહિતના કાર્યક્રમો કઈ રીતે યોજવા તેની ચર્ચા વિચારણા કરવામાં આવી રહી છે. 

વોટર પ્રુફ જર્મન ટેકનોલોજીનો ખાસ ડોમ
જોકે રેસકોર્સ મેદાન ખાતે વડાપ્રધાનના કાર્યક્રમને લઈ તૈયારીઓ શરૂ થઈ ચૂકી છે. વડાપ્રધાનના કાર્યક્રમમાં વરસાદ વિઘ્ન ન બને તે માટે પણ તંત્ર દ્વારા વોટર પ્રુફ જર્મન ટેકનોલોજીનો ખાસ ડોમ ઉભો કરવા માટેની કામગીરી શરૂ કરવામાં આવી ચૂકી છે. ઉલ્લેખનીય છે કે, વડાપ્રધાન મોદી રાજકોટના રેસકોર્સ મેદાન ખાતે અગાઉ બે જેટલી જનસભા સંબોધી ચૂક્યા છે. વિધાનસભાની ચૂંટણીનાં પ્રચાર માટે પણ વડાપ્રધાને જંગી જાહેરસભા સંબોધી હતી. ત્યારે વડાપ્રધાનની વધુ એક મુલાકાતને લઈ લોકોમાં પણ ઉત્સાહનો માહોલ જોવા મળી રહ્યો છે.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ