બ્રેકિંગ ન્યુઝ

logo
logo

અમદાવાદ- મોડાસા હાઈવે પર ટ્રક અને બાઈકનો અકસ્માત, ઘટનામાં બાઈક ચાલકનું મોત

logo

રાજ્યમાં આજે સવારે 6થી સાંજે 4 વાગ્યા સુધી 8 તાલુકામાં વરસાદ નોંધાયો

logo

રાજ્યમાં ફરી કમોસી વરસાદની આગાહી, આજે રાત સુધી પવન સાથે રાજ્યના તમામ જિલ્લામાં વરસાદ થવાની શક્યતા

logo

ધોરણ 12 વિજ્ઞાન પ્રવાહના વિદ્યાર્થીઓને 17 મેએ મળશે માર્કશીટ

logo

સુરતના 8 પ્રવાસીઓ નર્મદા નદીમાં ન્હાવા પડતા ડૂબ્યા, એક યુવકનો બચાવ, 7 લોકોની શોધખોળ શરૂ

logo

અમદાવાદના પ્રહલાદનગરમાં કોમર્સ હાઉસમાં લાગીલી આગ કાબૂમાં, બિલ્ડિંગમાં ફયાસેલ 64 લોકોનું કરાયું રેસ્ક્યૂ

logo

ખોડલધામ ખાતે શંકરસિંહ વાઘેલા અને નરેશ પટેલ વચ્ચે થઈ મુલાકાત, શંકરસિંહ વાઘેલાએ ખોડલધામ મંદિરમાં કર્યા દર્શન

logo

રાજ્યમાં 24 કલાકમાં 118 તાલુકાઓમાં વરસાદ, અમરેલીના સાવરકુંડલામાં સૌથી વધુ અઢી ઇંચ વરસાદ

logo

સલમાન ખાનના ઘર પર ફાયરિંગ કેસમાં નવો વળાંક

logo

PM મોદીએ વારાણસીથી ભર્યું નામાંકન પત્ર

VTV / ગુજરાત / For the first time, the state government increased the wages of workers by 25 percent

BIG NEWS / 2 કરોડ લોકોને સીધો ફાયદો: ગુજરાત સરકારે શ્રમિકોના વેતનમાં સૌ પ્રથમ વખત 25 ટકાનો કર્યો વધારો, જુઓ કેટલો મળશે પગાર

Dinesh

Last Updated: 06:31 PM, 20 March 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

રાજ્ય સરકાર દ્વારા શ્રમિકોના વેતનમાં સૌ પ્રથમ વખત 25 ટકા જેટલો માતબર વધારો કરાયો: પ્રત્યક્ષ અને પરોક્ષ રીતે રાજયના અંદાજે 2 કરોડથી વધુ લોકોને ફાયદો થશે

  • શેરડી કાપણી-ભરણીના વ્યવસાય માટે લઘુત્તમ વેતન દરમાં 100 ટકાનો વધારો
  • વેતન દરમાં સરેરાશ 100 ટકાના વધારોથી અંદાજે ૩ લાખથી વધુ લોકોને ફાયદો થશે
  • શ્રમિકોના કલ્યાણ અને તેમના હિતોના રક્ષણ માટે રાજ્ય સરકાર કટીબદ્ધ:શ્રમ રોજગાર મંત્રી

 

શ્રમિકોનું સ્વાસ્થ્ય, શિક્ષણ અને સુરક્ષા રાજ્ય સરકારની હંમેશા પ્રાથમિકતા રહી છે તેમ જણાવતા મંત્રી બલવંતસિંહ રાજપૂતે ઉમેર્યું કે, રાજ્ય સરકારે વર્ષ 2014થી લઘુત્તમ વેતનના પ્રવર્તમાન દરની સમીક્ષા કરી છે. ઉપરાંત રાજ્ય સરકારે ગુજરાત રાજ્ય લઘુત્તમ વેતન સલાહકાર બોર્ડ સાથે વિચાર વિમર્શ કરીને લઘુત્તમ વેતનના દર સુધારવાનું નક્કી કર્યું છે. લઘુત્તમ વેતન ધારા હેઠળની અનૂસુચિ પૈકીના 46 વ્યવસાયો સંદર્ભે જણાવતાં મંત્રીએ ઉમેર્યું કે, શ્રમ, કૌશલ્ય વિકાસ અને રોજગાર વિભાગ દ્વારા સૂચિત લઘુત્તમ વેતનના દરો અંગે સંબંધકર્તાઓના વાંધા–સૂચન મંગાવતું જાહેરનામું પ્રસિદ્ધ કરવામાં આવ્યું હતું. જે સંદર્ભે વિવિધ વાંધાસૂચનો મળ્યા હતા.

'શ્રમિકના માસિક વેતનમાં રૂા.2,436.20નો વધારો'
મંત્રીએ ઉમેર્યું કે, રાજયમાં શ્રમિકોના લઘુત્તમ વેતન અંગે રાજય સરકારને સલાહ આપવા માટે ગુજરાત રાજ્ય લઘુત્તમ વેતન સલાહકાર બોર્ડની રચના કરવામાં આવી છે. આ બોર્ડની ભલામણો ઉપર પુખ્ત વિચારણા કરીને સુધારો કરવામાં આવ્યો છે.  મંત્રીએ હાલની પરિસ્થિતિ જણાવતા કહ્યું કે, લઘુત્તમ વેતન અધિનિયમ હેઠળ જુદા જુદા 46 વ્યવસાયના લઘુત્તમ વેતનદરોમાં હાલ કુશળ શ્રમિકને કાર્પોરેશન વિસ્તારો તથા નગરપાલિકાઓ અને સ્થાનિક સત્તામંડળ હેઠળના વિસ્તારોમાં માસિક વેતન રૂા.9,887.80/- મળે છે. તેના સ્થાને માસિક વેતન રૂ.12,324/- મળશે. આમ થવાથી શ્રમિકના માસિક વેતનમાં રૂા.2,436.20નો વધારો એટલે કે 24.63 ટકાનો વધારો થશે. 

મંત્રી બલવંતસિંહ રાજપૂતની ફાઈલ તસવીર

'અર્ધ કુશળ શ્રમિકને માસિક વેતન રૂા.9,653.80 મળે છે'
મંત્રીએ વધુમાં જણાવ્યું કે, અર્ધ કુશળ શ્રમિકને માસિક વેતન રૂા.9,653.80/- મળે છે. તેના સ્થાને માસિક વેતન રૂ.11,986/- મળશે એટલે કે તેમાં રૂ.2,332.20નો માસિક વધારો થશે જે સરેરાશ 24.15 ટકાનો વધારો થાય છે. તે જ રીતે બીન કુશળ શ્રમિકને માસિક વેતન રૂા.9,445.80/- મળે છે. તેના સ્થાને માસિક વેતન રૂ.11,752/- મળશે એટલે કે રૂ.2,306.20નો માસિક વધારો થશે જે સરેરાશ 24.41 ટકાનો વધારો થાય છે.

'પ્રત્યક્ષ અને પરોક્ષ રીતે રાજયના અંદાજે 2 કરોડથી વધુ લોકોને ફાયદો થશે'
મંત્રીએ વધુમાં ઉમેર્યું કે, કોર્પોરેશન વિસ્તારો તથા નગરપાલિકાઓ અને સ્થાનિક સત્તામંડળ હેઠળના વિસ્તારો સિવાયના કુશળ શ્રમિકને માસિક વેતન રૂ.9,653.80/- મળે છે તેના સ્થાને માસિક વેતન રૂ.12,012/- મળશે એટલે કે તેમાં રૂ.2,358.20નો માસિક વધારો થશે. જે સરેરાશ 24.42 ટકાનો વધારો થાય છે. તે જ રીતે અર્ધ કુશળ શ્રમિકને રૂ.9,445.80/- ના સ્થાને માસિક વેતન રૂ.11,752/- મળશે એટલે કે તેમાં રૂ.2,306.20નો માસિક વધારો થશે. જે સરેરાશ 24.41 ટકાનો વધારો થાય છે. તથા બિન કુશળ શ્રમિકને માસિક વેતન રૂ.9,237.80/- મળે છે. તેના સ્થાને રૂ.11,466/- મળશે. એટલે કે રૂ.2,228.20નો માસિક વધારો થશે જે સરેરાશ 24.12 ટકાનો વધારો થાય છે. મંત્રીએ વધુમાં ઉમેર્યું કે, રાજ્ય સરકાર દ્વારા શ્રમિકોના વેતનમાં સૌ પ્રથમ વખત 25 ટકા જેટલો માતબર વધારો કરાયો છે તેના પરિણામે પ્રત્યક્ષ અને પરોક્ષ રીતે રાજયના અંદાજે 2 કરોડથી વધુ લોકોને ફાયદો થશે.

'ભલામણો પર પુખ્ત વિચારણાના અંતે વેતનના દરોમાં 100 ટકાનો વધારો'
મંત્રીએ વધુમાં જણાવ્યું કે, લઘુત્તમ વેતન ધારા હેઠળ શેરડી કાપણી-ભરણીના વ્યવસાય સાથે સંકળાયેલ શ્રમિકો માટે લઘુત્તમ વેતનદરમાં વધારો કરવા માટે શ્રમ, કૌશલ્ય વિકાસ અને રોજગાર વિભાગ દ્વારા સૂચિત લઘુત્તમ વેતનના દરો અંગે સંબંધકર્તાઓના વાંધા સૂચન મંગાવતું જાહેરનામું પ્રસિદ્ધ કરવામાં આવ્યું હતું. હાલમાં પ્રવર્તમાન દર રૂા.238/- પ્રતિ ટન છે. આ જાહેરનામાના અનુસંધાને ખાંડ ઉદ્યોગ તેમજ સહકારી મંડળીઓ દ્વારા 5(પાંચ) વાંધાસૂચનો મળ્યા હતા તેમજ શ્રમિક મંડળો તરફથી એક વાંધાસૂચન મળ્યું હતું. આ વાંધાસુચનો ઉપર ગુજરાત રાજ્ય લઘુત્તમ વેતન સલાહકાર બોર્ડની ભલામણો મેળવવામાં આવી હતી. આ ભલામણો પર પુખ્ત વિચારણાના અંતે વેતનના દરોમાં 100 ટકાનો વધારો કરી રૂ.476 પ્રતિ ટન કરવામાં આવ્યો છે જેનાથી અંદાજે 3 લાખથી વધુ લોકોને ફાયદો થશે.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ