બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / ભારત / For Sharing Obscene Video With Wife, Bengaluru Man Gets 1-Month Jail, Rs 45,000 Fine

રિવેન્જ પોર્ન / પતિએ પત્નીને પોર્ન વીડિયો મોકલ્યો, થઈ જેલ અને 45,000નો દંડ, ચોંકી જવાય તેવી ઘટના

Hiralal

Last Updated: 04:20 PM, 19 March 2024

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

બેંગ્લુરુમાં પત્નીને પોર્ન વીડિયો મોકલનાર એક પતિને 1 મહિનાની જેલ અને 45000નો દંડ થયો હતો.

પત્નીને પોર્ન વીડિયો મોકલવો પણ જેલની હવા ખવડાવી શકે છે. કર્ણાટકના બેંગ્લુરુમાં આવો જ એક કિસ્સો બન્યો છે જેમાં સ્થાનિક કોર્ટે પત્નીને પોર્ન વીડિયો મોકલવાના ગુનામાં સાદી કેદ અને દંડ ફટકાર્યો હતો. બેંગલુરુમાં પતિએ વિદેશમાં રહેતી પત્નીને ઈમેઈલ પર પોર્ન વીડિયોની લિંક મોકલી હતી. સ્થાનિક કોર્ટે 30 વર્ષના પતિને ઈન્ફર્મેશન ટેકનોલોજી એક્ટ હેઠળ દોષી ઠેરવ્યો હતો. કોર્ટે તેને એક મહિનાની કેદની સજા અને 45 હજાર રૂપિયાનો દંડ ફટકાર્યો છે.

વિદેશમાં રહેતી પત્નીને મોબાઈલમાં મળી પોર્ન વીડિયોની લિંક 
રાજાજીનગરની એક ખાનગી કંપનીમાં કામ કરતા આ દોષિત શખ્સ પર સીઆઇડી પોલીસે આરોપ મૂક્યો હતો. દોષિત વ્યક્તિની પત્ની વિદેશમાં નોકરી કરે છે. બંનેએ 2016ના અંતમાં લગ્ન કર્યા હતા. જો કે, તેમની વચ્ચે મતભેદો ઉભા થયા હતા અને બંનેએ છૂટાછેડા માટે અરજી કરી હતી. 

મહિલાએ વિદેશથી આવીને પતિ સામે નોંધાવી ફરિયાદ 
મહિલાના નાના ભાઈએ બનેવી સામે ફરિયાદ નોંધાવી હતી. ફરિયાદીએ કહ્યું કે તેના બનેવીએ ઈમેઈલ પર બહેનને પોર્ન વીડિયો મોકલ્યો હતો. મહિલા તેના ભાઈ સાથે બેંગ્લુરુ આવી હતી અને આરોપી પતિ સામે ફરિયાદ દાખલ કરાવી હતી. તપાસ અધિકારીએ જણાવ્યું હતું કે, "અમારી તપાસમાં પુષ્ટિ થઈ છે કે આરોપીએ અશ્લીલ વીડિયો લિંક તેની પત્નીને અશ્લીલ ટિપ્પણીઓ સાથે મોકલી હતી.

એનિવર્સરીની ભેટ ન મળતાં મહિલાએ પતિને છરીના ઘા ઝીંક્યાં
બેંગ્લુરુમાં બનેલી બીજી એક મોટી ઘટનામાં મહિલાએ એનિવર્સરીની ભેટ ન મળતાં પતિને છરીના ઘા ઝીંકીને ઘાયલ કર્યો હતો. તેણે રસોડાની છરીથી પતિ પર હુમલો કર્યો પરંતુ તે બચી ગયો હતો. વ્યક્તિએ પોતાને વધુ ઈજાથી બચાવવા માટે તેની પત્નીને ધક્કો મારીને દૂર ધકેલી દીધી હતી અને ખાનગી હોસ્પિટલમાં જવા માટે પડોશીઓની મદદ લીધી હતી. આ વ્યક્તિએ તેના દાદાના મૃત્યુને કારણે તેમના લગ્નની વર્ષગાંઠના એક દિવસ પહેલા તેની પત્નીને ભેટ ખરીદી ન હતી.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ