બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / Assembly election 2023 / ગુજરાત / First Phase Voting Completed 788 Candidates Captured in Future EVMs

ગુજરાત ઈલેક્શન / પ્રથમ તબક્કાનું મતદાન પૂર્ણ, 788 ઉમેદવારોના ભાવિ EVMમાં કેદ, જાણો ક્યાં જિલ્લામાં કેટલું થયું મતદાન

Mahadev Dave

Last Updated: 08:12 PM, 1 December 2022

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

ગુજરાત ચુંટણીને લઇને પ્રથમ તબક્કામાં સાંજે પાંચ વાગ્યા સુધીમાં 19 જિલ્લાની 89 બેઠકો પર અંદાજે  સરેરાશ 58.90  ટકા મતદાન નોંધાયું છે.

  • વિધાનસભામાં પ્રથમ તબક્કાનું મતદાન પૂર્ણ 
  • પ્રથમ તબક્કામાં અંદાજે 58.90 ટકા જેટલું મતદાન રહેવાની સંભાવના
  • 788 ઉમેદવારોનું ભાવી EVMમાં સીલ  

ગુજરાત વિધાનસભા ચૂંટણીમાં પ્રથમ તબક્કાનું મતદાન  પૂર્ણ થયું છે  જેમાં સવારે આઠ વાગ્યાથી સાંજે પાંચ વાગ્યા સુધીમાં 19 જિલ્લાની 89 બેઠકો પર અંદાજે  સરેરાશ 58.90  ટકા મતદાન નોંધાયું છે. જેને  લઇને આ બેઠક પરના 788 ઉમેદવારોનું ભાવી EVMમાં સીલ થઈ ચૂંક્યુ ગયુ છે. જ્યારે સૌરાષ્ટ્ર-કચ્છની 54 બેઠક પર શાંતિપૂર્ણ માહોલમાં મતદાન યોજાયું હતું. સૌરાષ્ટ્ર-કચ્છની 54 બેઠક પર સંભવિત 54.53 ટકા મતદાન નોંધાયું છે.  

રાજ્યના 19 જિલ્લાની 89 બેઠકો પર મતદાન પૂર્ણ 
પ્રથમ તબક્કામાં આજે રાજ્યના 19 જિલ્લાની 89 બેઠકો પર મતદાન પૂર્ણ થયું છે. અંદાજે 58.90 ટકા જેટલું મતદાન થયું હોવાની સંભાવના છે. આ દરમિયાન સૌરાષ્ટ્રમાં ઓછું અને આદિવાસી બેલ્ટમાં ભારે મતદાન થયું હોવાનું આંકડા દર્શાવી રહ્યા છે. સંભવિત આંકડા પર નજર કરીએ તો સૌથી વધારે તાપી જિલ્લામાં 75 ટકા મતદાન નોંધાયુ છે. જ્યાંરે સૌથી ઓછું કચ્છ જિલ્લામાં 50 ટકા મતદાન નોંધાવવાની સંભાવના રહેલી છે.  બીજી બાજુ આંદાજીત આંકડા મુજબ સુરતમાં 57 ટકા, ડાંગમાં 70 ટકા, તો નર્મદામાં અંદાજે 65 ટકા જેટલું મતદાન થવાની સંભાવના રહેલી છે. 

પ્રથમ તબક્કામાં એકંદરે શાંતિ પૂર્ણ મતદાન નોંધાયું
વધુમાં સંભવિત આંકડા મુજબ જામનગર અને દ્રારકામાં અંદાજે 55 ટકા, ગીર સોમનાથમાં 62 ટકા મતદાન, જૂનાગઢમાં 55 ટકા, બોટાદમા 56 ટકા મતદાન, અમરેલીમાં 55 ટકા, સુરેન્દ્રનગરમાં 60 ટકા અને રાજકોટમાં 55 ટકા, મોરબીમાં 63 ટકા મતદાનની સંભાવના રહેલી છે.  એજ રીતે ભરુચમાં 63 ટકા, નર્મદામાં 75 ટકા, નવસારીમાં 65 ટકા, ડાંગમાં 70 ટકા અને વલસાડમાં 64 ટકા મતદાન  થયું હોવાનું જાણવા મળી રહ્યું છે. જોકે આ 5 વાગ્યા સુધીના સંભવિત આકડા છે. જ્યાંરે 7 વાગ્યા બાદ સત્તાવાર રીતે જાહેરાત કરવામાં આવશે. 
વર્ષ 2022 માં મતદાન ટકાવારી (આંકડા સતત અપડેટ થઇ રહ્યા છે.)\

કચ્છ 

  • અબડાસા – 62.00%
  • માંડવી – 52.55%
  • ભૂજ – 59.20%
  • અંજાર – 64.13%
  • ગાંધીધામ – 42.19%
  • રાપર – 58.25%

સુરેન્દ્રનગર 

  • દસાડા - 60.55%
  • લીંબડી - 62.25%
  • વઢવાણ - 54.28%
  • ચોટીલા - 63.67%
  • ધાંગધ્રા - 66.77%

મોરબી

  • મોરબી - 67.10%
  • ટંકારા -   64.23%
  • વાંકાનેર - 71.19%

રાજકોટ 

  • રાજકોટ પૂર્વ - 56.47%
  • રાજકોટ પશ્ચિમ -   56.40%
  • રાજકોટ દક્ષીણ - 54.50%
  • રાજકોટ ગ્રામ્ય - 61.42%
  • જસદણ - 61.18%
  • ગોંડલ - 55.95%
  • જેતપુર - 64.22%
  • ધોરાજી -- 56.42%

જામનગર 

  • કાલાવાડ - 54.58%
  • જામનગર ગ્રામ્ય - 54.83%
  • જામનગર ઉત્તર - 56.96%
  • જામનગર દક્ષીણ -56.69%
  • જામજોધપુર -- 62.73%

દેવભૂમિ દ્વારકા 

  • ખંભાળીયા - 61.29%
  • દ્વારકા -58.90 %

પોરબંદર 

  • પોરબંદર -- 59.54%
  • કુતિયાણા -- 49.30 %

જુનાગઢ 

  • માણાવદર - 60.34%
  • જુનાગઢ - 59.20%
  • વિસાવદર - 51.10%
  • કેશોદ - 62.61%
  • માંગરોળ - 56.55%

ગીર સોમનાથ 

  • સોમનાથ - 67.54%
  • તાલાળા --61.24%
  • કોડીનાર - 58.32%
  • ઉના - 58.42%

અમરેલી 

  • ધારી - 44.30%
  • અમરેલી - 56.76%
  • લાઠી - 58.14%
  • સાવરકુંડલા - 52.11%
  • રાજુલા - 63.30%

ભાવનગર 

  • મહુવા -- 62.96%
  • તળાજા - 56.01%
  • ગારિયાધાર - 60.30%
  • પાલીતાણા - 58.43%
  • ભાવનગર ગ્રામ્ય - 61.45%
  • ભાવનગર પૂર્વ - 57.10%
  • ભાવનગર પશ્ચિમ - 55.50%

બોટાદ 

  • ગઢડા -- 52.05%
  • બોટાદ - 62.80%

નર્મદા 

  • નાંદોદ - 65.14%
  • ડેડીયાપાડા - 81.34%

ભરૂચ 

  • જંબુસર -- 62.83%
  • વાગરા -- 64.10%
  • ઝઘડિયા -- 77.65%
  • ભરૂચ -- 55.50%
  • અંકલેશ્વર -- 60.43%

સુરત 

  • ઓલપાડ -- 60.15%
  • માંગરોળ -- 61.20%
  • માંડવી -- 64.25%
  • કામરેજ-- 61.10%
  • સુરત પૂર્વ -- 62.90%
  • સુરત ઉત્તર - 56.32%
  • વરાછા રોડ -- 56.63%
  • કરંજ -- 50.53%
  • લીંબાયત -- 52.35%
  • ઉધના -- 56.69%
  • મજુરા -- 56.39%
  • કતારગામ -- 64.10%
  • સુરત પશ્ચિમ -- 61.04%
  • ચોર્યાસી -- 55.40%
  • બારડોલી -- 66.97%
  • મહુવા -- 71.36%

તાપી 

  • વ્યારા -- 65.29%
  • નિઝર - 77.87%

ડાંગ

  • ડાંગ -- 64.84%

નવસારી 

  • જલાલપોર -- 64.87%
  • નવસારી -- 62.81%
  • ગણદેવી -- 66.24%
  • વાંસદા -- 70.62%

વલસાડ 

  • ધરમપુર -- 65.77%
  • વલસાડ -- 75.17%
  • પારડી -- 64.60%
  • કપરાડા - 75.17%
  • ઉમરગાવ - 62.75%

 

  • કચ્છ - 56.54%
  • તાપી - 72.32%
  • ડાંગ   - 64.84%
  • નર્મદા - 73.10%
  • જામનગરમાં -   57.20%
  • દ્વારકામાં - 60.10%
  • ગીર સોમનાથ   - 61.46%
  • જૂનાગઢ   - 58.05%
  • પોરબંદર   - 54.84%
  • ભાવનગરમાં   - 58.81%
  • બોટાદમાં     - 58.15%
  • અમરેલીમાં -   58.10%
  • સુરેન્દ્રનગરમાં - 61.70%
  • રાજકોટમાં - 58.60%
  • મોરબીમાં -   67.65%
  • ભરૂચમાં   -- 64.10%
  • સુરત   - 61.20%
  • નવસારીમાં - 66.90%
  • વલસાડમાં - 65.55%

સંકળાયેલા મુદ્દાઓ

19 જિલ્લાની 89 બેઠકો 788 ઉમેદવારો EVMમાં કેદ ગુજરાત ચુંટણી Gujarat Elections 2022
Mahadev Dave

Mahadev Dave is a journalist with VTV Gujarati

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

log

શોર્ટસ વિડિઓ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ