બ્રેકિંગ ન્યુઝ

logo
logo

અમદાવાદ- મોડાસા હાઈવે પર ટ્રક અને બાઈકનો અકસ્માત, ઘટનામાં બાઈક ચાલકનું મોત

logo

રાજ્યમાં આજે સવારે 6થી સાંજે 4 વાગ્યા સુધી 8 તાલુકામાં વરસાદ નોંધાયો

logo

રાજ્યમાં ફરી કમોસી વરસાદની આગાહી, આજે રાત સુધી પવન સાથે રાજ્યના તમામ જિલ્લામાં વરસાદ થવાની શક્યતા

logo

ધોરણ 12 વિજ્ઞાન પ્રવાહના વિદ્યાર્થીઓને 17 મેએ મળશે માર્કશીટ

logo

સુરતના 8 પ્રવાસીઓ નર્મદા નદીમાં ન્હાવા પડતા ડૂબ્યા, એક યુવકનો બચાવ, 7 લોકોની શોધખોળ શરૂ

logo

અમદાવાદના પ્રહલાદનગરમાં કોમર્સ હાઉસમાં લાગીલી આગ કાબૂમાં, બિલ્ડિંગમાં ફયાસેલ 64 લોકોનું કરાયું રેસ્ક્યૂ

logo

ખોડલધામ ખાતે શંકરસિંહ વાઘેલા અને નરેશ પટેલ વચ્ચે થઈ મુલાકાત, શંકરસિંહ વાઘેલાએ ખોડલધામ મંદિરમાં કર્યા દર્શન

logo

રાજ્યમાં 24 કલાકમાં 118 તાલુકાઓમાં વરસાદ, અમરેલીના સાવરકુંડલામાં સૌથી વધુ અઢી ઇંચ વરસાદ

logo

સલમાન ખાનના ઘર પર ફાયરિંગ કેસમાં નવો વળાંક

logo

PM મોદીએ વારાણસીથી ભર્યું નામાંકન પત્ર

VTV / ગુજરાત / સુરત / વડોદરા / Fire in Vadodara and Surat in Gujarat

દુર્ઘટના / સુરત અને વડોદરામાં આગના બનાવો, કોઈ જાનહાની નહી, કાપડની ફેક્ટરી, પ્લાયવુડનો શોરૂમ બળીને ખાખ

Gayatri

Last Updated: 09:43 AM, 22 December 2019

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

સુરતમાં આગની ઘટના બની છે. કાપડની મિલમાં આગ લાગતા નાસભાગ મતી ગઈ હતી. જો કે હજુ સુધી કોઈ જાનહાની સામે આવી નથી. પરંતુ તમામ માલસામાન બળીને ખાખ થઈ ગયો છે. જ્યારે વડોદરાના આજવા વિસ્તારમાં પણ બે માળની પ્લાયવૂડની દુકાનમાં ભીષણ આગ લાગી હતી. જેમાં આસપાસની અન્ય 30 દુકાનો આગની ઝપેટમાં આવી ગઈ હતી પરંતુ ફાયરબ્રિગેડની કોઠાસૂઝને કારણે કોઈ જાનહાની થઈ નથી.

  • પીપોદરા GIDCની સુખવીલાસ કાપડની કંપનીમાં લાગી આગ
  • વડોદરાના આજવા વિસ્તારની હાર્ડવેરની દુકાનમાં આગ
  • હાર્ડવેર શોરૂમમાંથી 30 દુકાનોમાં આગ ફેલાઈ


સુરતના પીપોદરા GIDC પાસેની કંપનીમાં આગ લાગી હતી. કામરેજ પારડીની સુખવીલાસ કાપડની કંપનીમાં ભયંકર આગ લાગી હતી. જો કે ફાયરની 5 ગાડીઓ સમયસર પહોંચી જતા આગ ઉપર કલાકોની મહેનતબાદ કાબૂ મેળવી શકાયો હતો. કોઈ જાનહાની થઈ નથી પરંતુ કંપની બળીને ખાખ થઈ ગઈ હતી. 

વડોદરાના આજવામાં 30 દુકાનો આગની ઝપેટમાં
વડોદરાના આજવા વિસ્તારના રહીશો ભરનિંદ્રામાં હતા ત્યારે ઉમિયા હાર્ડવેર નામની બે માળની પ્લાયવૂડની દુકાનમાં ભીષણ આગ લાગી હતી. આગ લાગતા આખો શો રૂમ બની ભષ્મ થઈ ગયો હતો. દુકાનની આસપાસના વિસ્તારોમાં અન્ય 30 દુકાનો આગની લપેટમાં આવે તે પહેલાં ફાયર બ્રિગેડ ઘટના સ્થળે પહોંચી ગઈ હતી. આગની જાણ થતાં જ મધ્યગુજરાત વીજ કંપનીએ સતર્કતા દાખવી અને આસપાસના વિસ્તારનો વીજ પૂરવઠો ખોરવી નાખ્યો હતો.  ફાયર બ્રિગેડની 10 ગાડીઓએ 3 કલાક સુધી વૉટરકેનનનો મારો કરતા મોટી દુર્ઘટના ટળી હતી.

રહિશોમાં હાહાકાર
આગના કારણે શોરૂમમાં લાખો રૂપિયાનું નુકસાન ગયુ હોવાની આશંકા છે. જોકે, સમયસર કામગીરી ન થઈ હોત તો નજીકના એપાર્ટમેન્ટમાં રહેતા રહીશો ફસાઈ જવાની શક્યતા હતી. ફાયર બ્રિગેડના લાશ્કરોએ આગ બુઝાવવાની સાથે સાથે નજીકના એપાર્ટમેન્ટમાં રહેતા લોકોને સલામત સ્થળે ખસેડ્યા હતા. આગની ઘટનાથી સમગ્ર વિસ્તારમાં હાહાકાર મચી ગયો હતો અને મોડી રાત્રે લોકોના ટોળા એકઠાં થઈ ગયા હતા.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ