બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / મુંબઈ / fire in mumbai tardeo Kamala building 7 died here are the details

મુંબઈ / મુંબઈમાં વધુ એક જીવલેણ આગ: 7 લોકો જીવતા ભૂંજાયા, 15 લોકો ઈજાગ્રસ્ત

Published By: Mayur

Last Updated: 11:36 AM, 22 January 2022

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

મુંબઈના તારદેવમાં કમલા સોસાયટી નામક સ્થાનીક ઈમારતમાં આગની દુર્ઘટના બની હતી. જેમાં મૃતકોનો આંકડો વધીને 7 થઈ ગયો છે.

  • મુંબઈના તારદેવમાં કમલા સોસાયટીઈમારતમાં આગની દુર્ઘટના
  • સાત લોકોના મોત અનેક ઘાયલ 
  • રેસ્ક્યૂ વિભાગની સક્રિય કામગીરી 

મુંબઈના તારદેવમાં કમલા સોસાયટી નામક સ્થાનીક ઈમારતમાં આગની દુર્ઘટના બની હતી. ફાયર બ્રિગેડની 24 ગાડીઓ અને 5 એમ્બ્યુલન્સ સ્થળ પર પહોંચી ગઈ હતી અને આગ પર નિયંત્રણ મેળવવાના પ્રયાસ કરવામાં આવ્યા હતા. કહેવામાં આવી રહ્યું છે કે આ ચોથા લેવલની આગ છે. જે ઘણી ભીષણ માનવામાં આવે છે.  જે 20 માળની બિલ્ડિંગમાં આગ લાગી છે તે તાડદેવ વિસ્તારમાં ભાટિયા હોસ્પિટલની પાસે જ છે.

આ આગ 20 માળની બિલ્ડિંગમાં આગ સવારે 7.30 વાગે લાગી હતી. મીડિયા રિપોર્ટ્સ અનુસાર બિલ્ડિંગની 18 માં માળ પર આગ લાગી હતી. બીએમસીએ ઘટનામાં 7 લોકોના મોત થયાના સમાચાર સામે આવ્યા છે. આ ઘાયલોને હોસ્પિટલમાં દાખલ કરાવ્યા છે.

3 મહિના પહેલા બની હતી મોટી ઘટના

ગત વર્ષે ઓક્ટોબરમાં મુંબઈના કરી રોડ સ્થિત એક બહુમાળી ઈમારીતમાં આગ લાગી હતી. જેમાં એક સુરક્ષા ગાર્ડની પડવાથી મોત થયુ હતુ. ભાષમાં પ્રકાશિત રિપોર્ટ અનુસાર મહાનગરમાં 61 માળના એક રેસિડન્ટેલ ઈમારતના 19માં માળે આગ લાગ્યા બાદ એક ફ્લેટથી એક સુરક્ષા ગાર્ડ નીચે પડી ગયો હતો. જેનાથી તેનું મોત થયું.  ફાયર વિભાગે એક અધિકારીઓએ આ જાણકારી આપી છે. સોશિયલ મીડિયા પર આ ઘટના પર એક વીડિયો વાયરલ થઈ રહ્યો છે. જેમાં વ્યક્તિના પડવાની પહેલા બાલકનીમાં લટકતો જોવા મળી શકે છે.

રેસ્ક્યૂ ટીમની કામગીરી 

આ દરમિયાન ફાયરે બિલ્ડિંગમાં ફસાયેલા અનેક લોકોને બચાવ્યા છે. ફાયર વિભાગે અધિકારીએ જણાવ્યું કે આગ 19મી માળથી 20 માં માળ સુધી પહોચી ગઈ હતી અને લગભગ 5 કલાકના પ્રયાસ બાદ આગ પર કાબૂ મેળવવામાં આવ્યો હતો. આગ બુઝાવવા માટે ફાયરની 16 ગાડીઓ, પાણીના 9 ટેન્કર અને 2 સીડીઓનો ઉપયોગ કરવામાં આવી રહ્યો હતો.

રેસ્ક્યૂ ટીમની કામગિરિ ચાલુ છે લોકોને બચાવવાના પ્રયાસ કરવામાં આવી રહ્યા છે.  

સંકળાયેલા મુદ્દાઓ

Gujarati News Mumbai kamala building tardeo fire મુંબઈ આગ Mumbai Fire

Published by

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

log

શોર્ટસ વિડિઓ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ