બ્રેકિંગ ન્યુઝ

logo
logo

ગુજરાતની પ્રાથમિક શાળાઓમાં 9મી મેથી 12મી જૂન સુધી રહેશે ઉનાળુ વેકેશન, પ્રાથમિક શાળાઓમાં અપાયું 35 દિવસનું ઉનાળુ વેકેશન, 13મી જૂનથી રાજ્યની પ્રાથમિક શાળામાં નવા સત્રનો થશે પ્રારંભ

logo

ભૂપત ભાયાણીનું રાહુલ ગાંધી પર નિવેદન આચારસંહિતાનો ભંગ, રાજ્ય ચૂંટણી પંચે કેન્દ્રીય ચૂંટણી પંચને કરી જાણ, ભાયાણીના નિવેદન પર પગલા લેવા બાબતે કેન્દ્રીય ચૂંટણી પંચ કરશે આખરી નિર્ણય

logo

સોનાના ભાવમાં ફરી થયો ઘટાડો

logo

ગુજરાતમાં ગરમીનો પ્રકોપ, 41.4 ડિગ્રી તાપમાન સાથે મહુવા સૌથી ગરમ

logo

ચાર ધામ યાત્રાને લઇ સરકારે કરી ગાઇડલાઇન જાહેર

logo

આણંદના બોરસદના બોચાસણમાં ટ્રાન્સફોર્મરમાં બ્લાસ્ટ થતા ડીપીમાં લાગી ભયંકર આગ, છવાયો અંધારપટ

VTV / Assembly election 2023 / ભારત / Finally, how the political map of the country changed under the rule of the Modi government

રાજકીય સંઘર્ષ / આખરે મોદી સરકારના શાસનમાં કેવી રીતે બદલાયો દેશનો રાજકીય નકશો? કંઇક આવું છે 2014થી 'સત્તા માટેના સંઘર્ષ'નું ગણિત

Kishor

Last Updated: 04:14 PM, 3 December 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

વડાપ્રધાન નરેન્દ્ર મોદીના સત્તામાં આવ્યા બાદ દેશનો રાજકીય નકશો કેવી રીતે બદલાયો છે? જાણો સમગ્ર ગણિત!

  • સામ્રાજય સ્થાપવા દેશમાં રાજકીય સંઘર્ષ
  • વડાપ્રધાન નરેન્દ્ર મોદી સત્તામાં આવ્યા બાદ રાજકીય નકશો બદલાયો
  • મોદી સત્તા પર આવ્યા ત્યારે 26 ટકા વસ્તી ભાજપ અને ટેકેદાર પક્ષોનું રાજ હતું

મધ્યપ્રદેશ, રાજસ્થાન સહિત પાંચ રાજ્યોમાં ચૂંટણીનો જંગ ખેલાયા બાદ હવે તેના પરિણામ આવવાનું શરૂ થયું છે. આજે ચાર રાજ્યોના પરિણામ આવી રહ્યા છે. અગાઉ 7 નવેમ્બરના રોજ મતદાન થયું હતું અને ત્યારબાદ ૪ ડિસેમ્બરે પરિણામો આવી રહ્યા છે.  આ પાંચ રાજ્યોની ચૂંટણીમાં બે રાજ્યમાં હાલ કોંગ્રેસની સરકાર છે જેમાં રાજસ્થાન અને છત્તીસગઢનો સમાવેશ થાય છે. બીજી તરફ મધ્યપ્રદેશમાં ભાજપ અને તેલંગાણામાં બીઆરએસ તથા મિઝોરમમાં એમએનએફ સત્તા પર છે. જોકે હવે ચૂંટણીના પરિણામો આવ્યા બાદ સત્તા પરિવર્તન થઈ છે.હવે એ જાણીએ કે વડાપ્રધાન નરેન્દ્ર મોદીના સત્તામાં આવ્યા બાદ દેશનો રાજકીય નકશો કેવી રીતે બદલાયો છે?

તેલંગાણામાં કોંગ્રેસ 65 બેઠકો સાથે આગળ 
MP, રાજસ્થાન અને છત્તીસગઢ ત્રણ રાજ્યોમાં કોંગ્રેસનો કારમો પરાજય અને ત્રણેય રાજ્યોમાં ભાજપે બમ્પર જીત મેળવી લીધાનું આંકડા પરથી સામે આવી રહ્યું છે. મધ્યપ્રદેશમાં ભાજપને 160થી વધુ સીટો પર લીડ જ્યારે કોંગ્રેસ શાસિત રાજસ્થાનમાં દર પાંચ વર્ષે સરકાર બદલવાની રાજકીય પરંપરા મુજબ કોંગ્રેસ પાછળ છે. છત્તીસગઢમાં પણ ભાજપ 54 બેઠકો પર આગળ છે. તેલંગાણામાં કોંગ્રેસ માટે નિર્ણાયક લીડના સંકેત દેખાઈ રહ્યા છે. જ્યા કોંગ્રેસ 65 બેઠકો સાથે આગળ છે.  (આંકડા બપોરે 2 વાગ્યા સુધીના છે)

કેરળમાં ડાબેરી ગઠબંધનની સરકાર 
હાલની રાજકીય સ્થિતિની વાત કરવામાં આવે તો હાલ 10 રાજ્યોમાં ભાજપના મુખ્યમંત્રી છે. જ્યારે ભાજપ છ રાજ્યોની સરકારમાં ભાગીદાર છે. તો કોંગ્રેસ પાસે માત્ર ચાર જ રાજ્યોમાં મુખ્યમંત્રી છે. અને  ત્રણ રાજ્યોમાં ગઠબંધન સરકારનો ભાગ છે. પંજાબ દિલ્હીમાં આપ અને સાત રાજ્યો અન્યના ફાળે ગયા છે. બીજી બાજુ પશ્ચિમ બંગાળમાં TMC, તેલંગાણામાં BRS, આંધ્ર પ્રદેશમાં YSR કોંગ્રેસ, ઓડિશામાં BJD અને કેરળમાં ડાબેરી ગઠબંધનની સરકાર છે.

જ્યારે કેન્દ્રમાં મોદી સરકાર સત્તા પર બિરાજમાન થઈ ત્યારે અમુક રાજ્યોમાં ભાજપની સરકાર હતી અને કેટલા રાજ્યોમાં કોંગ્રેસ અને અન્ય પક્ષો સત્તામાં હતા. મે 2014માં નરેન્દ્ર મોદીએ ભારતના વડાપ્રધાન પદનો ચાર્જ પોતાને શિરે લીધો. આ સમયે દેશના સાત રાજ્યોમાં ભાજપ અને તેના સાથી પક્ષો સરકાર ચલાવી રહ્યા હતા. તેમાંથી પાંચ રાજ્યોમાં ભાજપના મુખ્યમંત્રી હતા, જ્યારે તેનો સાથી પક્ષ આંધ્રપ્રદેશ અને પંજાબમાં સત્તામાં હતો. આંકડાઓ સ્પષ્ટ છે કે નરેન્દ્ર મોદી દેશમાં સત્તા પર આવ્યા ત્યારે લગભગ 26 ટકા વસ્તી પર ભાજપ અને તેના ટેકેદાર પક્ષો રાજ કરતા હતા. જ્યારે દેશના 14 રાજ્યોમાં કોંગ્રેસ અને તેના સાથી પક્ષો સત્તા પર હતા. દેશની 37 ટકાથી વધુ વસ્તી આ કોંગ્રેસ શાસિત રાજ્યોમાં હતી. 

YSR કોંગ્રેસના કબ્જામાં
2014માં ભાજપ અને તેના સાથી સાત રાજ્યોમાં દબદબો જમાવી શકયા હતા. બાદમાં ચાર વર્ષ પછી સત્તાનો સીમાડો વધ્યો અને માર્ચ 2018 માં, ભાજપ અને તેના સાથી પક્ષોએ 21 રાજ્યોમાં સત્તા સ્થાપી લીધી હતી.જ્યા દેશની લગભગ 71 ટકા વસ્તી વશે છે. જ્યારે કોંગ્રેસ માત્ર 4 રાજ્યમાં સત્તા હતી. જ્યા દેશની સાત ટકા વસ્તી રહે છે. હાલ દેશના 15 રાજ્યોમાં ભગવો લહેરાઈ છે. સાથે જ 2024 માં લોકસભાની ચૂંટણી અને સાત રાજ્યો સિક્કિમ, આંધ્રપ્રદેશ, અરુણાચલ પ્રદેશ, ઓડીસા, હરિયાણા, મહારાષ્ટ્ર, ઝારખંડ સહિત સાત રાજ્યમાં લોકસભાની ચૂંટણી પણ આવી રહી છે. ત્યારે હરિયાણા, અરુણાચલ પ્રદેશ, સિક્કિમ, મહારાષ્ટ્રમાં ભાજપની સરકાર છે અને ઓડિશામાં BJD સત્તા પર છે તક YSR કોંગ્રેસના કબ્જામાં છે.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ