બ્રેકિંગ ન્યુઝ
VTV / Tech & Auto / Facebook will test of hiding Likes on its own site
ADVERTISEMENT
ફેસબુક (Facebook) નાં આ નિર્ણય બાદ યૂઝર્સ ફેસબુક પર લાઇક (Like) , પોસ્ટ પર મળનારી પ્રતિક્રિયાઓની સંખ્યાને નહીં દેખી શકે. જો કે, યૂઝર કોઇ પોસ્ટ પર પોતાની પ્રતિક્રિયા જરૂર દેખી શકશે. ફેસબુકે પોતાનાં એક નિવેદનમાં જણાવ્યું કે, કંપની નથી ઇચ્છતી કે ફેસબુક પર કોઇ જ પ્રતિસ્પર્ધા જેવો અનુભવ કરે.
ADVERTISEMENT
શું કોઇ ફર્ક પડશે?
જ્યારે પણ આપ ફેસબુક પર કોઇ ફોટો અથવા તો પ્રોફાઇલ પિક્ચર અપલોડ કરો છો તો આપનાં ફ્રેન્ડ્સ તેને લાઇક કરે છે અને વધારેમાં વધારે લાઇક્સ આપીને આપ ખુશ થાઓ છો કે આપની ફોટોને 500/1000 લોકોએ લાઇક કરી છે પરંતુ ફેસબુક આ ફીચરને બંધ કરવાની તૈયારીમાં છે. જ્યારે પણ કોઇ વ્યક્તિ કોઇ ફોટાને ફેસબુક પર લાઇક કરે છે તો ફોટાની સાથે એ પણ દેખાડે છે કે કેટલાં લોકોએ તે ફોટાને લાઇક કર્યો. આ ફીચરને લાઇક કાઉન્ટ એટલે કે લાઇકની ગણતરી કહેવામાં આવે છે. આ ફીચરને હવે ફેસબુક બંધ કરવા જઇ રહ્યું છે.
ADVERTISEMENT
લીક રિપોર્ટમાં પહેલા પણ થયો હતો ખુલાસો
તમને જણાવી દઇએ કે સપ્ટેમ્બર મહીનાની શરૂઆતમાં જ આની જાણકારી એપ રિસર્ચર Jane Manchun Wong એ આપી હતી. તેઓએ ફેસબુકનાં એન્ડ્રોઇડ એપમાં એક કોડનો ખુલાસો કર્યો છે. આ કોડ ફેસબુક પોસ્ટ કાઉન્ટને હટાવવાનું છે.
ઉપરાંત ફેસબુકે એ વાતની પણ પુષ્ટિ કરી કે, લાઇક કાઉન્ટને હાઇડ એટલે છુપાવવા જઇ રહ્યાં છે. જો કે આ ફીચર ક્યારે શરૂ થશે તેની કોઇ જાણકારી હજી સુધી નથી. આ ફીચરનાં આવ્યાં બાદ આપને સંખ્યામાં એ નહીં દેખાય કે કોઇ પોસ્ટને કેટલાં લોકોએ લાઇક કરી છે.
સંકળાયેલા મુદ્દાઓ
વધુ વાંચો
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.