બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / બિઝનેસ / EPF Passbook Online epfo new circular clarifies needs to pay to get higher eps pension

તમારા કામનું / પ્રાઈવેટ નોકરી કરતા લોકો માટે ખુશખબર! સરકારે સેલેરીડ ક્લાસ માટે જાહેર કર્યું મહત્વનું સર્કુલર

Arohi

Last Updated: 04:09 PM, 25 April 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

EPF Passbook Online: EPFOની તરફથી જાહેર કરેલા સર્કુલર અનુસાર જોઈન્ટ એપ્લીકેશન ફોર્મને છેલ્લી તારીખ સુધી જમા કર્યા બાદ ફિલ્ડ ઓફિસરની તરફથી તેની તપાસ કરવામાં આવશે.

  • પ્રાઈવેટ નોકરી કરતા લોકોની મોજ 
  • સરકારે સેલેરીડ ક્લાસ માટે જાહેર કર્યું સર્કુલર 
  • જાણો શું છે અપડેટ્સ 

જો તમે પણ નોકરીયાત છો તો આ ખબર તમને ખુશ કરી શકે છે. EPFOની તરફથી વધારે પેન્શન મેળવવા માટે કર્મચારીઓ અને પેન્શનર્સને આવી રહેલી મુશ્કેલીઓ વિશે વધુ એક સર્કુલર જાહેર કરવામાં આવ્યું છે. તેમાં પહેલા ત્રણ મામલા સાથે જોડાયેલી જાણકારી આપવામાં આવી છે. 

પહેલું એ કે વધારે પેન્શન માટે જોઈન્ટ એપ્લિકેશન જમા કર્યા બાદ શું થશે. બીજુ એ કે જો જોઈન્ટ એપ્લિકેશનમાં કોઈ પ્રકારની ભુલ રહી જાય છે તો શું થશે. ત્રીજું જો રોકાણકાર કંપનીની તરફથી જોઈન્ટ એપ્લિકેશનને મંજૂરી ન આપે તો શું થશે? 

ફિલ્ડ ઓફિસરની તરફથી તપાસ કરવામાં આવશે 
જો તમે પણ વધારે પેન્શન માટે અરજી કરવા માંગો છો તો તેની છેલ્લી તારીખ 3 મે છે. ઈપીએફઓની તરફથી જાહેર સર્કુલર અનુસાર જોઈન્ટ એપ્લીકેશન ફોર્મને છેલ્લી તિથિ સુધી જમા કર્યા બાદ ફિલ્ડ ઓફિસરની તરફથી તેની તપાસ કરવામાં આવશે. 

એક વખત દરેક કાગળ સંપૂર્ણ થયા બાદ તેને ઈપીએફઓની પાસે ઉપલબ્ધ ડેટાથી પ્રમાણિત કરવામાં આવશે. ડેટા પ્રમાણિત થયા બાદ બાકી રકમની ગણતરી કરીને તેને ટ્રાન્સફર કરવાનો આદેશ આપવામાં આવશે. 

યોગ્ય જાણકારી આપવા માટે એક મહિનાનો સમય 
EPFOની પાસે ઉપલબ્ધ જાણકારી જો એમ્પલોયર અને કર્મચારીઓની તરફથી આપવામાં આવતી જાણકારીથી ન મળી તો EPFOની તરફથી એમ્પ્લોયર અને કર્મચારીને તેની જાણકારી આપવામાં આવશે. 

યોગ્ય જાણકારી ઉપલબ્ધ કરાવવા માટે એક મહિનાનો સમય આપવામાં આવશે. તેના ઉપરાંત જોઈન્ટ એપ્લીકેશન ફોર્મ નિયોક્તાની તરફથી અપ્રૂવ ન હોવાની સ્થિતિમાં એમ્પ્લોયરને વધારે પુરાવા ઉપલબ્ધ કરાવવાની તક આપવામાં આવશે. આ તક પણ એક મહિના માટે આપવામાં આવશે આ વિશે કર્મચારી અને પેન્શનર્સ બન્નેને જાણકારી આપવામાં આવશે. 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ