બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / ગુજરાત / અન્ય જિલ્લા / Entry of Meghraja in Gujarat, heavy rains caused rain water in several areas

મેઘો ધમધોકાર / પંચમહાલમાં 10 ઈંચ, દાહોદમાં 6 જ્યારે લુણાવાડામાં 8 ઇંચ વરસાદ : ગુજરાતનાં આ જિલ્લાઓ પર મેઘરાજા થયા ઓળઘોળ, જુઓ દ્રશ્યો

Malay

Last Updated: 12:28 PM, 17 September 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

Rain In Gujarat: ગુજરાતમાં મેઘરાજાએ ફરી એકવાર ધમાકેદાર એન્ટ્રી કરી છે. ભારે વરસાદના કારણે અનેક વિસ્તારમાં વરસાદી પાણી ભરાયા છે. ભારે વરસાદને પગલે નદી-નાળા છલકાયા છે

  • પંચમહાલ, મહીસાગર અને દાહોદ જિલ્લામાં ભારે વરસાદ
  • મોરવાહડફમાં 10 ઇંચથી વધારે અને લુણાવાડામાં 8 ઇંચ વરસાદ
  • હડફ નદીમાં ઘોડાપૂરને લઈને માતરિયાનો કોઝ વે બંધ કરાયો
  • વૃક્ષ ધરાશાયી થતાં અનેક રસ્તા પર વાહન વ્યવહાર ખોરવાયો

Rain In Gujarat: લાંબા વિરામ બાદ રાજ્યમાં વરસાદની ધમાકેદાર એન્ટ્રી છે. ગુજરાતમાં બે નવી સિસ્ટમ સક્રિય થતાં વરસાદનો વધુ એક રાઉન્ડ શરૂ થયો છે. રાજ્યના અનેક જિલ્લાઓમાં ભારે વરસાદ વરસી રહ્યો છે. જેના પગલે નદી-નાળા છલકાયા છે. ભારે વરસાદ અને નર્મદા ડેમમાંથી પાણી છોડવામાં આવતા નર્મદા જિલ્લા કલેક્ટરે જાહેરનામું બહાર પાડી જિલ્લામાં તમામ શાળા-કોલેજો અને ITI બંધ રાખવાનો આદેશ આપ્યો છે. કોઇ જાનહાની ન સર્જાય તે માટે કલેક્ટરે આદેશ આપ્યો છે. 

મોરવાહડફમાં 10 ઇંચ અને લુણાવાડામાં 8 ઇંચ વરસાદ 
છેલ્લા 24 કલાકથી પંચમહાલ, મહીસાગર અને દાહોદ જિલ્લામાં અનરાધાર વરસાદ વરસી રહ્યો છે. છેલ્લા 24 કલાકમાં મોરવાહડફમાં 10 ઇંચથી વધારે વરસાદ નોંધાયો છે. જ્યારે લુણાવાડામાં પણ 8 ઇંચ જેટલો વરસાદ નોંધાયો છે. સાથે દાહોદ જિલ્લામાં છેલ્લા 12 કલાકમાં 6 ઇંચ વરસાદ પડ્યો છે. 

હડફ નદીમાં ઘોડાપૂર,  6 ગામોને એલર્ટ કરાયા
પંચમહાલ જિલ્લામાં સાર્વત્રિક ધોધમાર વરસાદ વરસાદ પડતા મોરવા હડફ તાલુકાનો હરફ ડેમ છલોલછલ ભરાયો છે. ડેમમાં જળસ્તર 166.20 મીટરની ભયજનક સપાટીએ પહોંચ્યું છે. હડફ ડેમમાં હાલ 43.52 હજાર ક્યુસેક પાણીની આવક થઈ છે. રૂલ લેવલ જાળવવા ડેમના તમામ 5 દરવાજા ખોલીને 43.68 હજાર ક્યુસેક પાણી નદી હડફ નદીમાં થોડવામાં આવ્યું છે. હડફ નદીમાં પાણી છોડવામાં આવતા કાંઠાના 6 ગામોને એલર્ટ કરાયા છે. હડફ નદીમાં ઘોડાપૂરને લઈને માતરિયાનો કોઝ વે બંધ કરાયો છે. 

વૃક્ષ ધરાશાયી થતાં વાહનોની લાઇન લાગી 
મોરવાહડફમાં છેલ્લા 24 કલાકમાં 10 ઇંચથી વધારે વરસાદ પડતા મોરવાહડફ અને સંતરોડને જોડતા માર્ગ પર અનેક વૃક્ષો ધરાશાયી થયા છે.  વૃક્ષ ધરાશાયી થતાં અનેક રસ્તા પર વાહન વ્યવહાર ખોરવાયો છે. વૃક્ષો ધરાશાયી થતાં 1 કિમી જેટલી વાહનોની લાઇન લાગી છે. ડાંગરીયા પાસે ધરાશાયી વૃક્ષોને હટાવવાની કામગીરી શરૂ કરવામાં આવી છે. 

લુણાવાડાના નીચાણવાળા વિસ્તારોમાં ભરાયા પાણી
મહીસાગર જિલ્લાના મુખ્ય મથક લુણાવાડામાં અનરાધાર વરસાદ વરસી રહ્યો છે. છેલ્લા 24 કલાકમાં લુણાવાડામાં 8 ઇંચ વરસાદથી નીચાણવાળા વિસ્તારમાં વરસાદી પાણી ભરાયા છે. લુણાવાડાની એકતા શાંતિનગર સોસાયટીમાં ઘરોમાં પાણી ઘૂસ્યા છે. જ્યારે બાલાસિનોર તાલુકાના ધુંધલિયા ગામમાં પણ પાણી ઘૂસ્યું છે. ગામમાં પાણી ભરાતા ઘરવખરીને ભારે નુકસાન થયું છે. મહીસાગર જિલ્લામાં છેલ્લા 24 કલાકથી જળબંબાકારની સ્થિતિ સર્જાઈ છે. જિલ્લાના વિરપુર તાલુકાની લાવેરી નદી ગાંડીતૂર બની છે. વિરપુરની લાવેરી નદી બે કાંઠે થતાં 4 ગામો સંપર્ક વિહોણા બન્યા છે. મુવાડા, જમિયતપુરા, રતનકૂવા ગામ સંપર્ક વિહોણા બન્યા છે. ધવડીયા, મેમુદપુરા ગામ જવાનો રસ્તો પણ બંધ થયો છે. 

માછણ નદી ઓવરફ્લો થઈ 
દાહોદ જિલ્લામાં છેલ્લા 12 કલાકમાં 6 ઇંચ વરસાદ નોંધાયો છે. ભારે વરસાદને પગલે કોઝ વે પર પાણી ફરી વળ્યા છે. લીંમડીની માછણ નદી ઓવરફ્લો થઈ છે. માછણ નદીના કોઝ વે પર પાણી ફરી વળ્યા છે.  માછણ નદીમાં ધસમસતા પાણીને લઇ એલર્ટ જાહેર કરાયું છે. 


 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ