બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / મનોરંજન / Bollywood / બોલિવૂડ / VIDEO: નેતાજી બન્યો સલમાન ખાન, બિગ બોસ 19માં કોની હશે સરકાર? નવો પ્રોમો રિલીઝ

મનોરંજન / VIDEO: નેતાજી બન્યો સલમાન ખાન, બિગ બોસ 19માં કોની હશે સરકાર? નવો પ્રોમો રિલીઝ

Last Updated: 09:44 PM, 31 July 2025

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

Bigg Boss 19, Salman Khan Promo: બિગ બોસ 19 નો પહેલો પ્રોમો વીડિયો રિલીઝ થઈ ગયો છે. પ્રોમો વીડિયોમાં સલમાન ખાન એક અલગ જ અંદાજમાં જોવા મળી રહ્યો છે.

Bigg Boss 19 : બધા બિગ બોસ 19ની આતુરતાથી રાહ જોઈ રહ્યા છે. આ દરમિયાન, શોના નિર્માતાઓએ શોનો પહેલો પ્રોમો રિલીઝ કરીને ચાહકોને એક મોટી ટ્રીટ આપી છે. બિગ બોસ 19 નો સલમાન ખાનનો પ્રોમો વીડિયો રિલીઝ થઈ ગયો છે. શોનો પહેલો પ્રોમો વીડિયો આવતાની સાથે જ ચાહકો ખૂબ જ ઉત્સાહિત થઈ ગયા છે અને આ પ્રોમો પર પોતાની પ્રતિક્રિયા આપી રહ્યા છે.

જિયો હોટસ્ટાર પર પ્રોમો રિલીઝ

જિયો હોટસ્ટારના ઓફિશિયલ ઇન્સ્ટાગ્રામ પેજ પર સલમાન ખાનનો પ્રોમો વીડિયો શેર કરવામાં આવ્યો છે. આ પ્રોમો શેર કરતી વખતે તેની કેપ્શનમાં લખ્યું છે કે બિગ બોસની નવી સીઝન ભાઈ સાથે પરત ફરી છે અને આ વખતે 'ઘરવાલોં કી સરકાર' ચાલશે, બિગ બોસ 19 આગામી 24 ઓગસ્ટથી જિયો હોટસ્ટાર અને કલર્સ ટીવી પર જોવા મળશે.

યુઝર્સે પ્રોમોની પ્રશંસા કરી

બિગ બોસ 19 નો પ્રોમો વીડિયો જોયા પછી યુઝર્સે તેના પર પોતાની પ્રતિક્રિયાઓ આપવાનું પણ શરૂ કરી દીધું છે. એક યુઝરે પોસ્ટ પર કમેન્ટ કરી અને લખ્યું કે બિગ બોસ ઇજ બેક. બીજા યુઝરે લખ્યું કે આ વખતે વધુ મજા આવવાની છે. ત્રીજા યુઝરે કહ્યું કે સલમાન ખાન ઇજ બેક. અન્ય એક યુઝરે કહ્યું કે પ્રોમો જોવાની મજા આવી.

vtv app add

પ્રોમોમાં શું છે?

આપણે બિગ બોસ 19 ના પહેલા પ્રોમો વીડિયો વિશે વાત કરીએ તો તે જોઈ શકાય છે કે સલમાન ખાન એક નેતા તરીકે જોવા મળે છે. ભાઈજાન કહે છે કે મિત્રો અને દુશ્મનો તૈયાર થઈ જાઓ, કારણ કે આ વખતે 'ઘરવાલો કી સરકાર', ટૂ મચફન, હોને વાલા હૈ યહા. આ વર્ષે બિગ બોસ જિયો હોટસ્ટાર અને કલર્સ પર આવશે.

આ પણ વાંચોઃ મનોરંજન / TMKOCના રોમેન્ટિક જેઠાલાલની રિયલ લાઈફમાં નહોતો જરા પણ રોમાન્સ, ખુદ કર્યો ખુલાસો

સ્પર્ધકોની કંફર્મ લિસ્ટનો ઇંતજાર

સલમાન ખાનનો લોકપ્રિય શો 'બિગ બોસ 19' શરૂ થવામાં ફક્ત 24 દિવસ બાકી છે. ચાહકો આ શો માટે ખૂબ જ ઉત્સાહિત છે. નિર્માતાઓએ શો માટે 45 થી 50 લોકોનો સંપર્ક કર્યો છે. જોકે શોના સ્પર્ધકોની કંફર્મ થયેલ યાદી હજુ સુધી જાહેર કરવામાં આવી નથી. આ વખતે શોમાં કોણ હશે તે જોવું રસપ્રદ રહેશે.

બધા જ સમાચાર અને અપડેટ્સ મેળવવા માટે પ્લેસ્ટોર/એપ સ્ટોર પર જઇને અથવા આ લાઇન પર ક્લિક કરીને ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ એપ

સંકળાયેલા મુદ્દાઓ

Salman Khan Bigg Boss 19 update Salman Khan Promo
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

log

શોર્ટસ વિડિઓ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ