ન્યૂઝ અપડેટ્સ
Last Updated: 08:20 PM, 31 July 2025
ADVERTISEMENT
TMKOC: ટીવી સિરિયલની દુનિયામાં ઘરે ઘરે ગુંજતું નામ એટલે તારક મેહતા ક ઉલ્ટા ચશ્મા. આજે લગભગ દરેક જુવાનિયાઓ જ્યારે પણ ફ્રી પડે છે ત્યારે તેઓ આ ટીવી સિરિયલ જોવાનું પસંદ કરે છે. એમાં પણ લંચ અથવા ડિનર ટાઈમે તો આ શો જોવાનું નવું કલ્ચર ઊભું થયું હોય એવું લાગે છે.આ શોના મોભી કલાકાર એટેલે જેઠાલાલ. દિલીપ જોશી ઉર્ફે જેઠાલાલ આજે બધાના દિલ પર રાજ કરી રહ્યા છે. દિલીપ જોશીને જેઠાલાલના પાત્ર માટે ચાહકો તરફથી ઘણો પ્રેમ મળ્યો છે.
ADVERTISEMENT

દિલીપ જોશી ઘણીવાર તેમના વ્યાવસાયિક જીવન વિશે ખુલ્લેઆમ વાત કરતા જોવા મળે છે. પરંતુ તેઓ તેમના અંગત જીવનને ખૂબ જ પ્રાઇવેટ રાખે છે. તાજેતરમાં, અભિનેતાએ જણાવ્યું હતું કે જ્યારે તેમની સગાઈ થઈ ત્યારે તેમની પત્ની માત્ર 14 વર્ષની હતી.
ADVERTISEMENT

અભિનેતાની પત્નીનું નામ જયમાલા જોશી છે. એક ઇન્ટરવ્યુમાં દરમિયાન દિલીપ જોશીએ તેમના લગ્નને બાલિકા વધૂ જેવા જ ગણાવ્યા હતા. જ્યારે અભિનેતાને પૂછવામાં આવ્યું કે તેમની લવ સ્ટોરી શું છે, ત્યારે તેમણે કહ્યું કે તેમની અને તેમની પત્ની વચ્ચે કોઈ રોમાંસ નથી.
ADVERTISEMENT

દિલીપ જોશીએ આગળ કહ્યું ,' જ્યારે અમારી અરૈંજ સગાઈ થઈ ત્યારે હું 18 વર્ષનો હતો અને મારી પત્ની 14 વર્ષની હતી. જ્યારે હું 22 વર્ષનો હતો અને તે 18 વર્ષની હતી, ત્યારે અમારા લગ્ન થયા. ' તેમણે કહ્યું કે તેઓ છોકરાઓની શાળામાં ભણતા હતા, તેથી તેમને છોકરીઓ સાથે વાત કરવામાં ડર લાગતો હતો.
ADVERTISEMENT
વધુમાં વાંચો: આસિફ અલી ઝરદારીને ઝટકો! પાકિસ્તાનના નવા રાષ્ટ્રપતિ બનશે નવાઝ શરીફ
અભિનય શીખ્યા પછી, તેને છોકરીઓ સાથે વાત કરવાનો આત્મવિશ્વાસ મળ્યો. દિલીપ જોશીની કારકિર્દી વિશે વાત કરીએ તો, 'તારક મહેતા' શો ઉપરાંત, તેણે ઘણી બોલિવૂડ ફિલ્મોમાં સાઈડ રોલ પણ કર્યા છે.
ADVERTISEMENT
સંકળાયેલા મુદ્દાઓ