ન્યૂઝ અપડેટ્સ

logo

VTV / મનોરંજન / Bollywood / બોલિવૂડ / 51 વર્ષની એક્ટ્રેસે પુત્રી-જમાઈ સામે કર્યાં બીજા લગ્ન, પિત્રાઈ ભાઈ સાથે હતો સંબંધ

મનોરંજન / 51 વર્ષની એક્ટ્રેસે પુત્રી-જમાઈ સામે કર્યાં બીજા લગ્ન, પિત્રાઈ ભાઈ સાથે હતો સંબંધ

Published By: Vishal Dave

Last Updated: 05:03 PM, 9 August 2025

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

જાવેરિયા અબ્બાસીએ પહેલા લગ્ન તેના પિતરાઇ ભાઇ શમૂન અબ્બાસી સાથે કર્યા હતા, પરંતુ 2010માં બન્નેના છૂટાછેડા થઇ ગયા હતા.13 વર્ષ પછી તેણે બીજા લગ્ન 51 વર્ષની ઉંમરે કર્યા હતા.

ADVERTISEMENT

લોકપ્રિય પાકિસ્તાની અભિનેત્રી જાવેરિયા અબ્બાસીએ પતિ અદીલ હૈદર સાથેના રોમેન્ટિક ફોટા શેર કર્યા છે. 52 વર્ષીય જાવેરિયા અબ્બાસીએ ગયા વર્ષે બીજા લગ્ન કર્યા હતા. કપલના ફોટોઝને યુઝર્સની ઢગલાબંધ લાઇક્સ મળી રહી છે. જાવેરિયા અબ્બાસીએ પહેલા લગ્ન તેના પિતરાઇ ભાઇ શમૂન અબ્બાસી સાથે કર્યા હતા, પરંતુ 2010માં બન્નેના છૂટાછેડા થઇ ગયા હતા.. 13 વર્ષ પછી તેણે બીજા લગ્ન 51 વર્ષની ઉંમરે કર્યા હતા.. જાણીને નવાઇ લાગશે કે ગયા વર્ષે જ્યારે તેણે બીજા લગ્ન કર્યા ત્યારે તેની દીકરી અને જમાઇએ પણ લગ્નમાં હાજરી આપી હતી. તેના બીજા પતિ અદીલ હૈદર માટે પણ જાવેરિયા અબ્બાસી સાથેના લગ્ન બીજા લગ્ન છે.

બીજા લગ્ન અંગે જાવેરિયા અબ્બાસીએ કહ્યું, 'આ ખૂબ જ સારી વાત છે અને તેનો ઉંમર સાથે કોઈ સંબંધ નથી, પરંતુ આદિલને લગ્ન માટે મનાવવું મુશ્કેલ કામ હતું, કારણ કે અમે કોમન ફ્રેન્ડ હતા અને ડિનર માટે મળ્યા હતા, અમારી પહેલી ડેટ ખૂબ સારી રહી, આ પછી અમે વધુ મળ્યા, અમે ઘણી બધી વાતો કરી, સમાજ તેને કેવી રીતે જોશે તેની પણ ચર્ચા કરી, પરંતુ મને પછી ખબર પડી કે આ આદિલના પણ પહેલા લગ્ન તૂટી ચૂક્યા છે. જો કે જાવેરિયાએ પોતે લગ્ન કરતા પહેલા દિકરીના લગ્ન કરાવી દીધા હતા..

આ પણ વાંચોઃ

'બિગ બોસ'માં લેસ્બિયન કપલની એન્ટ્રી, કોલેજમાં પ્રેમ થયો અને પછી કર્યા લગ્ન

દીકરીના લગ્ન પછી નિકાહ કર્યા

અભિનેત્રીએ કહ્યું, 'મારી પુત્રીના લગ્ન પછી, હું એકલી રહી ગઈ અને પછી સ્થાયી થવાનું વિચાર્યું, જ્યારે મારી પુત્રીના લગ્ન થયા, ત્યારે લોકોએ મારા કપડાં પર ઘણી ટિપ્પણીઓ કરી, બધા મારી પુત્રી વિશે વાત કરી રહ્યા હતા અને કોઈ મારા વિશે વિચારી રહ્યું ન હતું, પરંતુ જ્યારે મેં બીજી વાર લગ્ન કર્યા, ત્યારે લોકોએ ટિપ્પણી કરી કે તે અલ્લાહ અલ્લાહ કહેવાની ઉંમરે શું કરે છે, પરંતુ મારા સંતાનો અને સાસરિયાઓએ મને ટેકો આપ્યો. બીજી તરફ અદીલ કહે છે, 'મને ખબર નહોતી કે જાવેરિયા કોણ છે, હું કાપડનો વ્યવસાય સંભાળું છું, પછી મેં જાવેરિયા વિશે ગૂગલ કર્યું અને જાણવા મળ્યું કે તે એક અભિનેત્રી છે, બીજી તરફ લોકો મને હિન્દુ માનતા હતા, લોકો મને હિન્દુ અને યહૂદી બંને કહી રહ્યા હતા, કોઈ મને મુસ્લિમ માનતું ન હતું, હું હિન્દુ-મુસ્લિમ ચર્ચામાં અટવાઈ ગયો હતો.

બધા જ સમાચાર અને અપડેટ્સ મેળવવા માટે પ્લેસ્ટોર/એપ સ્ટોર પર જઇને અથવા આ લાઇન પર ક્લિક કરીને ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ એપ

સંકળાયેલા મુદ્દાઓ

Romentic Photos Javeria Abbasi Second Marriage

Published by

Vishal Dave

Vishal Dave is a journalist with VTV Gujarati

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

ફોલો કરો:

follow-on-tele follow-on-fb follow-on-twitter follow-on-youtube follow-on-insta follow-on-tele

સબસ્ક્રાઇબ કરો

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

લાઈવ ટીવી

log

શોર્ટસ વિડિઓ

log

મેનુ