બ્રેકિંગ ન્યુઝ
Last Updated: 04:11 AM, 9 August 2025
‘બિગ બોસ 19’ શરૂ થવા પહેલા જ ‘બિગ બોસ મલયાલમ સીઝન 7’ ચર્ચામાં છે. હોસ્ટ મોહનલાલ દ્વારા સંચાલિત આ શોમાં આ વખતે અદિલા નસરીન અને ફાતિમા નૂરા નામની લેસ્બિયન કપલ એન્ટ્રી કરી છે. બંનેની મુલાકાત સાઉદી અરબમાં અભ્યાસ દરમિયાન થઈ હતી,
ADVERTISEMENT
જો કે ત્યારપછી બંનેની મિત્રતા ધીમે ધીમે પ્રેમમાં બદલાઈ હતી. પરંતુ પરિવાર અને સમાજના વિરોધને કારણે તેઓએ કેરળ હાઇકોર્ટમાં કેસ દાખલ કર્યો અને સાથે રહેવાનો અધિકાર માંગ્યો અને બંનેને તેમાં જીત મળી. ત્યારબાદ બંનેએ લગ્ન કરીને ફોટોશૂટ કરાવ્યું જે સોશિયલ મીડિયામાં વાયરલ થયું હતું.
ADVERTISEMENT
હવે બંને ‘બિગ બોસ’ના ઘરમાં એકસાથે કન્ટેસ્ટન્ટ તરીકે પ્રવેશી છે. પહેલાજ અઠવાડિયામાં ઓપન નોમિનેશન અને સ્પોટ એલિમિનેશન જેવા ટ્વિસ્ટ આવી ગયા છે. તેમની એન્ટ્રી મનોરંજન સિવાય એ સંદેશ પણ આપે છે કે પ્રેમ કોઈ બંધનોને માનતો નથી.
વધુમાં વાંચો: ઈઝરાયલી સેનાએ લીધો બદલો, હમાસ આતંકી સંગઠનના 5 ખતરનાક કમાન્ડરોને કર્યા ઠાર
ADVERTISEMENT
‘બિગ બોસ 19’ 24 ઓગસ્ટથી શરૂ થશે,.જેમાં સલમાન ખાન હોસ્ટ રહેશે અને આ વખતે ઘરવાળાઓની સરકાર ચાલશે.
સંકળાયેલા મુદ્દાઓ
વધુ વાંચો
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.