બ્રેકિંગ ન્યુઝ
VTV / મનોરંજન / મુંબઈ / Bollywood / બોલિવૂડ / એક્ટર રણવીર સિંહને મળી ધમકી, વોઈસ નોટ મોકલીને માગ્યા કરોડો રુપિયા, ઘરની સુરક્ષા વધારાઈ
Last Updated: 07:04 PM, 10 February 2026
Actor Ranveer Singh: રોહિત શેટ્ટીના ઘરે તાજેતરમાં થયેલી ગોળીબારની ઘટના બાદ બોલિવૂડ અભિનેતા રણવીર સિંહને પણ ધમકીભર્યો સંદેશ મળ્યો છે. સૂત્રોના જણાવ્યા અનુસાર રણવીર સિંહને વોટ્સએપ વોઇસ નોટ દ્વારા ધમકી આપી કરોડો રૂપિયાની માંગણી કરવામાં આવી છે. મુંબઈ પોલીસને તાત્કાલિક આ ધમકીની જાણ કરવામાં આવી હતી. માહિતી મળતાં જ પોલીસે અભિનેતાના ઘરની બહાર સુરક્ષા વધારી દીધી છે અને સાવચેતીના પગલાં લીધાં છે. ધમકી આપનાર વ્યક્તિએ એમ પણ કહ્યું હતું કે તે લોરેન્સ બિશ્નોઈ ગેંગ સાથે સંકળાયેલો છે.
ADVERTISEMENT
તાજેતરમાં ફિલ્મ નિર્દેશક રોહિત શેટ્ટીના મુંબઈના ઘરની બહાર ગોળીબારની ઘટના બની હતી, જેના કારણે ફિલ્મ ઇડસ્ટ્રીમાં ખળભળાટ મચી ગયો હતો. હુમલો થયો ત્યારે રોહિત શેટ્ટી ઘરે હાજર હતો, પરંતુ તેને કોઈ ઈજા થઈ ન હતી. આ ઘટના બાદ સુરક્ષા એજન્સીઓને એલર્ટ કરવામાં આવી છે અને વિસ્તારમાં સુરક્ષા વધારી દેવામાં આવી છે.

ADVERTISEMENT
આ પણ વાંચોઃ "કેટલાક તો એવાં છે કે, જેઓ મને હારતા...", બિગબીનું નામ લઇને ગોવિંદાએ કર્યા પ્રહાર
હુમલા બાદ સોશિયલ મીડિયા પર એક પોસ્ટ વાયરલ થઈ હતી જેમાં લોરેન્સ બિશ્નોઈ ગેંગ સાથે સંકળાયેલા વ્યક્તિઓએ ગોળીબારની જવાબદારી સ્વીકારી હતી. આ પોસ્ટ કથિત રીતે શુભમ લોંનકર, આરજૂ બિશ્નોઈ અને હરિ બોક્સરના નામથી શેર કરવામાં આવી હતી. તેમાં રોહિત શેટ્ટીને પહેલા પણ સંદેશા અને ચેતવણી આપી હોવાની વાત કહેવામાં આવી હતી.
ADVERTISEMENT
સંકળાયેલા મુદ્દાઓ
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.