મુંબઇમાં 100 થી વધારે એનકાઉન્ટર કરી ચુકેલા પ્રદીપ શર્માએ મહારાષ્ટ્ર પોલીસ સેવાથી રાજીનામું આપી દીધું છે. હાલ તેઓ થાણા ક્રાઇમ બ્રાન્ચમાં તૈનાત હતા. જાણવા મળી રહ્યું છે કે એ આગામી વિધાનસભા ચૂંટણીમાં શિવસેનાની ટિકીટથી ચૂંટણી લડી શકે છે.
પ્રદીપ શર્માને થોડા વર્ષાનો સસ્પેન્ડ બાદ તાજેતરમાં જ ફરીથી લેવામાં આવ્યા છે. તેઓને કથિત ગેંગસ્ટર લખન ભૈય્યાના ફેક એનકાઉન્ટરમાં સામેલ થવાના આરોપમાં સસ્પેન્ડ કરવામાં આવ્યા હતા. આ મામલે પ્રદીપ શર્મા અને 13 અન્ય પોલીસકર્મીઓની ધરપકડ કરવામાં આવી હતી. ત્યારબાદ એમને 2008માં સસ્પેન્ડ કરવામાં આવ્યા હતા. જો કે જ્યારે કોર્ટે એમને કેસમાં મુક્ત કરી દીધા, તો વર્ષ 2013માં એમને ફરીથી સસ્પેન્ડ કરી દેવામાં આવ્યા હતા.
તત્કાલીન કોંગ્રે એનસીપી સરકાર એમની સેવામાં ફરીથી લેવા ઇચ્છુક નહતા, પરંતુ જ્યારે એમને ચેતવણી આપી કે એમને ફરીથી લેવામાં નહીં આવે તો એ રાજકારણ જોઇન કરી લેશે, તો એમને ફરીથી લેવામાં આવ્યા. પ્રદીપ શર્માએ 1983માં પોલીસ સેવા જોઇન કરી હતી. ત્યારબાદ 1990ના દશકમાં પ્રદીપ શર્મા સહિત મુંબઇ ક્રાઇમ બ્રાન્ચના કેટલાક પોલીસ અધિકારીઓને અંડરવર્લ્ડ ગતિવિધિઓનો સફાયો કરવા માટે ફ્રી હેન્ડ આપવામાં આવ્યો હતો.
આ પોલીસ અધિકારીઓના એનકાઉન્ટર સ્પેશિયાલિસ્ટ માનવામાં આવે છે. એમને 300 થી વધારે ગેંગસ્ટરોના એનકાઉન્ટર રેકોર્ડ બનાવ્યો. એનાથી ઇન્સ્પાયર થઇને ઘણી બોલીવુડ ફિલ્મોમાં આ પોલીસ અધિકારીઓને ગ્લેમર સાથે પણ જોડવામાં આવ્યું.