બ્રેકિંગ ન્યુઝ

logo
logo

અમદાવાદ- મોડાસા હાઈવે પર ટ્રક અને બાઈકનો અકસ્માત, ઘટનામાં બાઈક ચાલકનું મોત

logo

રાજ્યમાં આજે સવારે 6થી સાંજે 4 વાગ્યા સુધી 8 તાલુકામાં વરસાદ નોંધાયો

logo

રાજ્યમાં ફરી કમોસી વરસાદની આગાહી, આજે રાત સુધી પવન સાથે રાજ્યના તમામ જિલ્લામાં વરસાદ થવાની શક્યતા

logo

ધોરણ 12 વિજ્ઞાન પ્રવાહના વિદ્યાર્થીઓને 17 મેએ મળશે માર્કશીટ

logo

સુરતના 8 પ્રવાસીઓ નર્મદા નદીમાં ન્હાવા પડતા ડૂબ્યા, એક યુવકનો બચાવ, 7 લોકોની શોધખોળ શરૂ

logo

અમદાવાદના પ્રહલાદનગરમાં કોમર્સ હાઉસમાં લાગીલી આગ કાબૂમાં, બિલ્ડિંગમાં ફયાસેલ 64 લોકોનું કરાયું રેસ્ક્યૂ

logo

ખોડલધામ ખાતે શંકરસિંહ વાઘેલા અને નરેશ પટેલ વચ્ચે થઈ મુલાકાત, શંકરસિંહ વાઘેલાએ ખોડલધામ મંદિરમાં કર્યા દર્શન

logo

રાજ્યમાં 24 કલાકમાં 118 તાલુકાઓમાં વરસાદ, અમરેલીના સાવરકુંડલામાં સૌથી વધુ અઢી ઇંચ વરસાદ

logo

સલમાન ખાનના ઘર પર ફાયરિંગ કેસમાં નવો વળાંક

logo

PM મોદીએ વારાણસીથી ભર્યું નામાંકન પત્ર

VTV / Due to the death of father and brother, the son ate poison, the son suffered a heart attack in Sadama

ઉત્તરપ્રદેશ / પિતા અને ભાઈના નિધનથી દીકરાએ ખાધું ઝેર, સદમામાં જનેતાને આવ્યો હાર્ટઍટેક, તમારું કાળજું કંપાવો દેશે આ સમાચાર

Priyakant

Last Updated: 11:36 AM, 16 May 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

Uttar Pradesh News: પરિવારના નાના પુત્રનું હાર્ટ એટેકથી મોત થતાં દુઃખી પિતાએ ગોળી મારી આત્મહત્યા કરી, મોટા પુત્રનું પણ ઝેર પીને મોત થતાં માતાને હૃદયરોગનો હુમલો

  • ઉત્તરપ્રદેશની ઘટનાને લોકોને હચમચાવી મૂક્યા 
  • નાના પુત્રનું હાર્ટ એટેકથી મોત, પિતાએ ગોળી મારી આત્મહત્યા કરી
  • મોટા પુત્રનું પણ ઝેર પીને મોત થતાં માતાને હૃદયરોગનો હુમલો

આપણાં જાહેરજીવનમાં આપઘાત, હાર્ટ એટેક જેવી અનેક ઘટનાઓ સામે આવતી હોય છે. જોકે તાજેતરમાં ઉત્તરપ્રદેશની એક ઘટનાને લોકોને હચમચાવી મૂક્યા છે. વાત જાણે એમ છે કે, ઉત્તરપ્રદેશની રાજધાની લખનઉના ત્રિવેણીનગરમાં રહેતા પરિવારના નાના પુત્રનું હાર્ટ એટેકથી મોત થતાં દુઃખી પિતાએ ગોળી મારી આત્મહત્યા કરી લીધી હતી. આ તરફ હવે દોઢ મહિના બાદ ઘરના મોટા પુત્રનું પણ ઝેર પીને મોત નીપજ્યું હતું. જોકે પરિવાર પર દુ:ખ પહાડ તૂટવાનો ચાલુ હોય તેમ હવે મોટા પુત્રએ પણ ઝેર પી લીધા બાદ માતાને હૃદયરોગનો હુમલો આવ્યો છે. આ તરફ હવે મહિલાને ગંભીર હાલતમાં હોસ્પિટલમાં દાખલ કરવામાં આવી છે. 

શું છે સમગ્ર મામલો ? 
ઉત્તરપ્રદેશની રાજધાની લખનઉના ત્રિવેણી નગરની મૌસમ બાગ કોલોનીમાં નિવૃત્ત એન્જિનિયર નાગેન્દ્ર પ્રતાપ સિંહ તેમના પુત્ર સૂરજ પ્રતાપ સિંહ, પુત્રવધૂ રૂબી અને બે પૌત્રો શ્રીકાંત અને કૃષ્ણકાંત સાથે અહીં રહેતા હતા. 31 માર્ચે તેમના નાના પૌત્ર કૃષ્ણકાંતનું હૃદયરોગના હુમલાથી અવસાન થતાં વડીલ નાગેન્દ્ર પ્રતાપ સિંહના દુઃખનો પહાડ તૂટી પડ્યો હતો. બીજી તરફ પુત્રના મોતથી આઘાત પામેલા પિતા સૂરજ પ્રતાપ સિંહે પણ તે જ દિવસે પોતાની લાયસન્સવાળી રિવોલ્વરથી ગોળી મારીને આત્મહત્યા કરી લીધી હતી.

File Photo 

દોઢ મહિના બાદ ફરી દુ:ખનો પહાડ તૂટયો 
આ તરફ લગભગ દોઢ મહિના બાદ ગત સોમવારે ફરી વૃદ્ધ નાગેન્દ્રના પરિવાર પર દુ:ખનો પહાડ તૂટી પડ્યો હતો. હવે તેના મોટા પૌત્ર શ્રીકાંતે ઝેરી પદાર્થ ખાઈને જીવનનો અંત આણ્યો હતો. દોઢ માસ પહેલા રૂબીની માતાએ પતિ અને નાના પુત્રને ગુમાવતા શોકમાં ડૂબી ગઈ હતી. હવે જ્યારે તેને મોટા પુત્ર શ્રીકાંતના નિધનની ખબર પડી ત્યારે તે ખૂબ જ ભાંગી પડી હતી. રૂબી પોતાનો એકમાત્ર સહારો છોડવાનો આઘાત સહન ન કરી શકી અને તેને હાર્ટ એટેક આવ્યો. પાડોશીઓ રૂબીને શહેરની મિડલેન્ડ હોસ્પિટલમાં લઈ ગયા. હાલ તેની સારવાર તબીબોની દેખરેખ હેઠળ ચાલી રહી છે.

પરિવાર પર આવેલ આફતથી વૃદ્ધ નાગેન્દ્ર પ્રતાપ સિંહ હતપ્રત 
પરિવારના વૃદ્ધ નાગેન્દ્ર પ્રતાપ સિંહને પુત્ર અને 2 પૌત્રોના મોતની ઘટનાએ હચમચાવી મુક્યા છે. સોમવારે શ્રીકાંતના અંતિમ સંસ્કારની જવાબદારી પડોશીઓ અને સંબંધીઓએ લીધી હતી. આતેમના નજીકના સંબંધીઓ તેમની પુત્રવધૂ રૂબીની સંભાળ રાખવામાં વ્યસ્ત હતા, જે પણ હોસ્પિટલમાં દાખલ હતી. બીજી તરફ આટલી મોટી આફતના કારણે વૃધ્ધ નાગેન્દ્રની આંખોના આંસુ સુકાઈ ગયા છે. તે કંઈ કહી શકે તેવી સ્થિતિમાં નથી. માત્ર મૌન પાળીને પસાર થતા લોકોને મળી રહ્યા છે. વચ્ચે હોસ્પિટલમાં દાખલ પુત્રવધૂ વિશે પણ પૂછતા.

શ્રીકાંત નોકરી ગુમાવવાથી હતો દુઃખી
વિગતો મુજબ એન્જિનિયરિંગ કરનાર શ્રીકાંત પ્રતાપસિંહે કોરોનાકાળ દરમિયાન લાદવામાં આવેલ લોકડાઉનના સમયગાળામાં નોકરી ગુમાવી દીધી હતી. ત્યારથી તે તેના લખનઉના ઘરે જ રહેતો હતો. આ દરમિયાન માર્ચમાં પિતા અને ભાઈના મૃત્યુથી તે દુઃખી થઈ ગયો. હવે સોમવારે જ્યારે તે મોડે સુધી ઊંઘ્યા બાદ પણ જાગ્યો ન હતો ત્યારે માતાએ તેને જગાડ્યો હતો. પણ તેણે કશું કહ્યું નહિ. ત્યારપછી તેમના બાબા નાગેન્દ્ર બહાર ગયા અને પડોશીઓને બોલાવીને લઈ આવ્યા. પાડોશીઓ શ્રીકાંતને હોસ્પિટલ લઈ ગયા, પરંતુ ત્યાંના ડોક્ટરોએ તેને મૃત જાહેર કર્યો હતો. 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ