બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / બિઝનેસ / domestic lpg cylinder prices increased by rs 50

ઝટકો / હોળી પહેલાં જ ફૂટ્યો મોંઘવારીનો બોમ્બ: દેશના આ રાજ્યમાં વધ્યા LPG અને કોમર્શિયલ સિલિન્ડરના ભાવ, જાણો નવો રેટ

Published By: Malay

Last Updated: 07:48 AM, 1 March 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

મહિનાના પહેલા જ દિવસે સામાન્ય લોકોને ખૂબ જ મોટો ઝટકો લાગ્યો છે. આજે કેટલાક રાજ્યોમાં ઘરેલુ એલપીજી સિલિન્ડર અને કોમર્શિયલ સિલિન્ડરની કિંમતમાં વધારો કરવામાં આવ્યો છે.

  • મહિનાના પહેલા દિવસે મધ્યમ વર્ગને ઝટકો
  • LPG સિલિન્ડરની કિંમતમાં થયો વધારો
  • ઘરેલુ LPG સિલિન્ડરની કિંમતમાં રૂ.50નો વધારો 
  • કોમર્શિયલ સિલિન્ડરની કિંમતમાં રૂ.350.50નો વધારો 

માર્ચના પ્રથમ દિવસે જ મોંઘવારીને મોટો ફટકો પડ્યો છે. મહિનાના પહેલા દિવસે જ ઘરેલુ એલપીજી સિલિન્ડરની કિંમતમાં 50 રૂપિયાનો વધારો થયો છે. હવે દિલ્હીમાં ઘરેલુ એલપીજી સિલિન્ડર 1103 રૂપિયાનો થઈ ગયો છે. હોળી પહેલા આને મોટો ઝટકો માનવામાં આવી રહ્યો છે.

ડિસેમ્બરમાં ફરી વધ્યા ગેસ સિલિન્ડરના ભાવઃ છેલ્લા 15 દિવસમાં રૂ.100નો થયો  વધારો | lpg cylinder price hike again in december 2020

ભાવ વધારો આજથી લાગુ
ન્યૂઝ એજન્સી ANI અનુસાર, 14.2 કિલોના ઘરેલુ એલપીજી સિલિન્ડરની કિંમતમાં 50 રૂપિયાનો વધારો થયો છે. જ્યારે 19 કિલોના કોમર્શિયલ સિલિન્ડરની કિંમતમાં 350.50 રૂપિયાનો વધારો કરવામાં આવ્યો છે. દિલ્હીમાં હવે 19 કિલોનો કોમર્શિયલ સિલિન્ડર 2119.50 રૂપિયામાં મળશે. જ્યારે ઘરેલુ એલપીજી સિલિન્ડર 1103 રૂપિયાનો થઈ ગયો છે. વધેલા ભાવ આજથી જ લાગુ થઈ ગયા છે. 

એલપીજીની કિંમતો વધી
એલપીજી, એલપીજી સિલિન્ડર, સીએનજી અને પીએનજીની કિંમતો દર મહિનાની પહેલી તારીખે નક્કી કરવામાં આવે છે. ગત વખતે 1 ફેબ્રુઆરીએ કંપનીઓએ ઘરેલુ એલપીજી સિલિન્ડરના ભાવમાં વધારો કર્યો ન હતો. પરંતુ આ વખતે તહેવારોની સીઝન દરમિયાન જ ગેસ સિલિન્ડરના ભાવમાં વધારો કરવામાં આવ્યો છે. આજથી ઘરેલુ એલપીજી સિલિન્ડરના ભાવમાં રુપિયા 50નો વધારો થયો છે તો કોમર્શિયલ ગેસ સિલિન્ડરના ભાવમાં 350 રુપિયાનો વધારો કરવામાં આવ્યો છે.

LPG સિલિન્ડર પર તમને સબસીડી મળશે કે નહીં, આવી રીતે ચેક કરી શકશો | check  your LPG cylinders subsidy with easy steps

ક્યાં કેટલામાં મળશે ઘરેલું સિલિન્ડર?
દિલ્હીમાં પહેલા જે ગેસ સિલિન્ડર 1053 રૂપિયનો મળતો હતો, તેમાં હવે વધારો થયો છે. આ ગેસ સિલિન્ડર હવે રૂ.1103માં મળશે. આ સાથે મુંબઈમાં ઘરેલું ગેસ સિલિન્ડરનો ભાવ 1052.50 રૂપિયાથી વધીને 1102.5 રૂપિયા પર પહોંચી ગયો છે. કોલકાતાની વાત કરીએ તો અહીં ઘરેલું ગેસ સિલિન્ડર 1129 રૂપિયામાં મળી રહ્યો છે. આ પહેલા અહીં ઘરેલું ગેસ સિલિન્ડર રૂ.1079માં મળતો હતો. તો ચેન્નાઈમાં ઘરેલું ગેસ સિલિન્ડરની કિંમત 1068.50થી વધીને 1118.5 રૂપિયા પર પહોંચી ચૂકી છે. 

સંકળાયેલા મુદ્દાઓ

Gas cylinder prices increased LPG સિલિન્ડરના ભાવ વધ્યા lpg cylinder prices price rise ગેસ સિલિન્ડર lpg cylinder prices

Published by

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

log

શોર્ટસ વિડિઓ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ