બ્રેકિંગ ન્યુઝ

logo
logo

કોંગ્રેસે 2 ઉમેદવારના નામ જાહેર કર્યા, રાહુલ ગાંધી રાયબરેલીથી લડશે લોકસભા ચૂંટણી , કે.એલ.શર્મા અમેઠીથી ચૂંટણી લડશે, પ્રિયંકા ગાંધી નહીં લડે લોકસભા ચૂંટણી

logo

રાજ્યમાં ગરમીનો પ્રકોપ યથાવત, મોટાભાગના શહેરમાં 40 ડિગ્રી ઉપર તાપમાન, આગામી 7 દિવસ તાપમાન સૂકું રહેશે

logo

લોકસભા ચૂંટણી 2024: કોંગ્રેસ સરકાર પાકિસ્તાનને ડોઝીયર આપતી હતી, આજે પાકિસ્તાનના આતંકનું ટાયર પંચર થઇ ગયું - PM મોદી

logo

લોકસભા ચૂંટણી 2024: સરદાર પટેલના સપના પુરા કરવાનો પ્રયાસ કરીશ - PM મોદી

logo

લોકસભા ચૂંટણી 2024: એક ચા વાળાએ દેશની અર્થ વ્યવસ્થાને 11માં નંબરથી 4 નંબર પર પહોંચાડી - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: વડાપ્રધાન મોદીના કોંગ્રેસ પર પ્રહાર, કહ્યુ એ શાસન કાળ હતો, આ સેવા કાળ

logo

PM મોદીનો ગુજરાતમાં પ્રચારનો આજે બીજો દિવસ

logo

ગુજરાતના સ્થાપના દિવસે રાજકોટને મળી સૌથી મોટી ભેટ, નવા રેસકોર્સ ખાતે અટલ સરોવર આજથી લોકો માટે ખુલ્લું મુકવામાં આવ્યું, 36 એકરની અંદર 126 કરોડના ખર્ચે બનાવવામાં આવ્યો એમ્યુઝમેન્ટ પાર્ક, અટલ સરોવરમાં ફાઉન્ટેન લેઝર શો બન્યું આકર્ષણનું કેન્દ્ર

logo

લોકસભા ચૂંટણી: પહેલા અને બીજા તબક્કાના મતદાનથી કોંગ્રેસના હોશ ઉડી ગયા - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: આજે કોંગ્રેસમાં આગ લાગી ગઈ છે, વિભાજનની વાતો કરે છે - PM મોદી

VTV / ગુજરાત / અન્ય જિલ્લા / Difficulty for people to link PAN card with Aadhaar card in Jamnagar

સમસ્યા / પાનકાર્ડ-આધારકાર્ડ લિંક: 'સાહેબ 6 વાગ્યાના ઊભા છીએ, અને આ લોકો વાતુંના ઝપાટા કરે છે', જનતાની હાલાકી જુઓ

Malay

Last Updated: 04:13 PM, 23 March 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

જામનગરમાં આધાર કાર્ડ સાથે પાન કાર્ડ લિંક કરાવવા માટે લોકોને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે. કેન્દ્ર પર મશીનો ન ચાલતા હોવાની લોકો ફરિયાદ કરી રહ્યા છે.

 

  • આધાર કાર્ડ સાથે પાનકાર્ડ લિંક કરાવતા લોકોને હાલાકી
  • વહેલી સવારથી જ લોકોની લાંબી લાઈન
  • 18 કેન્દ્ર પર કામગીરી થતી હોવા છતાં હાલાકી

આધાર કાર્ડ અને પાન કાર્ડને લિંક કરવાની છેલ્લી તારીખ 31 માર્ચ છે. જો કોઈ વ્યક્તિ આ સમય મર્યાદામાં તેમના પાન કાર્ડ અને આધાર કાર્ડને લિંક નહીં કરે તો તેમનું પાન કાર્ડ ડેએક્ટીવેટ થઈ જશે. આ માટે દંડની જોગવાઈ પણ છે. જેથી લોકો આ કામને તાત્કાલિક પૂર્ણ કરવા માટે દોડા દોડી કરી રહ્યાં છે. વિવિધ આધારકાર્ડ સેન્ટર્સ પર લોકોની લાંબી લાઇનો જોવા મળી રહી છે. 31મી ડિસેમ્બરને આડે માત્ર 8 દિવસ બચ્યા હોવાથી લોકો લાંબી લાઈનમાં લાગીને આધારથી પાન લિંક કરાવવા મથી રહ્યા છે.

18 કેન્દ્ર પર કામગીરી થતી હોવા છતાં લોકોને હાલાકી 
જામનગરમાં પણ 18 કેન્દ્ર પર આધાર સાથે પાન કાર્ડ લિંક કરવાની કામગીરી ચાલી રહી છે. આધાર કેન્દ્રો પર વહેલી સવારથી જ લોકોની લાંબી લાઈનો લાગી જાય છે. 18 કેન્દ્ર પર કામગીરી થતી હોવા છતાં લોકોને ભારે હાલાકી વેઠવી પડી રહી છે. હાલ જિલ્લા પંચાયત અને ટાઉનહોલ ખાતે લોકોની લાંબી લાઈનો લાગી છે. લોકો સવારના 6 વાગ્યાથી લાઈનમાં ઉભા છે. કેન્દ્ર પર મશીનો ન ચાલતા હોવાની લોકો ફરિયાદ કરી રહ્યા છે.

'કેન્દ્ર પર મશીનો પણ ચાલતા નથી'
જ્યાં આધાર-પાન લિંક કરવાની કામગીરી ચીલી રહી છે, ત્યાં આજે વીટીવીની ટીમ પહોંચી હતી. આ તકે લોકોએ ફરિયાદ કરતા VTV ન્યૂઝને જણાવ્યું હતું કે, કેન્દ્ર પર મશીનો ચાલતા નથી. કોઈ વ્યવસ્થિત જવાબ નથી આપતું. મન પડે ત્યારે ટોકન આપે છે. 

કામધંધા મૂકીને અહીંયા ધક્કા ખાવ છુંઃ વિઠલભાઈ
અન્ય વિઠલભાઈ નામના સ્થાનિકે જણાવ્યું કે, 'સરકાર આવાને આવા ધક્કા ખવડાવે છે. આમાં અમારે શું કરવું. જ્યાં જઈ ત્યાં લાઈનમાં ઊભા રહેવું પડે છે. હું ચાર દિવસથી કામધંધા મૂકીને અહીંયા ધક્કા ખાવ છું, અહીંયા મારો વારો પણ આવતો નથી. વહેલી સવારથી અહીંયા આવી જઉં છું. ગામડામાં મશીન બંધ હોય છે.'

વિઠલભાઈ (સ્થાનિક)

 
છોકરાઓને ઘરે મૂકીને 4-4 કલાકથી લાઈનમાં ઊભા છીએઃ પ્રીતિબેન પરમાર
પ્રીતિબેન નામની મહિલાએ જણાવ્યું કે, અમે ઘણા દિવસથી ધક્કા ખાઈ રહ્યા છીએ, મારું GST કઢાવેલું છે. મારા અધાર કાર્ડ અને પાન કાર્ડમાં ખાલી સરનેમ આગળ પાછળ છે, છતાં મારે ખૂબ જ ધક્કા ખાવા પડી રહ્યા છે. નાનો એવી ભૂલ હોવા છતાં કોઈ વ્યવસ્થિત જવાબ આપતું નથી. અમે નાના છોકરાઓને ઘરે મૂકીને અહીંયા 4-4 કલાકથી લાઈનમાં ઊભા છીએ. મન પડે ત્યારે કેન્દ્ર ખુલે છે અને મન પડે ત્યારે ટોકન આપે છે. આમાં અમારે શું કરવું. 

પ્રીતિબેન પરમાર (સ્થાનિક)


 'સરકાર 5-6 ગામ વચ્ચે એક મોટું સેન્ટર ખોલે'
તો સ્થાનિક ભંડેરી ચિરાગે જણાવ્યું હતું કે, હું છેલ્લા 4 દિવસથી જિલ્લા પંચાયત અને તાલુકા પંચાયતના ધક્કા ખાવ છું.  તાલુકા પંચાયત જઈ તો એમ કહે છે કે જિલ્લા પંચાયતે જાવ. અહીંયા સવારના 7 વાગ્યાના લોકો ટોકન માટે ઉભા છે. આજુબાજુના ગામડામાં સેન્ટર આપેલા છે તો મશીનો નથી ચાલતા. છેલ્લા 15 દિવસથી એવા જવાબ આપે છે કે મશીન રીપેરિંગમાં મોકલ્યા છે.  અમારી માંગ છે કે, સરકાર 5-6 ગામ વચ્ચે એક મોટું સેન્ટર ખોલે, જેથી ગામડાના લોકોને જામનગર સિટીમાં ધક્કા ન ખાવા પડે. 

ભંડેરી ચિરાગ (સ્થાનિક) 

 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ