બ્રેકિંગ ન્યુઝ

logo
logo

અમદાવાદ- મોડાસા હાઈવે પર ટ્રક અને બાઈકનો અકસ્માત, ઘટનામાં બાઈક ચાલકનું મોત

logo

રાજ્યમાં આજે સવારે 6થી સાંજે 4 વાગ્યા સુધી 8 તાલુકામાં વરસાદ નોંધાયો

logo

રાજ્યમાં ફરી કમોસી વરસાદની આગાહી, આજે રાત સુધી પવન સાથે રાજ્યના તમામ જિલ્લામાં વરસાદ થવાની શક્યતા

logo

ધોરણ 12 વિજ્ઞાન પ્રવાહના વિદ્યાર્થીઓને 17 મેએ મળશે માર્કશીટ

logo

સુરતના 8 પ્રવાસીઓ નર્મદા નદીમાં ન્હાવા પડતા ડૂબ્યા, એક યુવકનો બચાવ, 7 લોકોની શોધખોળ શરૂ

logo

અમદાવાદના પ્રહલાદનગરમાં કોમર્સ હાઉસમાં લાગીલી આગ કાબૂમાં, બિલ્ડિંગમાં ફયાસેલ 64 લોકોનું કરાયું રેસ્ક્યૂ

logo

ખોડલધામ ખાતે શંકરસિંહ વાઘેલા અને નરેશ પટેલ વચ્ચે થઈ મુલાકાત, શંકરસિંહ વાઘેલાએ ખોડલધામ મંદિરમાં કર્યા દર્શન

logo

રાજ્યમાં 24 કલાકમાં 118 તાલુકાઓમાં વરસાદ, અમરેલીના સાવરકુંડલામાં સૌથી વધુ અઢી ઇંચ વરસાદ

logo

સલમાન ખાનના ઘર પર ફાયરિંગ કેસમાં નવો વળાંક

logo

PM મોદીએ વારાણસીથી ભર્યું નામાંકન પત્ર

VTV / ગુજરાત / અમદાવાદ / dhanvantari hospital Ahmedabad covid bed full

ચિંતા / હવે ક્યાં લઈ જઇએ અમારા સગાંને..! અમદાવાદની આ મોટી હોસ્પિટલમાં પણ કોવિડ બેડ થયાં ફુલ

Kavan

Last Updated: 12:29 PM, 2 May 2021

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

રાજ્યમાં કોરોનાના કેસમાં ઘટાડો થયો છે પરંતુ હોસ્પિટલમાં હજીપણ બેડ ફુલ જોવા મળી રહ્યા છે. બાકી રહેતા અમદાવાદની 900 બેડ ધરાવતી ધનવંતરી હોસ્પિટલમાં પણ બેડ ફુલ થયાંના દ્રશ્યો સર્જાયા હતા.

  • ધન્વંતરી હોસ્પિટલ બહાર દર્દીઓ પરેશાન
  • 900 બેડની હોસ્પિટલમાં બેડ ફૂલ
  • દર્દીઓ મોડી રાતથી જોઈ રહ્યા છે રાહ

મળતી જાણકારી પ્રમાણે ગુજરાત સરકાર અને DRDO સંચાલિત અમદાવાદ ખાતે આવેલી 900 બેડની ધનવંતરી હોસ્પિટલ ફુલ થઇ જતાં દર્દીઓ અને તેના પરિવારજનો એડમિશન માટે વલખા મારી રહ્યા છે. 

coronavirus in junagadh oxygen for covid

મોડી રાતથી દર્દીઓની લાઇન

ઉલ્લેખનીય છે કે, હોસ્પિટલ બહાર મોડી રાતથી દર્દીઓની લાઇન જોવા મળી રહી છે અને બેડ માટે કોવિડ પેશન્ટના સગા-વહાલાઓ પૂછપરછ કરી રહ્યા છે. તો મોટી સંખ્યામાં લોકો બેડ મેળવવા માટે યેનકેન પ્રકારે મહેનત કરી રહ્યા છે. 

900 બેડ ધરાવતી હોસ્પિટલ થઇ ફુલ 

ત્યારે હવે આ 900 બેડ ધરાવતી હોસ્પિટલ પણ ફુલ થઇ જતાં કોરોનાના દર્દીઓ અને તેના પરિવારજનો મુશ્કેલીમાં મુકાયા છે અને પોતાના સ્વજનનો સારવાર માટે હવે ક્યાં ખસેડવા તેના માટે વલખા મારી રહ્યા છે. 

વિસનગરના યુવકે ઠાલવ્યો બળાપો

VTV ન્યૂઝ સમક્ષ વિસનગરના યુવકે બળાપો ઠાલવતા કહ્યું હતું કે, ગઇકાલ રાતથી ઉભા છીએ છતાં બેડ નથી મળ્યો. ખાનગી એમ્બ્યુલન્સમાં 1 કલાકનો 3 હજાર ચાર્જ છે અને રાતથી અત્યાર સુધી 45 હજાર એમ્બ્યુલન્સના ચુકવ્યા છે. સરકારને 2 હાથ જોડીને વિનંતી છે કે કોઇપણ ભોગે બેડની વ્યવસ્થા કરે. 
 

હોસ્પિટલ એમ્બ્યુલન્સ અને ખાનગી વાહનોના થપ્પા લાગ્યા 

હોસ્પિટલની બહાર એમ્બ્યુલન્સ અને ખાનગી વાહનોના થપ્પા જોવા મળ્યા હતા. તો એવા દ્રશ્યો જોવા મળ્યા હતા કે, દર્દીઓને એમ્બ્યુલન્સમાં સુવડાવી રાખવામાં આવ્યા હોય અને ઓક્સિજન સપ્લાય આપવામાં આવી રહ્યો છે. 

શનિવારે 13847 નવા કેસ 

ગુજરાતમાં કોરોના વાયરસની બીજી લહેર કહેર બનીને તૂટી છે ત્યારે આખા એપ્રિલ મહિનામાં સતત કોરોના વાયરસના કેસ વધી રહ્યા છે. ત્યારે આજે પણ 13847 કેસ સામે આવ્યા છે. જોકે રાહતની વાત કહી શકાય કે 10582 દર્દીઓ રિકવર થઈ ગયા છે. જોકે ચિંતાની વાત છે કે ગુજરાતમાં મોતની સંખ્યા હજુ પણ વધુ છે, એક જ દિવસમાં 172 દર્દીઓના મોત થયા છે.  

અમદાવાદમાં કેસ ઘટ્યા 

અમદાવાદમાં 4980 કેસ નોંધાયા છે, મહત્વનું છે કે અહીં અગાઉના સમય કરતાં આંશિક ઘટાડો નોંધાયો છે, તો સાથે જ રાજ્યના અન્ય મહાનગરો જેમ કે સુરતમાં આજે 1795, રાજકોટમાં 605 અને વડોદરામાં 547 નવા કેસ આવ્યા છે. અમદાવાદમાં 21, વડોદરામાં 11, રાજકોટમાં 10 અને સુરતમાં 18 ના મોત નોંધાયા છે. 

રાજ્યમાં પહેલી વાર 18+ 55,235 લોકોનું રસીકરણ 

મહત્વનું છે કે આજથી 18+ લોકોનું પ્રથમ વાર રસીકરણ રાજ્યમાં શરૂ કરી દેવામાં આવ્યું હતું, જેમાં 55,235 લોકો જે 18 થી 44 ની વયના છે ને રસીનો પહેલો ડોઝ આપવામાં આવ્યો છે. આ સિવાય કુલ 2,17,093 લોકોને રસી અપાઈ છે, અને રાજ્યમાં કુલ 4,29,130 લોકો અત્યાર સુધીમાં કોરોનાથી સાજા થયા છે, રિકવરી રેટ હાલમાં 73.78 ટકા છે, સાથે જ 1,42,139 જેટલા એક્ટિવ કેસ છે, જેમાં 637 લોકો વેન્ટિલેટર પર છે, અને 1,44,502 દર્દીઓની હાલત સ્થિર છે. કુલ મોતનો આંકડો 7355 થઈ ગયો છે. 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ