બ્રેકિંગ ન્યુઝ

logo
logo

કોંગ્રેસે 2 ઉમેદવારના નામ જાહેર કર્યા, રાહુલ ગાંધી રાયબરેલીથી લડશે લોકસભા ચૂંટણી , કે.એલ.શર્મા અમેઠીથી ચૂંટણી લડશે, પ્રિયંકા ગાંધી નહીં લડે લોકસભા ચૂંટણી

logo

રાજ્યમાં ગરમીનો પ્રકોપ યથાવત, મોટાભાગના શહેરમાં 40 ડિગ્રી ઉપર તાપમાન, આગામી 7 દિવસ તાપમાન સૂકું રહેશે

logo

લોકસભા ચૂંટણી 2024: કોંગ્રેસ સરકાર પાકિસ્તાનને ડોઝીયર આપતી હતી, આજે પાકિસ્તાનના આતંકનું ટાયર પંચર થઇ ગયું - PM મોદી

logo

લોકસભા ચૂંટણી 2024: સરદાર પટેલના સપના પુરા કરવાનો પ્રયાસ કરીશ - PM મોદી

logo

લોકસભા ચૂંટણી 2024: એક ચા વાળાએ દેશની અર્થ વ્યવસ્થાને 11માં નંબરથી 4 નંબર પર પહોંચાડી - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: વડાપ્રધાન મોદીના કોંગ્રેસ પર પ્રહાર, કહ્યુ એ શાસન કાળ હતો, આ સેવા કાળ

logo

PM મોદીનો ગુજરાતમાં પ્રચારનો આજે બીજો દિવસ

logo

ગુજરાતના સ્થાપના દિવસે રાજકોટને મળી સૌથી મોટી ભેટ, નવા રેસકોર્સ ખાતે અટલ સરોવર આજથી લોકો માટે ખુલ્લું મુકવામાં આવ્યું, 36 એકરની અંદર 126 કરોડના ખર્ચે બનાવવામાં આવ્યો એમ્યુઝમેન્ટ પાર્ક, અટલ સરોવરમાં ફાઉન્ટેન લેઝર શો બન્યું આકર્ષણનું કેન્દ્ર

logo

લોકસભા ચૂંટણી: પહેલા અને બીજા તબક્કાના મતદાનથી કોંગ્રેસના હોશ ઉડી ગયા - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: આજે કોંગ્રેસમાં આગ લાગી ગઈ છે, વિભાજનની વાતો કરે છે - PM મોદી

VTV / આરોગ્ય / Delicious Drumstick seeds are also healthy, providing more calcium and protein compared to milk

Health Tips / સ્વાદિષ્ટ સરગવાનાં બી પણ છે આરોગ્યપ્રદ, દૂધની તુલનામાં શરીરને મળે છે ચાર ગણું કેલ્શિયમ અને બે ગણું પ્રોટીન

Megha

Last Updated: 04:17 PM, 27 May 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

ડાયટમાં કોઈ પણ રીતે સરગવો ઉમેરવાની સલાહ ભારપૂર્વક આપી છે. છેલ્લા થોડા સમયથી ભારતમાં સરગવાનાં સૂકવેલાં બીજ અને પાનનું સેવન કરવાનું ચલણ વધ્યું છે.

  • સ્વાદિષ્ટ સરગવાનાં બી પણ છે આરોગ્યપ્રદ
  • સરગવાનાં સૂકવેલાં બીજ અને પાનનું સેવન કરવાનું ચલણ વધ્યું 
  • બીજને બાફીને, શેકીને અથવા પાણીમાં ઉકાળીને ખાઈ શકાય

આપણે જાણીએ છીએ કે સરગવાની શિંગનું શાક સ્વાદિષ્ટ હોય છે, પરંતુ કદાચ તમે એ નહીં જાણતા હો કે સરગવાની શિંગ ઉપરાંત તેનાં ફૂલ, પાન અને બીજ પણ બહુ ઉપયોગી અને આરોગ્યપ્રદ છે. વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઈઝેશન (WHO)એ તો સાઉથ આફ્રિકાના કેટલાક દેશોમાં કુપોષણથી પીડાતા લોકોના ડાયટમાં કોઈ પણ રીતે સરગવો ઉમેરવાની સલાહ ભારપૂર્વક આપી છે. છેલ્લા થોડા સમયથી ભારતમાં સરગવાનાં સૂકવેલાં બીજ અને પાનનું સેવન કરવાનું ચલણ વધ્યું છે. 

માર્કેટમાં સરળતાથી ઉપલબ્ધ ડ્રાઇડ સીડ્સ અને પાઉડરનો જુદા-જુદા આહારમાં અને ઔષધિ તરીકે વપરાશ વધ્યો છે.સરગવો અથવા ડ્રમસ્ટિકના વૃક્ષમાંથી મેળવવામાં આવતાં બીજને મોરિંગા સીડ્સ કહે છે. વિવિધ પ્રાંતમાં જુદા નામે ઓળખાતાં તાજાં અને કાચાં મોરિંગા બીજ એકદમ કોમળ હોય છે. સુકાઈ ગયા બાદ સખત બને ત્યારે કઠોળના દાણા જેવા દેખાય છે. ગ્રે વ્હાઇટ કલરનાં આ બીજને બાફીને, શેકીને અથવા પાણીમાં ઉકાળીને ખાઈ શકાય છે. 

મોરિંગા સીડ્સ પ્યોર ઓર્ગેનિક પ્રોડક્ટ છે. કેલ્શિયમ, આયર્ન, એમિનો એસિડ, મેગ્નેશિયમ, ઝિન્ક જેવાં પોષક તત્ત્વોથી ભરપૂર મોરિંગા સીડ્સમાં ખનિજ અને ફાઇબરનું પ્રમાણ પણ સારું એવું હોય છે, જે શરીરને અનેક રીતે ફાયદો કરે છે. એમાંથી ઓઇલ પણ બને છે. સરગવાની શિંગનું શાક બનાવો તો વધીને ત્રણ કે ચાર સ્ટિક ખાઈ શકીએ. વધુ ફાયદા મેળવવા સીડ્સ ખાવાનો ટ્રેન્ડ શરૂ થયો છે, એમાં પ્રમાણ ખૂબ વધી જાય છે.’

હકીકતમાં મોરિંગા સીડ્સ અને પાન બંનેનો સરખો જ ઉપયોગ થાય છે. સીડ્સને સ્નેક્સમાં ઉમેરીને ખાઈ શકાય, જ્યારે સીડ્સ અને પાનમાંથી બનાવેલો પાઉડર મેડિસિનનું કામ કરે છે. મોરિંગામાં ફાઇબર કન્ટેન્ટ વધારે હોવાથી પેટ ભરેલું રહે છે. વજન ઉતારવા માગતા હોય એવા લોકો પોતાના ડાયટમાં મોરિંગા સીડ્સનો સમાવેશ કરી શકે છે. બે મીલ વચ્ચે દસથી પંદર ગ્રામ સીડ્સને શેકી અથવા બાફીને ખાઈ શકાય. મોરિંગાનાં પાંદડાં અને બીજમાંથી દૂધની તુલનામાં ચાર ગણું વધુ કેલ્શિયમ અને બે ગણું પ્રોટીન મળે છે. 

કેલ્શિયમથી હાડકાં મજબૂત બને છે. એનું સેવન કરવાથી ભોજન સારી રીતે પચી જાય છે. ડાયાબિટીસના રોગીના શરીરમાં લોહીના દબાણને ઓછું કરવામાં મોરિંગાનાં બીજ સહાય કરે છે. એના પાનમાંથી ક્વાથ અને ચા બનાવીને પીવાથી રોગ પ્રતિકારકશક્તિ વધે છે અને ઊંઘ સારી આવે છે. તમારી ઓવરઓલ હેલ્થ અને ઇમ્યુનિટી બૂસ્ટર માટે એને સપ્લિમેન્ટ તરીકે લેવું જોઈએ.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ