બ્રેકિંગ ન્યુઝ

logo
logo

અમદાવાદ- મોડાસા હાઈવે પર ટ્રક અને બાઈકનો અકસ્માત, ઘટનામાં બાઈક ચાલકનું મોત

logo

રાજ્યમાં આજે સવારે 6થી સાંજે 4 વાગ્યા સુધી 8 તાલુકામાં વરસાદ નોંધાયો

logo

રાજ્યમાં ફરી કમોસી વરસાદની આગાહી, આજે રાત સુધી પવન સાથે રાજ્યના તમામ જિલ્લામાં વરસાદ થવાની શક્યતા

logo

ધોરણ 12 વિજ્ઞાન પ્રવાહના વિદ્યાર્થીઓને 17 મેએ મળશે માર્કશીટ

logo

સુરતના 8 પ્રવાસીઓ નર્મદા નદીમાં ન્હાવા પડતા ડૂબ્યા, એક યુવકનો બચાવ, 7 લોકોની શોધખોળ શરૂ

logo

અમદાવાદના પ્રહલાદનગરમાં કોમર્સ હાઉસમાં લાગીલી આગ કાબૂમાં, બિલ્ડિંગમાં ફયાસેલ 64 લોકોનું કરાયું રેસ્ક્યૂ

logo

ખોડલધામ ખાતે શંકરસિંહ વાઘેલા અને નરેશ પટેલ વચ્ચે થઈ મુલાકાત, શંકરસિંહ વાઘેલાએ ખોડલધામ મંદિરમાં કર્યા દર્શન

logo

રાજ્યમાં 24 કલાકમાં 118 તાલુકાઓમાં વરસાદ, અમરેલીના સાવરકુંડલામાં સૌથી વધુ અઢી ઇંચ વરસાદ

logo

સલમાન ખાનના ઘર પર ફાયરિંગ કેસમાં નવો વળાંક

logo

PM મોદીએ વારાણસીથી ભર્યું નામાંકન પત્ર

VTV / ગુજરાત / અન્ય જિલ્લા / Dang Tribal pavri Instrumental gujarat

વાજિંત્ર / ડાંગના આદિવાસીઓ દ્વારા દૂધી, બળદનું શિંગડું જેવી વસ્તુઓમાંથી બનાવવામાં આવે છે 'પાવરી વાદ્ય'

Hiren

Last Updated: 08:10 PM, 4 December 2020

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

ડાંગ જિલ્લામાં ભાયા કાર્યક્રમ વખતે પાવરી વગાડવામાં આવે છે. પાવરી વગાડનારને પાવરકર કહેવામાં આવે છે. પાવરી વાદ્ય ડાંગના આદિવાસીઓ દ્વારા બનાવવામાં આવ્યું છે.

  • મધુર અને કર્ણપ્રિય સંગીત આપનાર પાવરી વાદ્ય આદિવાસી વિસ્તારોમાં જોવા મળે છે
  • દૂધી, વાસ, બળદનાં સિંગડાનો ઉપયોગ કરી પાવરી બનાવવામાં આવે છે
  • આદિવાસીઓનું પાવરી વાદ્ય દેશ વિદેશમાં પ્રખ્યાત છે

ડાંગ જિલ્લાના આદિવાસીઓનાં પોતાના બનાવેલ અનેક વાજિંત્રો આવેલ છે. જેને પ્રસંગો અનુસાર વગાડવામાં આવે છે. પાવરી મોટાભાગે ભાયા કે ડુંગરદેવની પૂજા વખતે વગાડવામાં આવે છે. પ્રકૃતિ સાથે જોડાયેલા આદિવાસી દ્વારા આ મધુર, કર્ણપ્રિય વાદ્યની શોધ કરવામાં આવી છે. પાવરી વગાડનારને પાવરકર કહેવામાં આવે છે. આ વાદ્યને વગાડવામાં માટે સતત ફૂંક્યા જ કરવું પડતું હોય છે, જેથી સંગીતના મધુર રેલાઓ સંભળાય છે. 

પાવરી વાદ્યની બનાવટ

પાવરી એ એક સંગીતનું સાધન છે. જે ખાસ કરીને દૂધીમાંથી બનાવમાં આવે છે. દૂધીને કોતરી, બિયા કાઢી, પોલી કરવામાં આવે છે. અને તેના ઉપલા છેડે વાંસની બે પોલી સળીઓમાં કાણા પાડીને ગોઠવવામાં આવે છે. જ્યારે નીચલા છેડે બળદનું શિંગડુ અથવા તો તાડના પાનનું ભુગળું બનાવીને ગોઠવવામાં આવ છે. વચ્ચેના જોડાણ મધના મીણથી કરવામાં આવ છે. અને પાવરીને પીંછ તથા અનેક જાતનાં ઝુંમરોથી સજાવવામાં આવે છે.

ડાંગ જિલ્લાના મોટા બરડાં ગામનાં પાવરકર રામદાસભાઈ ધૂમ જેઓ નાનપણથી પાવરી વગાડે છે. મુખ્યત્વે ભાયા કાર્યક્રમમાં પાવરી વાદ્ય વગાડવાની સાથે તેઓ પાવરીનાચ લઈ દેશ વિદેશમાં ગયાં છે. આદિવાસીઓનાં સાંસ્કૃતિક કાર્યક્રમ માટે રામદાસભાઈ મધ્યપ્રદેશ, વારાણસી, ગોવા સહિત વિદેશમાં સતત 15 દિવસ સુધી પાવરીનાચ નાં કાર્યક્રમ આપી ચૂક્યાં છે.

પાવરી વાદ્યથી રોજીરોટી મળે છે

પાવરી વગાડનાર પાવરકર પાવરી વાદ્ય દ્વારા રોજીરોટી મેળવી રહ્યાં છે. ભાયા, નવરાત્રી, ગણપતિ વગેરે તહેવારો આ ઉપરાંત સાંસ્કૃતિક કાર્યક્રમોમાં વગેરે માં તેઓ પાવરી વગાડવાનું કામ કરે છે. આ કાર્યક્રમોમાં પાવરી નાચ વખતે પાવરકર પાવરી સાથે જુદી જુદી કળા કરી ખેલ કરતાં હોય છે. રામદાસભાઈ ધૂમ વધુમાં જણાવે છે કે પાવરી વાદ્યથી તેઓને રોજીરોટી મળે છે. આ ઉપરાંત દેશ વિદેશ સહિત તેઓ ગુજરાતનાં અન્ય જિલ્લાઓમાં સાંસ્કૃતિક કાર્યક્રમોમાં ભાગ લઈ ચૂક્યાં છે.

પાવરી દ્વારા પણ પાવરીનાચ કરવામાં આવે છે

આદિવાસી સમાજમાં અગલ અલગ વાજિંત્રો સાથેનાં તેનાં નાચ પણ આવેલાં છે જેમાં પાવરી દ્વારા પણ પાવરીનાચ કરવામાં આવે છે. પાવરીનાચમાં કુલ 6 પાવરકરો હોય છે. જેઓ પાવરી વાદ્ય દ્વારા અવનવી કરતવો કરતાં હોય છે. પાવરીનાચ વખતે તેઓ પાવરી વાદ્ય સાથે પિરામિડ બનાવે છે. દિવાળી બાદ આ નૃત્ય કરવામાં આવે છે.
 

સંકળાયેલા મુદ્દાઓ

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ