ન્યૂઝ અપડેટ્સ

logo

VTV / બિઝનેસ / Crash again in the stock market: Sensex is down 60 thousand points, Nifty is also down

સ્ટોક માર્કેટ / શેરબજારમાં ફરી વાર કડાકો: ખુલતાની સાથે જ સેન્સેક્સ 60 હજાર અંક નીચે તો નિફ્ટી પણ ડાઉન

Published By: Malay

Last Updated: 10:25 AM, 21 September 2022

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

આજે ફરી શેરબજારમાં કડાકો જોવા મળ્યો છે. સેન્સેક્સ ખુલતાની સાથે 60 હજાર અંકથી નીચે ચાલ્યો ગયો છે તો નિફ્ટીની શરૂઆત પણ લાલ નિશાનની સાથે થઈ છે.

ADVERTISEMENT

 

  • આજે ફરી શેરબજારમાં ઘટાડો જોવા મળ્યો
  • સેન્સેક્સ 215 પોઈન્ટના ઘટાડા સાથે 59,504ના સ્તર પર ખુલ્યો
  • નિફ્ટીની શરૂઆત પણ લાલ નિશાનની સાથે થઈ

શેરબજારની શરૂઆત (Stock Market Open) આજે નબળી રહી. BSE નો 30 શેરો વાળા પ્રમુખ ઈન્ડેક્સ સેન્સેક્સ 215 પોઈન્ટના ઘટાડા સાથે 59,504ના સ્તર પર ખુલ્યો. જ્યારે નેશનલ સ્ટોક એક્સચેન્જ નિફ્ટીની શરૂઆત પણ લાલ નિશાનની સાથે થઈ.

આ શેરોમાં વધારો

શરૂઆતના ટ્રેડિંગમાં સેન્સેક્સ 69 પોઈન્ટ ઉપર એટલે કે  59,778ના સ્તર પર હતો તો નિફ્ટી 13 પોઈન્ટના ઉછાળા સાથે 17,826 પર હતો. નિફ્ટી ટૉપ ગેનર્સમાં મહિન્દ્રા એન્ડ મહિન્દ્રા, આઈશર મોટર્સ, નેસ્લે ઈન્ડિયા, ટાટા સ્ટીલ અને હિન્દુસ્તાન યુનિલિવર નિફ્ટી જેવા શેયર્સ હતા, જ્યારે ઈન્ડસઈન્ડ બેંક, એચડીએફસી બેંક, ઈન્ફોસિસ, કોટક બેંક અને આઈસીઆઈસીઆઈ બેંકના શેયર્સ ટોપ લુઝર્સમાં હતા.

તમને જણાવી દઈએ કે, ફેડની પોલિસી પહેલા મંગળવારે યુએસ માર્કેટનો મુખ્ય સેન્સિટિવ ઈન્ડેક્સ ડાઉ જોન્સ  (Dow Jones) 313 પોઈન્ટ લપસીને 30,706 પર બંધ થયો હતો. બીજી તરફ નાસ્ડેક 110 પોઈન્ટ અથવા 0.95 ટકાના ઘટાડા સાથે 11,425ના સ્તર પર બંધ થયો હતો. S&P 500 પણ 1.13 ટકા ઘટીને 3855ના સ્તરે આવી ગયો હતો.

મંગળવારની સ્થિતિ

30 શેર પર આધારિત BSE સેન્સેક્સ 578.51 પોઈન્ટ એટલે કે 0.90 ટકાની તેજીની સાથે 59,719.74ના સ્તર પર બંધ થયો હતો. ટ્રેડિંગ દરમિયાન એક સમયે આ 964.56 અંક સુધી ચઢી ગયો હતો. નેશનલ સ્ટોક એક્સચેન્જનો નિફ્ટી પણ 194 પોઈન્ટ એટલે કે 1.10 ટકાની તેજીની સાથે 17,816.25 પોઈન્ટ પર બંધ થયો હતો. ટ્રેડિંગ દરમિયાન આ એક સમયે 297.05 પોઈન્ટ સુધી ચઢી ગયો હતો. 

સંકળાયેલા મુદ્દાઓ

Indian Share Market sensex stock market નિફ્ટી શેર બજાર શેર માર્કેટ સેન્સેક્સ Stock market

Published by

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

ફોલો કરો:

follow-on-tele follow-on-fb follow-on-twitter follow-on-youtube follow-on-insta follow-on-tele

સબસ્ક્રાઇબ કરો

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

લાઈવ ટીવી

log

શોર્ટસ વિડિઓ

log

મેનુ