બ્રેકિંગ ન્યુઝ
VTV / Assembly election 2023 / ગુજરાત / અન્ય જિલ્લા / CR PATIL vijay rupani casts his vote for the first phase of Gujarat Elections
ADVERTISEMENT
ગુજરાતના 19 જિલ્લાની 89 બેઠકો પર આજે વિધાનસભા ચૂંટણીનું પ્રથમ તબક્કાનું મતદાન છે. ત્યારે સૌ મતદાતાઓ ઉમંગભેર મતદાન કરવા માટે સવારથી જ લાઇનમાં જોડાઇ ગયા છે. તેમજ કચ્છ-સૌરાષ્ટ્ર અને દ.ગુજરાતની ચર્ચિત બેઠકો પર ભારે રસાકસીનો માહોલ જોવા મળી રહ્યો છે. એવામાં દિગ્ગજ નેતાઓ પણ મતદાન કરવા માટે મતદાન મથકે પહોંચ્યા છે. તેઓએ પણ સૌને મતદાન કરવા માટેની અપીલ કરી છે.
ADVERTISEMENT
PM મોદીના પ્રત્યે લોકોને આદર છે: રૂપાણી
રાજકોટથી પૂર્વ CM વિજય રૂપાણી અને તેમના પત્ની અંજલી રૂપાણી પણ અનિલ જ્ઞાનગંગા સ્કૂલ ખાતે મતદાન કરવા પહોંચ્યા હતા. જ્યાં પૂર્વ મુખ્યમંત્રી વિજય રૂપાણીએ જીતનો વિશ્વાસ વ્યક્ત કર્યો હતો તેમજ સૌને મતદાન કરવા અંગેની પણ અપીલ કરી હતી. વિજય રૂપાણીએ મતદાન દરમ્યાન નિવેદન આપતા કહ્યું હતું કે, 'ભાજપ ભારે બહુમતથી જીતશે. લોકતંત્રની રક્ષા માટે મતદાન કરવું જરૂરી છે. PM મોદીના પ્રત્યે લોકોને આદર છે.' જ્યારે વિજય રૂપાણીના પત્ની અંજલી રૂપાણીએ મતદાન દરમ્યાન નિવેદન આપતા કહ્યું હતું કે, 'ભાજપ મહિલા સશક્તિકરણ પર કામ કરે છે.'
Gujarat BJP chief CR Paatil casts his vote for the first phase of #GujaratElections at a polling station in Surat. pic.twitter.com/4ZcRGRtQOn
— ANI (@ANI) December 1, 2022
ADVERTISEMENT
ભાજપ સૌથી મોટી જીત મેળવશે: CR પાટીલ
તો બીજી બાજુ ભાજપ પ્રદેશ પ્રમુખ CR પાટીલે પણ મતદાન કરતી વખતે જીતનો વિશ્વાસ વ્યક્ત કરતા કહ્યું કે, 'ભાજપ સૌથી મોટી જીત મેળવશે. આ વખતની ચૂંટણી મતદાતાઓ લડી રહ્યાં છે. મતદાતા સાથે ભારતીય જનતા પાર્ટીનો સંપર્ક છે. કોરોનાકાળમાં ભાજપ લોકોની સાથે રહ્યું હતું.'
ADVERTISEMENT
જુઓ અત્યાર સુધીમાં કયા-કયા દિગ્ગજોએ મતદાન કર્યું?
સંકળાયેલા મુદ્દાઓ
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.