બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / ગુજરાત / Cow servants attacked with swords while chasing cart to save cows in Banaskantha

ગૌતસ્કરોનો આતંક / બનાસકાંઠામાં ગાયોને બચાવવા ગાડીનો પીછો કરતાં ગૌસેવકો પર તલવારોથી હુમલો: મારી નાંખવાનો કર્યો પ્રયાસ, પોલીસે બચાવ્યો જીવ

Kishor

Last Updated: 07:23 PM, 16 September 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

બનાસકાંઠાના દિયોદરમાં જીવદયા પ્રેમીની કાર સાથે અકસ્માત કરી 5 શખ્સોએ મારી નાખવાની  ધમકી આપતા ચકચાર જાગી છે .

  • બનાસકાંઠાના ગૌ સેવક રમેશભાઈ ભાટીને 5 શખ્સોએ મારી નાખવાની આપી ધમકી 
  • કતલખાને જતા પશુઓને બચાવવા જતા રમેશભાઈ પર કરાયો હુમલો 
  • ગૌ સેવકની ગાડીને ટક્કર મારી કરાયો હત્યાનો પ્રયાસ

બનાસકાંઠાના દિયોદરમાં જીવદયા પ્રેમીને મારી નાખવાની ધમકી મળી હોવાનો ચોંકાવનારો કિસ્સો સામે આવ્યો છે. તલવાર સાથે કારમાં ઘસી આવેલા શખ્સોએ 'આજે જીવતા મૂકવાના નથી' તેમ કહી અને મારી નાખવાનો પ્રયાસ કરતા હાહાકાર મચી ગયો છે. આ મામલે પોલીસમાં જાણ કરાતા પોલીસે પણ તપાસના ચક્રો ગતિમાન કરી રહી છે. જેમાં સીસીટીવી તપાસવા સહિતની કાર્યવાહી હાથ ધરી છે.

Cow servants attacked with swords while chasing cart to save cows in Banaskantha

ખુલ્લી તલવારે આવેલા 5થી વધુ શખ્સોએ ગૌ સેવક પર કર્યો હુમલો 

રાત્રિના સમયગાળા દરમિયાન આરોપીઓ પશુઓને ગાડીમાં ભરી કતલખાને લઈ જતા હતા. આ દરમિયાન રમેશભાઈ ભાટી સહિતનાઓએ પોલીસનો સંપર્ક કરી ગાડીનો પીછો કરવા જાણ કરી હતી અને તેઓ પણ પોતાની કાર લઈને પીછો કરી રહ્યા હતા. આ દરમિયાન આરોપીઓએ અકસ્માત સર્જી અને હત્યાનો પ્રયાસ કર્યો હોવાના ચોંકાવનારા આરોપ લાગી રહ્યા છે. ત્યારબાદ રમેશભાઈ ભાટી અને તેમના સાથી મિત્રો કાર લઇને પરત થઈ રહ્યા હતા. આ દરમિયાન અન્ય એક નંબર પ્લેટ વગરની કાર આવી હતી અને તેમાં સવાર શખ્સોએ તલવાર સાથે આતંક મચાવી અને મારી નાખવાની ધમકી આપી હોવાનો ફરિયાદમાં ઉલ્લેખ કરાયો છે. હાલ આ દિશામાં દિયોદર પોલીસે વધુ તપાસ ચલાવી રહી છે.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ