બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / વિશ્વ / coronavirus infectious diseases expert fahei younus says it may last more than two years

ચેતવણી / કોરોના વાયરસે કર્યા નિરાશ, હજુ આટલા સમય સુધી મચાવશે આતંક, અમેરિકી ડોક્ટરનો દાવો

Bhushita

Last Updated: 04:02 PM, 29 June 2020

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

અમેરિકાની મેરીલેન્ડ યુનિવર્સિટીની હોસ્પિટલમાં સંક્રમિત રોગના વિભાગના પ્રમુખ અને કોરોના દર્દીઓની સારવાર કરી રહેલા ડોક્ટરે કોરોનાને લઇને ચેતવણી આપી છે. ડોક્ટર ફહીમ યુનૂસે કોરોનાને લઇ ટ્વીટ કરી જાણકારી આપી. તેઓએ કહ્યું કે ખોટી ઉમ્મીદ કરતા સત્ય સ્વીકારવું સારું રહે છે. હું સહાનુભૂતિ સાથે સચ્ચાઇ પણ લોકોને જણાવું છું, જેથી આપણે યોજના બનાવી શકીએ અને એકબીજાની મદદ કરી શકીએ. ડોક્ટર ફહીમ યૂનુસે કહ્યું કે કોરોના વાયરસ 2 વર્ષથી વધુ સમય રહી શકે છે.

  • કોરોના વાયરસનો કહેર
  • અમેરિકી ડોક્ટરનું કડવું તારણ
  • 2 વર્ષ સુધી નહીં જાય કોરોના!

અમેરિકાના ડોક્ટરે તર્ક રજૂ કર્યો. જેમાં કહ્યું કેકોરોના વાયરસને  6 મહીના થઇ ગયા છે. હજુ કોરોના વેક્સિન આવતા એક વર્ષ લાગશે. વેક્સિન બનશે ત્યારે તેને વહેંચવામાં એક વર્ષનો સમય લાગશે. હર્ડ ઇમ્યુનિટી તો ઘણી દૂર છે. અને મહામારીની રફ્તાર સતત વધી રહી છે. અને સ્થિતિ સુધરતા 2 વર્ષથી વધુ સમય લાગશે. માટે આપણે આ મુજબ યોજના બનાવવી જોઇએ. ડોક્ટર ફહીમ યૂનુસે કહ્યું કે અમેરિકામાં 25 લાખથી વધુ કેસ છે.  સીડીસીનું માનવું છે કે અમેરિકામાં કેસની સંખ્યા 10 ગણી વધુ હોઇ શકે છે.


કોરોનાની રસી શોધાઈ પણ ગઈ તો તે 70થી 75 ટકા અસરકારક હશે: ઇન્મ્યુનોલોજીસ્ટ

બીજી બાજુ અમેરિકાના જાણીતા ઇન્મ્યુનોલોજીસ્ટ Dr. Anthony Fauciનું માનવું છે કે જો કોરોનાની રસી શોધાઈ પણ ગઈ તો તે 70થી 75 ટકા અસરકારક હશે અને આ અધૂરું પ્રોટેક્શન કહેવાશે. આ સાથે તેમણે એમ પણ કહ્યું હતું કે અમેરિકાના કેટલાંક નિષ્ણાતોનું પણ માનવું છે કે બની શકે કે કોરોનાની રસી ક્યારેય શોધાય નહીં. આવામાં લાગી રહ્યું છે કે કોરોનાનો તોડ ક્યારેય મળે નહીં.

અમેરિકાના ડોક્ટરની ચેતવણી 

  • અમેરિકાની મેરીલેન્ડ યુનિવર્સિટીની હોસ્પિટલના ડોક્ટર ફહીમ યૂનુસે ચેતવણી આપી.
  • ખોટી ઉમ્મીદ કરતા સત્ય સ્વીકારવું સારું રહે છે.
  • સહાનુભૂતિ સાથે સચ્ચાઇ પણ લોકો જાણે જેથી આગામી યોજના બનાવી શકે.
  • કોરોના વાયરસ 2 વર્ષથી વધુ સમય રહી શકે છે.
  • 6 મહીના કોરોના વાયરસને થઇ ગયા છે.
  •  હજુ કોરોના વેક્સિન આવતા એક વર્ષ લાગશે.
  • વેક્સિન બનશે ત્યારે તેને વહેંચવામાં એક વર્ષનો સમય લાગશે.
  • હર્ડ ઇમ્યુનિટી તો ઘણી દૂર છે અને કોરોનાની રફ્તાર વધી રહી છે.
  • કોરોનાથી સ્થિતિ સુધરતા 2 વર્ષથી વધુ સમય લાગશે.

સંકળાયેલા મુદ્દાઓ

America Coronavirus Infection expert fahei younus અમેરિકા કોરોના વાયરસ ચેતવણી દાવો વેક્સીન coronavirus
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ