બ્રેકિંગ ન્યુઝ

logo
logo

અમદાવાદ- મોડાસા હાઈવે પર ટ્રક અને બાઈકનો અકસ્માત, ઘટનામાં બાઈક ચાલકનું મોત

logo

રાજ્યમાં આજે સવારે 6થી સાંજે 4 વાગ્યા સુધી 8 તાલુકામાં વરસાદ નોંધાયો

logo

રાજ્યમાં ફરી કમોસી વરસાદની આગાહી, આજે રાત સુધી પવન સાથે રાજ્યના તમામ જિલ્લામાં વરસાદ થવાની શક્યતા

logo

ધોરણ 12 વિજ્ઞાન પ્રવાહના વિદ્યાર્થીઓને 17 મેએ મળશે માર્કશીટ

logo

સુરતના 8 પ્રવાસીઓ નર્મદા નદીમાં ન્હાવા પડતા ડૂબ્યા, એક યુવકનો બચાવ, 7 લોકોની શોધખોળ શરૂ

logo

અમદાવાદના પ્રહલાદનગરમાં કોમર્સ હાઉસમાં લાગીલી આગ કાબૂમાં, બિલ્ડિંગમાં ફયાસેલ 64 લોકોનું કરાયું રેસ્ક્યૂ

logo

ખોડલધામ ખાતે શંકરસિંહ વાઘેલા અને નરેશ પટેલ વચ્ચે થઈ મુલાકાત, શંકરસિંહ વાઘેલાએ ખોડલધામ મંદિરમાં કર્યા દર્શન

logo

રાજ્યમાં 24 કલાકમાં 118 તાલુકાઓમાં વરસાદ, અમરેલીના સાવરકુંડલામાં સૌથી વધુ અઢી ઇંચ વરસાદ

logo

સલમાન ખાનના ઘર પર ફાયરિંગ કેસમાં નવો વળાંક

logo

PM મોદીએ વારાણસીથી ભર્યું નામાંકન પત્ર

VTV / Corona cases have risen sharply in the country today, with more than 17,000 deaths also reported

ચિંતાજનક / દેશમાં આજે કોરોના કેસમાં ધરખમ વધારો, 17 હજારથી વધારે કેસ પણ મૃત્યુઆંક ઘટ્યો

Priyakant

Last Updated: 09:33 AM, 27 June 2022

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

ભારતમાં આજે ફરી 17 હજારથી વધારે કોરોના કેસ નોંધાયા, દેશમાં એક્ટિવ કેસની સંખ્યા પણ 95 હજાર પહોંચવા આવી

  • ભારતમાં આજે ફરી 17 હજારથી વધારે કોરોના કેસ 
  • 21 દર્દીઓનાં મોત થયા, એક્ટિવ કેસની સંખ્યા 94,920
  • ગુજરાતમાં પણ કોરોના વાયરસે  ચિંતા વધારી 

દેશમાં હવે ધીરે ધીરે કોરોનાનો કહેર વધી રહ્યો હોય તેમ દરરોજ ચિંતાજનક આંકડાઓ સામે આવી રહ્યા છે. ભારતમાં આજે ફરી 17 હજારથી વધારે કોરોના કેસ નોંધાયા છે. દેશમાં છેલ્લા 24 કલાકમાં 17,073 કોરોના કેસ નોંધાયા તો 21 દર્દીઓનાં મોત થયાનું સામે આવ્યું છે. આ સાથે હાલ દેશમાં એક્ટિવ કેસની સંખ્યા 94,920 પર પહોંચી છે. 

 

ગુજરાતમાં પણ કોરોનાએ ચિંતા વધારી 

ગુજરાતમાં ગઇકાલે સાંજ સુધીમાં નવા કોરોનાના વધુ 420  કેસ નોંધાતા તંત્રના શ્વાસ અધ્ધર થઈ ગયા છે. 256 દર્દીઓ સાજા થઈ હેમખેમ ઘરે પરત ફર્યા હતા. આ સાથે કેસમાં વધારો આવતા એક્ટિવ કેસની સંખ્યા પણ 2463 પહોચી ગઈ છે. તો કોરોનાથી ગંભીર અસરગ્રસ્ત 2 દર્દીઓની વેન્ટિલેટર પર સારવાર ચાલી રહી છે. જો મોટા શહેરોની વાત કરીએ તો અમદાવાદ કોર્પોરેશનમાં સૌથી વધુ 156 કેસ, સુરત કોર્પોરેશનમાં 79, વડોદરા કોર્પોરેશનમાં 59, ભાવનગર કોર્પોરેશનમાં 05, જામનગર કોર્પોરેશનમાં 03, ગાંધીનગર કોર્પોરેશનમાં 14 અને રાજકોટ કોર્પોરેશનમાં પણ 09 કેસ કોરોના પોઝિટિવ નોંધાયા હતા.

ગુજરાતમાં 13 દિવસમાં 3331 કેસ નોંધાયા

ચિંતાની વાત એ છે કે,  12 જુનથી 25 જુન સુધીમાં 3596 કેસ કોરોનાના ગુજરાતમાં નોંધાયા છે જ્યારે જ્યારે છેલ્લા 7 દિવસની સરખામણીએ એવરેજ 330 કેસ રાજ્યમાં બહાર આવી રહ્યા છે.અત્યાર સુધી રાજ્યમાં કોરોનાના કુલ 10946 મૃત્યુ થયા છે, ગુજરાતભરમાં આજે કુલ 9,488 નાગરિકોનું રસીકરણ સાથે  રાજ્યમાં રસીના કુલ 11.11કરોડથી વધુ ડોઝ અપાઈ ચૂક્યા છે. ગુજરાતમાં કોરોના સામે સાજા થવાનો દર 98.91 ટકા પહોચ્યો છે.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ