બ્રેકિંગ ન્યુઝ

logo
logo

સુરતની સુમુલ ડેરીના પશુપાલકો માટે આનંદના સમાચાર, બોનસની જાહેરાત

logo

ગીર પંથકમાં ફરી ભુકંપનો આંચકો, સાસણ તથા આસપાસના વિસ્તારોમાં ધરાધ્રુજી

logo

પોઇચા પાસે નર્મદા નદીમાંથી વધુ 2 મૃતદેહ મળી આવ્યા, અત્યાર સુધી કુલ 6 લોકોના મૃતદેહ મળ્યા

logo

રાજ્યમાં આગામી 24 કલાક વરસાદની આગાહી, સમગ્ર ગુજરાતમાં ગાજવીજ સાથે પડી શકે છે વરસાદ

logo

મોરબીની મચ્છુ નદીમાં ડૂબેલા ત્રણેય લોકોના મળ્યા મૃતદેહ, ફાયરની ટીમે આજે 2 લોકોના મૃતદેહને બહાર કાઢ્યા

logo

પાક નુકસાનની સહાય મુદ્દે કિસાન કોંગ્રેસના નેતા પાલ આંબલિયાએ CMને લખ્યો પત્ર

logo

મુંબઇ હોર્ડિંગ દુર્ઘટના: અકસ્માતમાં મૃતકોની સંખ્યા વધીને 16 થઇ ગઇ

logo

ગંભીર દુર્ઘટના: ઇન્દોર અને તમિલનાડુમાં અકસ્માત સર્જાતા કુલ 12ના મોત, 15 ઘાયલ

logo

છોટાઉદેપુરમાં નકલી કચેરીના મુખ્ય આરોપી સંદીપ રાજપૂતનું મોત

logo

આજે સવારે 6 થી રાત્રે 8 વાગ્યા સુધીમાં ગુજરાતના 19 તાલુકામાં વરસાદ વરસ્યો,

VTV / congress mp dheeraj sahu raid case 300 crore still counting biggest cash recovery in india

'સાહુ' શેઠનો ખજાનો / VIDEO : હજુ 7 રુમ અને 9 લોકર બાકી, કોંગ્રેસ સાંસદના ઠેકાણા પરથી મળી એટલી રોકડ કે બની ગયો ઈતિહાસ

Hiralal

Last Updated: 06:59 PM, 9 December 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

ઝારખંડમાં કોંગ્રેસના રાજ્યસભા સાંસદ ધીરજ સાહુના ઝારખંડ અને ઓડિશાના ઠેકાણા પર દરોડામાં 300 કરોડથી વધુની બેહિસાબી સંપત્તિ ઝડપાઈ છે.

  • કોંગ્રેસ સાંસદ ધીરજ સાહુના ઝારખંડ અને ઓડિશાના ઠેકાણા પર દરોડા 
  • 300 કરોડથી વધુ બેહિસાબી સંપત્તિ મળી
  • 250થી વધુ કરોડ રોકડા મળ્યાં

કોંગ્રેસ સાંસદ ધીરજ સાહુએ બેનામી સંપત્તિમાં ઈતિહાસ રચ્યો હોય તેવું લાગી રહ્યું છે. આઈટી વિભાગ 6 ડિસેમ્બરથી અત્યાર સુધી તેમના નિવાસસ્થાને દરોડા પાડી રહ્યું છે અને 300 કરોડથી વધુની રોકડ અને બીજી સંપત્તિ ઝડપાઈ છે. આવકવેરા વિભાગે 6 ડિસેમ્બરે કોંગ્રેસના સાંસદ ધીરજ સાહુ સાથે જોડાયેલા પરિસરોમાં દરોડા પાડ્યા હતા. આ દરોડાની તસવીરો સામે આવી ત્યારે લોકોને લાગ્યું કે જાણે તેઓ કોઇ બેંક લોકર કે કુબેરના ખજાનાને જોઇ રહ્યા છે. એક-બે નહીં, કુલ 40 નોટ ગણવાના મશીનો મળી આવેલા કાળા નાણાંની સતત ગણતરી કરી રહ્યા છે. અત્યાર સુધીમાં લગભગ 300 કરોડ રૂપિયાની ગણતરી થઈ ચૂકી છે. પરંતુ આ અંતિમ આંકડો નથી... ઘણા ઓરડાઓ અને લોકર હજી સુધી ખુલ્લા પણ નથી. આવી સ્થિતિમાં, આ દરોડાએ એક ઈતિહાસ રચ્યો છે. આવકવેરા વિભાગે ધીરજ સાહુના પરિસર અને તેની સાથે જોડાયેલી પેઢીઓ પર દરોડા પાડ્યા છે. સત્તાવાર સૂત્રોએ શનિવારે જણાવ્યું હતું કે, કોઈ પણ એજન્સી દ્વારા એક જ ઓપરેશનમાં કાળા નાણાંની આ "અત્યાર સુધીની સૌથી મોટી" પ્રાપ્તિ છે.  આવકવેરા વિભાગની આ રેડ એક સાથે ઘણી જગ્યાએ ચાલી રહી છે. સત્તાવાર સૂત્રોએ જણાવ્યું હતું કે મોટાભાગની રોકડ મળી આવી રહી છે તે 500 રૂપિયાની નોટોમાં છે. નોટો ગણવાના 40 મશીનો કામે લગાડાયા છે. 

7 રૂમ અને 9 લોકર બાકી 
ઓડિશાના બોલાંગીર જિલ્લામાં એક દારૂ કંપની (બલદેવ સાહુ અને ગ્રુપ ઓફ કંપનીઝ)ના પરિસરમાં રાખવામાં આવેલી 8-10 છાજલીઓમાંથી આશરે 230 કરોડ રૂપિયા જપ્ત કરવામાં આવ્યા છે, એમ સૂત્રોએ જણાવ્યું હતું. બાકીના પૈસા ઓડિશા અને રાંચીના અન્ય સ્થળોએથી જપ્ત કરવામાં આવ્યા છે. જાણકારી મુજબ શુક્રવારે આવકવેરા વિભાગની ટીમ ધીરજ સાહુના આવાસમાંથી ત્રણ સૂટકેસ લઈને બહાર આવી હતી. એવું માનવામાં આવે છે કે તેઓ દાગીનાથી ભરેલા હતા, જોકે આ વાતની હજી સુધી પુષ્ટિ થઈ નથી. એનડીટીવીએ સૂત્રોને ટાંકીને અહેવાલ આપ્યો હતો કે, ત્રણ સ્થળોએ સાત રૂમ અને નવ લોકરની તલાશી લેવાની બાકી છે. એજન્સીનું કહેવું છે કે આ જગ્યાઓ પર કેશ અને જ્વેલરી પણ મળી શકે છે.

ધીરજ પ્રસાદ સાહુ પાસેથી બેહિસાબી પૈસા ક્યાંથી આવ્યાં?
ધીરજ પ્રસાદ સાહુ પાસેથી કરોડોના બેહિસાબી પૈસા આવ્યાં ક્યાંથી? આ સૌથી મોટો સવાલે આઈટી વિભાગનું મગજ ફેરવી નાખ્યું છે. આવકવેરા વિભાગ ઓડિશા અને રાંચીમાં કોંગ્રેસના રાજ્યસભાના સાંસદ ધીરજ પ્રસાદ સાહુના પરિસરમાં અને ડિસ્ટિલરી જૂથ અને તેની સાથે સંકળાયેલી કંપનીઓ વિરુદ્ધ દરોડા પાડી રહ્યું છે. આ દરોડામાં અત્યાર સુધીમાં "બિનહિસાબી રોકડ" જપ્ત કરવામાં આવી છે અને તેનો આંકડો 290 કરોડ રૂપિયાને પાર કરી શકે છે. કોઈ પણ એજન્સી દ્વારા એક જ ઓપરેશનમાં મળી આવેલું આ "અત્યાર સુધીનું સૌથી વધુ" કાળું નાણું છે. આ ઉપરાંત દાગીનાની 3 સૂટકેસ મળી આવી છે. સૂત્રોએ જણાવ્યું હતું કે અત્યાર સુધીમાં 250 કરોડ રૂપિયાથી વધુની રોકડ જપ્ત કરવામાં આવી છે અને ઓડિશામાં જાહેર ક્ષેત્રની બેંક શાખાઓમાં સતત રોકડ જમા કરવામાં આવી રહી છે. 

નોટો ગણવાના 40 નાના મોટા મશીન મંગાવાયા 
સુત્રોના જણાવ્યા અનુસાર વિભાગે નોટો ગણવાના 40 જેટલા નાના-મોટા મશીનો મૂક્યા છે અને બેન્કમાંથી સ્ટાફને બોલાવીને ગણતરી કરાઈ રહી છે. એસબીઆઈ બલાંગીરના રિજનલ મેનેજર ભગત બેહરાએ જણાવ્યું હતું કે, "અત્યારે અમે બે દિવસની અંદર તમામ પૈસા ગણવા માટે સાથે મળીને કામ કરી રહ્યા છીએ. 50 કર્મચારીઓ પૈસા ગણી રહ્યા છે. અમને પૈસાની થેલીઓની 50 થેલીઓ મળી છે અને અમે ફક્ત 176 થેલીઓની ગણતરી પૂર્ણ કરી છે, હજુ 40 બેગની ગણતરી બાકી છે તેમાંથી ઘણી રકમ નીકળી શકે તેમ છે.

ધીરજ પ્રસાદ સાહુ દારુના ધંધો કરી રહ્યો છે 
આ ઉપરાંત વિભાગે જપ્ત કરેલી રોકડને સરકારી બેન્કો સુધી પહોંચાડવા માટે વધુ વાહનોની પણ માગણી કરી છે. સૂત્રોએ જણાવ્યું હતું કે, ધીરજ પ્રસાદ સાહુ સાથે જોડાયેલા પરિસરને પણ શોધના ભાગ રૂપે આવરી લેવામાં આવ્યા હતા. સાહુ દારૂના વ્યવસાય સાથે સંકળાયેલો છે. 

આંકડો 500 કરોડ જઈ શકે 
આવકવેરા વિભાગના દરોડામાં અત્યાર સુધીમાં જે રોકડ અને દાગીના મળી આવ્યા છે અને રોકડની 136 થેલીઓની ગણતરી બાકી છે, એવું લાગી રહ્યું છે કે કેટલાક (દાગીના + રોકડ) ભેગા કરીને આ આંકડો 500 કરોડ સુધી પહોંચી શકે છે. સૂત્રોએ જણાવ્યું હતું કે એક જ જૂથ અને તેની સાથે જોડાયેલી કંપનીઓના ભાગરૂપે દેશની કોઈપણ એજન્સી દ્વારા રોકડની આ અત્યાર સુધીની સૌથી વધુ જપ્તી છે. બલાંગીર જિલ્લામાં કંપનીના પરિસરમાં રાખવામાં આવેલી લગભગ 8-10 છાજલીઓમાંથી લગભગ 230 કરોડ રૂપિયાની રોકડ જપ્ત કરવામાં આવી હતી, જ્યારે બાકીની રકમ તિતલાગઢ, સંબલપુર અને રાંચીના સ્થળોએથી જપ્ત કરવામાં આવી હતી.

કોંગ્રેસના નેતાઓએ કહ્યું, ભાજપના છે પૈસા
ઝારખંડ ભાજપના નેતાઓ કહી રહ્યા છે કે જપ્ત કરેલા પૈસા કોંગ્રેસના નેતાઓના છે. તો બીજી તરફ કોંગ્રેસના નેતાઓ ભાજપના નેતાઓની હોવાનું જણાવી રહ્યા છે. બંને એકબીજા પર આરોપ લગાવી રહ્યા છે. ભાજપના સાંસદ સંજય શેઠે કહ્યું, "અત્યાર સુધીમાં 300 કરોડ જપ્ત કરવામાં આવ્યા છે... હજુ પણ પૈસાની ગણતરી થઈ રહી છે, મશીનો તૂટી રહ્યા છે પણ પૈસા ખૂટી રહ્યા નથી. હું રાહુલ ગાંધી અને સોનિયા ગાંધીને પૂછવા માંગુ છું કે, આ પૈસા ક્યાંથી આવ્યા... ત્યાં યોગ્ય તપાસ થવી જોઈએ ... આ કાળું નાણું છે.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ