બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / Politics / Confusion in the BJP for the name of the Chief Minister in this state: Two big leaders were immediately called to Delhi

સસ્પેન્સ / આ રાજ્યમાં મુખ્યમંત્રીના નામ માટે BJPમાં કન્ફ્યુઝન : બે મોટા નેતાઑને તાબડતોબ દિલ્હી બોલાવાયા

ParthB

Last Updated: 11:14 AM, 8 May 2021

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

હાલમાં જ વિધાનસભાની ચુંટણીમાં આસામમાં ભાજપે બાજી મારી છે, પણ મુખ્યમંત્રી કોને બનાવવા તે અવઢવ

  • મુખ્યમંત્રી કોણ? સર્વાનંદ સોનોવાલ કે હિમંત બિસ્વ?
  • અમિત શાહ પણ સામેલ હશે આ બેઠકમાં
  • ભાજપને 6,84538 વોટ મળ્યા  

મુખ્યમંત્રી કોણ? સર્વાનંદ સોનોવાલ કે હિમંત બિસ્વ?
આસામમાં સતત બીજીવાર સત્તા પર બેસનાર ભાજપે વિધાનસભા ચુંટણીમાં 33.21 ટકા મતો મેળવ્યા હતા. અને હવે ભાજપનું કેન્દ્રીય નેતૃત્વ આસામમાં બન્યું રહે તે માટે આસામના મુખ્યમંત્રી સર્વાનંદ સોનોવાલ અને આરોગ્ય મંત્રી હિમંત બિસ્વને શુક્રવારે દિલ્હી બોલાવામાં આવ્યા. કેન્દ્રના નેતૃત્વ હેઠળ હવે આસામમાં કોનું નેતૃત્વ કરવું, તે ચર્ચા કરવા માટે તેમને દિલ્હી બોલાવામાં આવ્યા છે તેવું સૂત્રોએ જણાવ્યું. 

અમિત શાહ પણ સામેલ હશે આ બેઠકમાં 
આસામમાં વિધાનસભા ચુંટણીમાં ભારતીય જનતા પાર્ટીનાં નેતૃત્વવાળા ગઠબંધનને જીત મળી છે. સૂત્રો મુજબ સોનોવાલ અને  બિસ્વની બેઠક ભાજપના અધ્યક્ષ જે. પી નડ્ડા, અમિત શાહ, ભાજપના મહાસચિવ બી એલ સંતોષ અને બીજા નેતાઓ સાથે શનિવારનાં રોજ થશે. તમને જણાવી દઈએ કે આસામમાં બીજી વાર સત્તા પર આવનાર ભાજપને વિધાનસભા ચુંટણીમાં 33.21 ટકા મતો મળ્યા છે.  જેમાં 126 સીટ માંથી ભાજપને 60 સીટો પર જીત મળી છે અને તેમના સહયોગી પક્ષ આસામ ગણ પરિષદને 9 અને યુનાઈટેડ પીપલ્સ પાર્ટીને 6 સીટો મળી છે. 

ભાજપને 6,84538 વોટ મળ્યા 
પંચના આંકડા મુજબ 92 સીટો પર ચુંટણી લડનાર ભાજપને 33.21 ટકા વોટ મળ્યા. 26 સીટો પર પોતાના ઉમેદવાર ઉતારનાર આસામ ગણ પરિષદને 7.9 ટકા વોટ મળ્યા. અને યુનાઈટેડ પીપલ્સ પાર્ટીનાં આંકડા આપવામાં નથી આવ્યા.  

 

સંકળાયેલા મુદ્દાઓ

AASAM PM modi chief minister elecations 2020 ચુંટણી Aasam elecation
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

log

શોર્ટસ વિડિઓ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ