બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / ગુજરાત / અમદાવાદના સમાચાર / Class 10 pre-board exam has started in Ahmedabad from today

ગુજરાતમાં પ્રથમ પહેલ / આજથી અમદાવાદમાં ધોરણ 10ની પ્રિ-બોર્ડ Exam શરૂ, એકસાથે 45 હજાર વિદ્યાર્થીઓ આપશે પરીક્ષા

Published By: Malay

Last Updated: 04:22 PM, 26 December 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

અમદાવાદમાં આજથી ધોરણ 10ની પ્રિ-બોર્ડની પરીક્ષાનો પ્રારંભ થયો છે. શહેરની 600 જેટલી સ્કૂલના 45 હજાર વિદ્યાર્થીઓ આ પરીક્ષા આપશે.

  • અમદાવાદમાં ધોરણ 10ની પ્રિ-બોર્ડની પરીક્ષાનો પ્રારંભ 
  • 45 હજાર વિદ્યાર્થીઓ આપશે આ પરીક્ષા 
  • વિદ્યાર્થીઓને તણાવમુક્ત કરવા પરીક્ષાનું આયોજન

આગામી માર્ચ મહિનામાં યોજાનારી બોર્ડની પરીક્ષા વિદ્યાર્થીઓ તણાવમુક્ત બનીને આપી શકે તે માટે અમદાવાદમાં પ્રથમવાર પ્રિ-બોર્ડની પરીક્ષાનો પ્રયોગ કરવામાં આવ્યો છે. શહેરની 600 જેટલી શાળાઓમાં આજથી ત્રણ દિવસ પ્રિ-બોર્ડની પરીક્ષા લેવામાં આવશે. મહત્વની વાત તો એ છે કે શાળાઓમાં બોર્ડની પરીક્ષા જેવો માહોલ ઊભો કરવા માટે 15 સ્ક્વોડની પણ રચના કરવામાં આવી છે. 

વિદ્યાર્થીઓનો ડર દૂર કરવા પહેલ
સામાન્ય રીતે પહેલીવાર બોર્ડની પરીક્ષા આપતા ધોરણ 10ના વિધાર્થીઓમાં પરીક્ષાનો ડર વધારે હોય છે. ત્યારે પરીક્ષાનો આ હાઉ દૂર કરવા અમદાવાદ જિલ્લા શિક્ષણ અધિકારીએ અનોખી પહેલ કરી છે. આજથી ત્રણ દિવસ એટલે કે ગુરુવારથી શનિવાર સુધી આ પરીક્ષાનું આયોજન કરવામાં આવ્યું છે. 

અંગ્રેજી, ગણિત, વિજ્ઞાન વિષયની પરીક્ષા
અમદાવાદ શહેર ડીઈઓ હસ્તકની 600 સ્કૂલના 45 હજાર વિદ્યાર્થીઓ રજિસ્ટર્ડ થયા છે. આજે અંગ્રેજી (પ્રથમ ભાષા), અંગ્રેજી (દ્વિતીય ભાષા)ની પરીક્ષા લેવામાં આવી રહી છે. તો આવતીકાલે એટલે કે શુક્રવારે ગણિત (બેઝિક), ગણિત (સ્ટાન્ડર્ડ)નું પેપર લેવામાં આવશે. તેમજ શનિવારે વિજ્ઞાનની પરીક્ષા યોજાશે.

રોહિત ચૌધરી, DEO અમદાવાદ શહેર

15 સ્ક્વોડ પણ રચાઈ
આ અંગે માહિતી આપતા ડીઈઓ રોહિત ચૌધરીએ જણાવ્યું હતું કે, આ પહેલ વિધાર્થીઓનો પરીક્ષાનો ડર દૂર કરવામાં મદદરૂપ થશે. વિધાર્થીઓને સૌથી વધુ અઘરા લાગતા હોય તેવા  ગણિત, વિજ્ઞાન અને અંગ્રેજી વિષયની પરીક્ષા લેવાશે. પ્રિ-બોર્ડની પરીક્ષામાં કોઈ ગેરરીતિ ન થાય તે માટે બોર્ડની પરીક્ષાની માફક સ્ક્વોડ પણ બનાવવામાં આવી છે. 15 સ્ક્વોડ માટે કુલ 45 શિક્ષકો અને પદાધિકારીઓનો સમાવેશ કરવામાં આવ્યો છે. 

સંકળાયેલા મુદ્દાઓ

Ahmedabad from today ahmedabad exam news pre-board exam start ધોરણ 10ની પ્રિ-બોર્ડ પરીક્ષા શરૂ ahmedbad pre board exam

Published by

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

log

શોર્ટસ વિડિઓ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ