બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / મુંબઈ / cji bobde played cricket in nagpur scored 18 runs

ખેલદિલી / વકીલો અને ચીફ જસ્ટિસ વચ્ચે કાયદાકીય નહી ક્રિકેટનો જંગ, જાણો ચીફ જસ્ટિસે કેટલાં રન બનાવ્યાં

Dharmishtha

Last Updated: 12:41 PM, 20 January 2020

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

નાગપુરનાં સિવિલ લાઈન વિસ્તારમાં આવેલાં વિદર્ભ ક્રિકેટ અસોસિએશનનાં મેદાનમાં 15 ઓવરની ફ્રેન્ડલી ક્રિકેટ મેચ યોજાઈ રહી. આ મેચમાં ચીફ જસ્ટિસ બોબડેએ કેટલાં રન બનાવ્યાં. કઈ ટીમ જીતી....

  • ચીફ જસ્ટિસે કેટલા બોલમાં 18 રન બનાવ્યાં 
  • વકીલો અને જજો વચ્ચે દર વર્ષે યોજાય છે આ મેચ
  • નાગપુરની મુલાકાત દરમિયાન બન્યો હતો આ પ્રસંગ

આ બે ટીમો વચ્ચે યોજાઈ મેચ

ચીફ જસ્ટિસ શરદ બોબડે નાગપુરની બે દિવસની મુલાકાતે આવ્યાં હતાં.  આ દરમિયાન તેઓ રવિવારે ન્યાયપાલિકાનાં સભ્યો સાથે ક્રિકેટ રમ્યા હતાં.   આ ફ્રેન્ડલી મેચ ઓલ જજ- 11 અને ઉચ્ચ ન્યાયાલય બાર અસોસિએશન -11ની વચ્ચે રમાઈ હતી. જેમાં બોબડેએ ભાગ લીધો હતો. 

 

બોબડેએ કેટલાં બોલમાં કેટલાં ચોગ્ગા માર્યા

આ મેચ નાગપુર હાઈકોર્ટ બાર અસોસિએશન દ્વારા આયોજિત કરવામાં આવી હતી. 15 ઓવરની આ મેચ નાગપુરમાં સિવિલ લાઈન વિસ્તારમાં આવેલ વિદર્ભ ક્રેકેટ અસોસિએશનનાં મેદાનમાં યોજાઈ હતી. ચીફ જસ્ટિસ બોબડે આ મેચમાં ઓલ જજ-11 તરફથી રમી રહ્યાં હતા. તેઓએ આ મેચમાં 18 રન કર્યાં હતાં. આ મેચમાં તેમની ટીમમાંથી સૌથી વધારે રન હતાં. બોબડેએ 30 બોલમાં 3 ચોગ્ગા માર્યા હતાં.

કોણે આયોજીત કરી હતી આ મેચ

મેચમાં ચીફ જસ્ટિસની સામે રમી રહેલી ટીમ એટલે કે ઉચ્ચ ન્યાયાલય બાર અસોસિએશને જીત મેળવી હતી. ઉલ્લેખનીય છે કે નાગપુર હાઈકોર્ટ બાર અસોસિએશન દર વર્ષે એક વાર ફ્રેન્ડલી ક્રિકેટ મેચનું આયોજન કરે છે. આ વર્ષે ચીફ જસ્ટિસ ઓફ ઈન્ડિયાની હાજરીએ તેને વધારે ખાસ બની ગઈ હતી. 

સંકળાયેલા મુદ્દાઓ

Cricket Gujarati News Nagpur cji ક્રિકેટ ગુજરાતી ન્યૂઝ ચીફ જસ્ટિસ નાગપુર Cricket
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

log

શોર્ટસ વિડિઓ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ