ન્યૂઝ અપડેટ્સ

logo

VTV / Tech & Auto / bsnl launched prepaid recharge rs 365 rs 97

રિચાર્જ / BSNL લૉન્ચ કર્યા બે શાનદાર પ્લાન, મળશે રોજ 2 GB ડેટા

Published By: Hiren

Last Updated: 12:47 AM, 14 November 2019

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

ભારત સંચાર નિગમ લિમિટેડ (BSNL)એ 97 રૂપિયા અને 365 રૂપિયાના પ્રીપેડ રિચાર્જ પ્લાન લોન્ચ કર્યા છે. સાથે જ કંપનીએ 1999 રૂપિયા અને 399 રૂપિયા વાળા પ્લાન્સને પણ અપડેટ કર્યા છે. આ પહેલા કંપનીએ 997 રૂપિયા વાળા પ્લાનને પણ લોન્ચ કર્યા હતા.

ADVERTISEMENT

  • કંપનીએ 97 રૂપિયા વાળા પ્લાનને પણ લોન્ચ કર્યો
  • 1699 રૂપિયા વાળા પ્રિપેડ પ્લાનમાં ફેરફાર

આ સિવાય કંપનીએ હાલમાં જ 1699 રૂપિયા વાળા પ્રિપેડ પ્લાનમાં ફેરફાર કરતા વેલિડિટીને 365 દિવસથી વધારીને 425 દિવસ કરી નાખી હતી.

BSNLની તમિલનાડુની વેબસાઇટ પર જાહેર થયેલ સર્કુલર અનુસાર, 365 રૂપિયા વાળા નવા પ્રીપેડ પ્લાનમાં ગ્રાહકોને રોજ 2GB ડેટા, રોજ 100 SMS અને અનલિમિટેડ લોકલ, STD અને રોમિંગ કોલ્સ (મુંબઇ અને દિલ્હી સર્કિલ સામેલ) મળશે. સાથે જ આ પ્રીપેડ પ્લાનમાં પર્સનલાઇઝ્ડ રિંગ બેક ટોન (PRBT) નું એક્સેસ પણ સામેલ છે.

કેરળ વેબસાઇટ પર લિસ્ટિંગના અનુસાર, 365 રૂપિયા વાળા પ્લાનના બધા બંડલ બેનિફિટ્સ 60 દિવસ માટે વેલિડ છે. જોકે પ્લાનની વેલિડિટી 365 દિવસની છે. સાથે જ તમને જણાવી દઇએ કે આ પ્રીપેડ પ્લાન બધા સર્કિલો માટે વેલિડ છે.

365 રૂપિયા વાળા પ્લાન સિવાય કંપનીએ 97 રૂપિયા વાળા પ્લાનને પણ લોન્ચ કર્યો છે. જેમાં ગ્રાહકોને 2GB ડેટા અને 18 દિવસ રોજના 100 SMS મળશે.

BSNLના 399 રૂપિયા વાળા પ્લાનમાં પણ ફેરફાર કરવામાં આવ્યો છે. જેમાં ગ્રાહકોને હવે 1 GB ડેટા અને રોજ 100 SMS 89 દિવસની વેલિડિટી દરમિયાન મળશે. પહેલા આ પ્લાન 74 દિવસોની વેલિડિટીની સાથે ઉપલબ્ધ હતો.

કંપનીએ 1999 રૂપિયા વાળા પ્લાનને પણ અપડેટ કર્યો છે. જેમાં હવે રોજ 3 GB ડેટા અને 365 દિવસો માટે રોજ 100 SMS મળશે. આ પ્લાનમાં SonyLiv કંટેન્ટ પણ મળશે. પહેલા આ પ્લાનમાં રોજ 2GB ડેટા આપવામાં આવતો હતો.

સંકળાયેલા મુદ્દાઓ

BSNL Plan recharge પ્લાન રિચાર્જ Recharge

Published by

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

ફોલો કરો:

follow-on-tele follow-on-fb follow-on-twitter follow-on-youtube follow-on-insta follow-on-tele

સબસ્ક્રાઇબ કરો

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

ADVERTISEMENT

log

હોમ પેજ

log

સમાચાર શોર્ટસ

લાઈવ ટીવી

log

શોર્ટસ વિડિઓ

log

મેનુ