બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / આરોગ્ય / Breast cancer risk rising among young Indian girls report

ચોંકાવનારો રિપોર્ટ / યંગ ભારતીય છોકરીઓમાં વધી રહ્યું છે બ્રેસ્ટ કેન્સરનું જોખમ, રિપોર્ટમાં આવ્યું ડરાવનારું તથ્ય

Kishor

Last Updated: 04:03 PM, 1 November 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

આગામી વર્ષ 2030 સુધીમાં સ્તન કેન્સરના કેસ બમણા થઈ શકે છે. ત્યારે ડોક્ટર્સનું માનવું છે કે 20 વર્ષની ઉંમરથી સ્તનની નિયમિત તપાસ કરાવવી જોઈએ.

  • યંગ છોકરીઓમાં બ્રેસ્ટ કેન્સરના કેસ સૌથી વધારે 
  • 2030 સુધીમાં સ્તન કેન્સરના કેસ બમણા થઈ શકે તેવો દાવો
  • આગમચેતીના ભાગરૂપે આટલું કરવા અનુરોધ

કેન્સર શબ્દ સાંભળતા જ પગ નીચેથી જમીન સરકી જાય. એમાં પણ દુનિયભરમાં કેન્સરથી મહિલાઓ સૌથી વધારે પ્રભાવિત થઈ રહી છે. ભારતીય મહિલાઓની વાત કરવામાં આવે તો ખાસ કરીને યંગ છોકરીઓમાં બ્રેસ્ટ કેન્સરના કેસ સૌથી વધારે જોવા મળી રહ્યાં છે. ડોક્ટર્સનું કહેવુ છે કે 20થી 40 વર્ષની યુવા મહિલાઓમાં સ્તન કેન્સરની ઘટનાઓ સૌથી વધારે જોવા મળી રહી છે.

ના હોય! પુરુષોને પણ થઈ શકે છે બ્રેસ્ટ કેન્સર, અનિયંત્રિત રૂપથી બીમારી ફેલાય  તે પહેલા શરીરમાં જોવા મળે છે આ લક્ષણો men can also get breast cancer take a  look at ...

6 લાખ મહિલાઓએ જીવ ગુમાવ્યો

WHO અનુસાર સ્તન કેન્સરએ વિશ્વભરમાં હાહાકાર મચાવ્યો છે. પણ વિશ્વભરમાં મહિલાઓને અસર કરતું કેન્સરનો સૌથી સામાન્ય પ્રકાર છે. વિશ્વભરમાં વર્ષ 2020ની વાત કરીએ તો એ વર્ષમાં 20 લાખ જેટલી મહિલાઓને સ્તન કેન્સરનું નિદાન થયું હતું. જેમાંથી 6 લાખ મહિલાઓએ પોતાનો જીવ ગુમાવ્યો હતો.

જાણો બ્રેસ્ટ કેન્સરના 5 સૌથી મોટા લક્ષણો, બોડીમાં આટલા ફેરફાર દેખાય તો ન  કરતા નજર અંદાજ | breast cancer symptoms awareness know treatment every women

સ્તન કેન્સરના પ્રારંભિક લક્ષણો શું છે?
કેન્સરના પ્રકારને અગાઉથી જ ઓળખી લેવા ખાસ જરૂરી હોય છે. જેથી કરીને પાછળથી કોઈ સમસ્યા ન આવે.. પ્રારંભિક લક્ષણોની વાત કરવામાં આવે તો સ્તન પર નવા ગઠ્ઠાઓ, સ્તનના બંધારણમાં ફેરફાર થતો, ચામડીની અનિયમિતતા જોવા મળી, સ્તનની ડીંટડી સંબંધિત સમસ્યાઓ, સ્તનની ડીંટડીમાંથી રક્તસ્ત્રાવ થવો  જેવા લક્ષણો જોવા મળે તો તરત જ ડોક્ટરનો સંપર્ક કરવો જોઈએ.

કેન્સરની સંખ્યા વધી શકે છે?
ભારતમાં મહિલાઓમાં કેન્સર થવાના મુખ્ય કારણોમાંનું એક સ્તન કેન્સર છે. ભારતની વાત કરીએ તો વર્ષ 2020માં 2 લાખ મહિલાઓને કેન્સર ડિટેક્ટ થયું હતું. જેમાંથી 76000 મહિલાઓના મોત થયા હોવાનો અંદાજ છે..  આ અહેવાસ મુજહ 2025માં કેન્સરની સંખ્યા 2 લાખથી વધઈને 2.3 લાખ થઈ શકે છે. ચીફ કન્સલ્ટન્ટ ઓન્કોલોજી અને બ્રેસ્ટ સેન્ટરના વડા ડો. રોહન ખંડેલવાલે જણાવ્યું કે ભારતમાં સ્તન કેન્સરની ઘટનામાં સતત વધારો થઈ રહ્યો છે. ખાસ કરીને 20 વર્ષની દિકરીઓથી લઈને 30 વર્ષની વયની દિકરીઓમાં કેન્સરના કેસ હાલના સમયમાં વધારે જોવા મળી રહ્યાં છે. આગામી વર્ષ 2030 સુધીમાં સ્તન કેન્સરના કેસ બમણા થઈ શકે છે. ત્યારે ડોક્ટર્સનું માનવું છે કે 20 વર્ષની ઉંમરથી સ્તનની નિયમિત તપાસ કરાવવી જોઈએ.

સ્તન કેન્સર ઓળખવા માટે શું કરવું જોઈએ...

કોચીની અમૃતા હૉસ્પિટલમાં રેડિયોલોજીના સહયોગી પ્રોફેસર ડૉ. લક્ષ્મી આર.એ.નું કહેવુ છે કે  20થી 30 વર્ષની વયની મહિલાઓએ સૌથી પહેલા અલ્ટ્રાસાઉન્ડ ઇમેજિંગ કરાવી શકે છે. બાદમાં જરૂર જણાઈ તો મેમોગ્રાફી કરાવવી જોઈએ. જ્યારે 30-40 વર્ષની મહિલાઓ મેમોગ્રાફી સાથે અલ્ટ્રાસાઉન્ડ કરાવી શકે છે.. કોન્ટ્રાસ્ટ-એન્હાન્સ્ડ મેમોગ્રાફી (CEM)એ પ્રારંભિક તપાસ માટે એક અદ્યતન ટેકનીક છે.જો તમે અલ્ટ્રાસાઇઉન્ડ ઈમેજિંગ, સીઈએમ અને મેમોગ્રાફી કરાવો છતાં પણ તમને અયોગ્ય લાગે તો તમે બ્રેસ્ટ એમઆરઆઈ કરાવીને પણ બ્રેસ્ટ કેન્સરની તપાસ કરાવી શકો છો.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ