4 કલાકથી ઓછા સમયમાં ઓછામાં ઓછા 40 મંત્રીઓ અને સંસદીય સચિવોએ રાજીનામું આપ્યું છે. એટલું જ નહીં, ગૃહમંત્રી પ્રિતી પટેલ અને પરિવહન મંત્રી ગ્રાન્ટ શૅપ્સ સહિત બે ડઝન વરિષ્ઠ મંત્રીઓ બુધવારે PMને મળ્યા અને તેમને રાજીનામું આપવા કહ્યું હતું.
બ્રિટનના PM તરીકે ભારતીય મૂળના ઋષિ સુનકનું નામ રેસમાં સૌથી આગળ
બોરિસ જોન્સન ઓક્ટોબર સુધી વડાપ્રધાન તરીકે સેવા આપશે
પાર્ટીનું સંમેલન ઓક્ટોબરમાં યોજાશે જેમાં નવા વડાપ્રધાનની પસંદગી કરાશે
બ્રિટનમાં સત્તારૂઢ કન્ઝર્વેટિવ પાર્ટીના સાંસદોએ બળવો કર્યા બાદ વડાપ્રધાન બોરિસ જોન્સન મુશ્કેલીમાં મુકાયા છે. 24 કલાકથી ઓછા સમયમાં ઓછામાં ઓછા 40 મંત્રીઓ અને સંસદીય સચિવોએ રાજીનામું આપ્યું છે. એટલું જ નહીં, ગૃહમંત્રી પ્રિતી પટેલ અને પરિવહન મંત્રી ગ્રાન્ટ શૅપ્સ સહિત બે ડઝન વરિષ્ઠ મંત્રીઓ બુધવારે PMને મળ્યા અને તેમને રાજીનામું આપવા કહ્યું હતું. જો કે, હાલ ચર્ચાઈ રહ્યું છે કે, બ્રિટનના વડાપ્રધાન બોરિસ જોનસન આજે વડાપ્રધાનના પદ પરથી રાજીનામું આપી દીધું છે. આ તરફ હવે વાત એવી સામે આવી છે કે, બ્રિટનના વડાપ્રધાન બોરિસ જોન્સન કન્ઝર્વેટિવ પાર્ટીના સંસદીય પક્ષના નેતા તરીકે રાજીનામું આપશે. ઓક્ટોબર સુધી વડાપ્રધાન તરીકે સેવા આપશે. પાર્ટીનું સંમેલન ઓક્ટોબરમાં યોજાશે. આમાં નવા વડાપ્રધાનની પસંદગી કરવામાં આવશે. કેટલાક મીડિયા રિપોર્ટ્સમાં દાવો કરવામાં આવ્યો હતો કે બોરિસ પણ વડાપ્રધાન પદ પરથી રાજીનામું આપશે. જો કે હવે એ નક્કી થશે કે તેઓ પાર્ટીના નેતાનું પદ જ છોડશે.
British media say UK Prime Minister Boris Johnson has agreed to resign: The Associated Press pic.twitter.com/tzISv6CSso
બ્રિટનના આરોગ્ય પ્રધાન સાજિદ જાવિદ અને ભારતીય મૂળના નાણાંમંત્રી ઋષિ સુનાકના રાજીનામા સાથે શરૂ થયેલી નાસભાગ બુધવારે પણ ચાલુ રહી હતી. જે બાદમાં નાણાકીય સેવા મંત્રી જોન ગ્લેન, સુરક્ષામંત્રી રશેલ મેકલીન, નિકાસ અને સમાનતા મંત્રી માઇક ફ્રીર, હાઉસિંગ અને કોમ્યુનિટીઝ જુનિયર મિનિસ્ટર નીલ ઓ'બ્રાયન અને શિક્ષણ વિભાગના જુનિયર મંત્રી એલેક્સ બર્ગાર્ટ સહિત 39, જ્હોન્સન પર અવિશ્વાસ વ્યક્ત કરીને રાજીનામું આપ્યું છે. જો કે, સવાલ એ ઉભો થઈ રહ્યો છે કે ઓક્ટોબરમાં જોન્સન પછી આગામી વડાપ્રધાન કોણ હશે. રેસમાં 6 નામ છે. ભારતીય મૂળના ઋષિ સુનક સૌથી આગળ હોવાનું માનવામાં આવે છે.
વડાપ્રધાનની રેસમાં સૌથી આગળ ભારતીય મૂળના ઋષિ સુનક
ઋષિ સુનકે જોન્સનના ચૂંટણી પ્રચારમાં રિશીએ મહત્વની ભૂમિકા ભજવી હતી. પ્રેસ બ્રીફિંગમાં પણ તેઓ મોટાભાગે સરકારના ચહેરા તરીકે જોવા મળ્યા હતા. એવા ઘણા પ્રસંગો બન્યા છે જ્યારે ઋષિએ બોરિસની જગ્યાએ ટીવી ડિબેટમાં ભાગ લીધો હતો. વિપક્ષી લેબર પાર્ટીએ પણ આ અંગે સવાલો ઉઠાવ્યા હતા અને પૂછ્યું હતું કે, અસલી વડાપ્રધાન કોણ છે ? સુનકે ઇન્ફોસિસના સહ-સ્થાપક નારાયણ મૂર્તિની પુત્રી અક્ષતા સાથે લગ્ન કર્યા છે. 2015માં તેઓ પહેલીવાર સાંસદ બન્યા હતા. બ્રેક્ઝિટને જોરદાર સમર્થન આપીને તેઓ તેમના પક્ષમાં શક્તિશાળી બન્યા. બ્રિટનને યુરોપિયન યુનિયનમાંથી બહાર કાઢવાની બોરિસ જોન્સનની નીતિને ટેકો આપ્યો. લોકપ્રિયતા હોવા છતાં, સુનકે પત્ની અક્ષતા સામે કરચોરીના આરોપોને કારણે ટીકાઓનો પણ સામનો કરવો પડ્યો હતો. અક્ષતા પાસે બ્રિટિશ નાગરિકતા નથી. બ્રિટિશ કાયદા અનુસાર, અક્ષતાએ યુકેની બહારથી તેની કમાણી પર કોઈ ટેક્સ ચૂકવવો પડતો નથી. માત્ર બ્રિટિશ નાગરિકોએ જ આ ટેક્સ ચૂકવવો પડશે. જેના કારણે સુનક અને અક્ષતા પર સવાલો ઉભા થયા હતા. એવો પણ આરોપ છે કે સુનકે ભલે કોરોના યુગમાં રાહત આપી હોય, પરંતુ નાગરિકો પર ટેક્સનો બોજ વધારવામાં કોઈ કસર છોડી ન હતી.
લિઝ ટ્રસ
લિઝ (ડાબે) લોકોમાં ખૂબ જ લોકપ્રિય છે. તેનો એક ફોટો વાયરલ થયો હતો જેમાં તે ટાંકીમાં બેઠી હતી. 1986માં બ્રિટનના પ્રથમ મહિલા વડાપ્રધાન માર્ગારેટ થેચરનો પણ આવો જ ફોટો સામે આવ્યો હતો. 46 વર્ષની લિઝ ટ્રસનું પૂરું નામ એલિઝાબેથ મેરી ટ્રસ છે. તે સાઉથ વેસ્ટ નોર્થફોક માટે સાંસદ છે. લિઝ ફોરેન કોમન વેલ્થ એન્ડ ડેવલપમેન્ટ અફેર્સ સેક્રેટરી છે. આ દિવસોમાં ખૂબ જ લોકપ્રિય છે. ગયા વર્ષે, તેમને યુરોપિયન યુનિયન સાથે વાટાઘાટો કરવાનું મહત્વપૂર્ણ કાર્ય સોંપવામાં આવ્યું હતું.
જેરેમી હન્ટ
હન્ટે બે વર્ષ પૂર્વ આરોગ્ય સચિવ તરીકે સેવા આપી હતી. 2022ની શરૂઆતમાં હંટે કહ્યું- મારી વડાપ્રધાન બનવાની ઈચ્છા હજુ મરી નથી. 55 વર્ષીય વિદેશ સચિવ 2019ની ચૂંટણીમાં બીજા સૌથી લોકપ્રિય નેતા હતા. તેમની જાહેર છબી નિષ્કલંક રહી છે. પાર્ટીના લોકોને વિશ્વાસ છે કે, જેરેમી કોઈ પણ પ્રકારનો વિવાદ ઉભો કર્યા વિના સરકારને ગંભીરતાથી ચલાવશે. હન્ટને જ્હોન્સનની નીતિઓના મજબૂત વિરોધી તરીકે જોવામાં આવતો હતો. અમેરિકા સાથેના સંબંધો અંગે હંટે સ્પષ્ટ કહ્યું હતું કે, અમે સમાન દરજ્જો ઈચ્છીએ છીએ.
નદીમ જાહવી
સુનાકના રાજીનામા બાદ જ્હોન્સને નદીમ જહાવીને નવા નાણાં મંત્રી તરીકે નિયુક્ત કર્યા. પીએમના દાવેદારોમાં નદીમ જાહવી પણ અલગ છે. વાસ્તવમાં નદીમ નાનપણમાં ઈરાકમાંથી શરણાર્થી તરીકે બ્રિટન આવ્યો હતો. 2010માં તેઓ પહેલીવાર સાંસદ બન્યા હતા. જાહવીએ હાલમાં જ કહ્યું હતું - જો હું બ્રિટનના વડાપ્રધાન તરીકે ચૂંટાઈશ તો તે મારું નસીબ હશે.
પેની મોર્ડન્ટ
પૂર્વ રક્ષા મંત્રી પેની પણ વડાપ્રધાન બનવાની રેસમાં છે. અગાઉની ચૂંટણીઓમાં હંટને ટેકો આપવા બદલ જોહ્ન્સન દ્વારા પેનીને સરકારમાંથી દૂર કરવામાં આવ્યો હતો. પેની યુરોપિયન યુનિયન છોડવાની તરફેણમાં મોખરે હતા. જ્યારે બ્રિટનમાં યુરોપિયન યુનિયન છોડવાનો મુદ્દો ગરમ હતો ત્યારે પેનીએ સાંજના ટીવી શોમાં ભાગ લીધો હતો. જેના કારણે તેને ઘણી હેડલાઈન્સ મળી હતી.
બેન વોલેસ
બેન વોલેસ સંરક્ષણ પ્રધાન છે. બ્રિટિશ રોયલ આર્મીમાં સેવા આપી હતી. તેઓ રશિયા-યુક્રેન યુદ્ધમાં બ્રિટનના સ્ટેન્ડને લઈને ચર્ચામાં આવ્યા હતા. યુક્રેનને સૈન્ય સહાય પૂરી પાડવામાં તેમની મહત્વની ભૂમિકા છે. તેમની રાજકીય સફર 1999માં શરૂ થઈ હતી અને તેઓ 2005માં સંસદમાં પહોંચ્યા. બેન 2016માં ગૃહ સુરક્ષા મંત્રી હતા. તેમણે અફઘાનિસ્તાનમાંથી બ્રિટિશ નાગરિકોને બહાર કાઢવામાં મહત્વની ભૂમિકા ભજવી હતી.