ન્યૂઝ અપડેટ્સ

logo

VTV / મનોરંજન / બોલિવૂડ / Bigg boss 19: સલમાન ખાનની સાથે 3 હસ્તીઓ પણ હોસ્ટ હશે, 5 મહિના સુધી ચાલશે શો

મનોરંજન / Bigg boss 19: સલમાન ખાનની સાથે 3 હસ્તીઓ પણ હોસ્ટ હશે, 5 મહિના સુધી ચાલશે શો

Published By: Chintan Chavda

Last Updated: 06:14 PM, 7 July 2025

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

Bigg Boss 19 Premiere Date: 'બિગ બોસ 19' ની પ્રીમિયર તારીખ જાહેર થઈ ગઈ છે. આ સીઝન અત્યાર સુધીની સૌથી લાંબી સીઝન હશે જેને સલમાન ખાન ઉપરાંત ૩ વધુ સેલિબ્રિટી હોસ્ટ કરશે.

ADVERTISEMENT

સલમાન ખાનના લોકપ્રિય રિયાલિટી શો બિગ બોસની નવી સીઝનની દર્શકો આતુરતાથી રાહ જોઈ રહ્યા છે. પરંતુ હવે લેટેસ્ટ અપડેટ્સ અનુસાર, દર્શકોની આ રાહ ટૂંક સમયમાં સમાપ્ત થવા જઈ રહી છે. 'બિગ બોસ 19' ની પ્રીમિયર ડેટ જાહેર થઈ ગઈ છે, જે મુજબ આ શો ઓગસ્ટમાં શરૂ થવાનો છે. આ સિવાય, રિયાલિટી શોના કેટલાક કન્ટેસ્ટન્ટના નામ પણ સામે આવ્યા છે.

અહેવાલ મુજબ, 'બિગ બોસ 19' પાંચ મહિના સુધી ચાલશે અને આ સિઝન અત્યાર સુધીની સૌથી લાંબી સિઝન હશે. સલમાન ખાનનો આ રિયાલિટી શો ઓગસ્ટના છેલ્લા સપ્તાહના અંતે એટલે કે 29 અને 30 ઓગસ્ટે ટેલિકાસ્ટ થશે. તેની સત્તાવાર જાહેરાત જુલાઈના અંત સુધીમાં થઈ શકે છે. ખાસ વાત એ છે કે સલમાન ખાન એકલા 'બિગ બોસ 19' હોસ્ટ નહીં કરે, પરંતુ તેમના સિવાય ૩ વધુ હોસ્ટ આ શોને હોસ્ટ કરશે.

વધુ વાંચો: Photos: ભોજપુરી એક્ટ્રેસ મોનાલિસાનો બ્લેક સાડીમાં બોલ્ડ અવતાર, પાથર્યા હુસ્નના કામણ

સલમાન ખાન સાથે 3 હોસ્ટ કરશે શોમાં મેજબાની

'બિગ બોસ 19' પાંચ મહિના સુધી ચાલશે, જેમાંથી સલમાન ખાન ત્રણ મહિના માટે શો હોસ્ટ કરશે. શો માટે સલમાનનો કરાર ફક્ત ત્રણ મહિના માટે છે અને કરાર સમાપ્ત થયા પછી, ફરાહ ખાન, કરણ જોહર અને અનિલ કપૂર 'બિગ બોસ 19' ને આગળ હોસ્ટ કરી શકે છે. જોકે, સલમાન ખાન ગ્રાન્ડ ફિનાલેમાં ફરી એકવાર શોનું સંચાલન કરતા જોવા મળશે. હાલમાં, કોર ટીમ નક્કી કરી રહી છે કે સલમાન પછી બે મહિના માટે ફક્ત એક જ હોસ્ટ લાવવો કે અલગ અલગ સેલિબ્રિટીઝને હોસ્ટ કરવા.

OTT બાદ ટીવી પર ટેલિકાસ્ટ થશે શો

રિપોર્ટ કહે છે કે- 'નિર્માતાઓ આ સીઝનને ડિજિટલ-ફર્સ્ટ પ્રોપર્ટી તરીકે બનાવી રહ્યા છે. આનો અર્થ એ છે કે આ શો ટીવી અને OTT પર એકસાથે ચાલશે. જોકે, નવા એપિસોડ પહેલા Jio Hotstar પર આવશે અને દોઢ કલાક પછી તે જ એપિસોડ કલર્સ ટીવી પર બતાવવામાં આવશે.'

app promo3

'બિગ બોસ 19' માટે આ હસ્તીઓને કરાઇ અપ્રોચ

'બિગ બોસ 19' ના કન્ટેસ્ટન્ટ્સ વિશે વાત કરીએ તો, એવું કહેવામાં આવી રહ્યું છે કે હાલમાં તેના ઓડિશન ચાલી રહ્યા છે અને કોન્ટ્રાક્ટ બહાર પાડવામાં આવી રહ્યા છે. શોની શરૂઆતમાં લગભગ 15 કન્ટેસ્ટન્ટ જોવા મળશે, ત્યારબાદ ત્રણથી પાંચ વાઇલ્ડ કાર્ડ એન્ટ્રીઓ થશે. અત્યાર સુધીમાં, શો માટે 20 થી વધુ સેલિબ્રિટીઝ અને ઇન્ફ્લુએન્સર્સને સંપર્ક કરવામાં આવ્યો છે. અભિનેત્રી લતા સભરવાલ, આશિષ વિદ્યાર્થી, રામ કપૂર, અલીશા પંવાર, મુનમુન દત્તા, ચિંકી મિંકી, પૂરવ ઝા અને કૃષ્ણા શ્રોફનો સંપર્ક કરવામાં આવ્યો છે.

વધુ વાંચો:શું પ્રેગ્નન્ટ છે અંકિતા લોખંડે? ઘરમાં ગૂંજશે કિલકારીઓ! વિક્કી જૈને તોડ્યું મૌન

મિસ્ટર ફૈસુ, અનિતા હસનંદાની, ખુશી દુબે, ગૌરવ તનેજા, ગૌતમી કપૂર, ધીરજ ધૂપર, અપૂર્વ મુખિજા, તનુશ્રી દત્તા, શરદ મલ્હોત્રા અને મમતા કુલકર્ણી પણ 'બિગ બોસ 19' નો ભાગ બની શકે છે.

બધા જ સમાચાર અને અપડેટ્સ મેળવવા માટે પ્લે સ્ટોર/ એપ સ્ટોર પર જઈને અથવા આ લાઈન પર ક્લિક કરીને ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ એપ

સંકળાયેલા મુદ્દાઓ

Salman Khan Big Boss 19 Bollywood News

Published by

Chintan Chavda

Chintan Chavda is working with VTV Gujarati as a copywriter.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

ફોલો કરો:

follow-on-tele follow-on-fb follow-on-twitter follow-on-youtube follow-on-insta follow-on-tele

સબસ્ક્રાઇબ કરો

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

લાઈવ ટીવી

log

શોર્ટસ વિડિઓ

log

મેનુ