ન્યૂઝ અપડેટ્સ
VTV / મનોરંજન / Bollywood / બોલિવૂડ / સૈયારાની અભિનેત્રીએ બર્થ ડેના દિવસે બોયફ્રેંડને કરી દીધો ખુશ, ભરપુર રોમાન્સ આપ્યો
Last Updated: 08:09 PM, 13 October 2025
ADVERTISEMENT
મોહિત સૂરીની ફિલ્મ "સૈયારા" વર્ષની સૌથી સફળ અને આજની જનરેશનની ફેવરીટ ફિલ્મોમાંની એક બની ગઈ છે. ફિલ્મની વાર્તા ખૂબ જ રોમાંચક છે, ફિલ્મના ગીતો પણ ખૂબ જ વાયરલ થયા છે અને દિગ્દર્શન પણ શાનદાર છે. પરંતુ સૌથી વધુ ધ્યાન કેન્દ્રિત થયું છે મુખ્ય કલાકારો અહાન પાંડે અને અનિતા પદ્દા પર. તેઓએ ફિલ્મમાં ક્રિશ કપૂર અને વાણી બત્રા તરીકે દર્શકોને મોહી લીધા હતા . ખાસ કરીને ક્લાઇમેક્સ સીનમાં બંનેની કેમિસ્ટ્રી ચાહકોનું દિલ જીતી લીધુ હતું
ADVERTISEMENT

હવે અનિત પદ્દાના જન્મદિવસ નિમિત્તે, અહાન પાંડે એ ઇન્સ્ટાગ્રામ પર એક ખૂબ જ સરસ મેસેજ શેર કર્યો છે. તેમણે સ્ટોરીમાં બંનેની એક સેલ્ફી પોસ્ટ કરી, જેમાં અનિત આંખ મારતી જોવા મળે છે અને અહાન હસતો અને આંખો બંધ રાખતો જોવા મળે છે. આ તસ્વીર ચાહકોના ફરીથી દિલ જીતી ગયા છે..
ADVERTISEMENT

ત્યારબાદ અહાન એ કોલ્ડપ્લે કોન્સર્ટમાં બંનેની તસવીર પોસ્ટ કરી, જેમાં અનિતનો સોલો શોટ જોવા મળી રહ્યો હતો. બંનેએ જાન્યુઆરી 2025માં મુંબઈમાં મળીને કોન્સર્ટ એન્જોય કર્યો હતો.
ADVERTISEMENT

વધુમાં, ઇન્સ્ટાગ્રામ સ્ટોરીમાં તેઓ હાથ પકડીને બેઠા હતા, જે જોઇને એવું કહી શક્યા કે તેઓ અંગત જીવનમાં પણ એકબીજા સાથે ખૂબ જ નજીક છે. આ પોસ્ટ તરત જ સોશિયલ મીડિયા પર વાયરલ થઈ ગઈ. રેડિટ અને ટ્વિટર પર ચાહકો તેમણે ભાવનાત્મક ટિપ્પણીઓ આપી, જેમાં કેટલાકએ કહ્યું, "આપણે એમનું અફેર જાણ્યું!" તો બીજા યૂઝરે લખ્યું, "તેમની જોડી તો પરફેક્ટ છે!"
ADVERTISEMENT
ફિલ્મી કારકિર્દી અંગે વાત કરીએ તો , અહાન પાંડે હાલમાં શર્વરી વાઘ સાથે એક એક્શન ફિલ્મ માટે તૈયારી કરી રહ્યો છે. જ્યારે અનિતા પદ્દા મેડોક ફિલ્મ્સની "શક્તિ શાલિની"માં કિયારા અડવાણીની જગ્યાએ જોવા મળશે. ઑફ-સ્ક્રીન અને ઓન-સ્ક્રીન બંને જોડી હિટ રહી છે અને ચાહકો આશા રાખે છે કે આ કેમિસ્ટ્રી આગળ પણ જળવાઈ રહેશે.
ADVERTISEMENT
સંકળાયેલા મુદ્દાઓ
Nidhi Panchal, I am having 8 years of experience in Media Industry & also work as field reporting. Working as Sub-Editor at VTVGujarati Digital