બ્રેકિંગ ન્યુઝ
VTV / મનોરંજન / 'મેરે કો રૂલ્સ સમજાને મત બેઠના', KBCના મંચ પર બાળકનું તોછડાઇભર્યું વર્તન, યુઝર્સે લખ્યું 'દો ઝાપટ...'
Last Updated: 12:28 PM, 13 October 2025
KBC 17 Viral Video : ટેલિવિઝન પર વર્ષોથી ચાલતો અને કરોડો લોકોના મન પર રાજ કરતો શો "કૌન બનેગા કરોડપતિ" (KBC) આજે તેની 17મી સીઝનમાં પ્રવેશી ગયો છે. દરેક સીઝનમાં નવી ઊર્જા, નવા સ્પર્ધકો અને નવા અનુભવ સાથે આવતો આ શો, ખાસ કરીને તેના હોસ્ટ અમિતાભ બચ્ચનની સંયમિત અને ગૌરવભરી શૈલી માટે પ્રખ્યાત રહ્યો છે. જોકે હાલમાં થયેલા એક તાજેતરના એપિસોડે દર્શકોના મનોમનમાં ભારે ચકચાર મચાવી છે. આ એપિસોડમાં એક વિદ્યાર્થી ઇશિતની હરકતો નોટિસ થઇ હતી અને તે ચર્ચાનું કેન્દ્રબિંદુ બની ગયો છે.
ADVERTISEMENT
ઇશિતનો આત્મવિશ્વાસ કે ઘમંડ?
ઇશિત આ શોમાં "હોટ સીટ" પર પહોંચી જતા જ અત્યંત ઉત્સાહિત જોવા મળ્યો. શરૂઆતમાં બધાને લાગ્યું કે, તે એક આત્મવિશ્વાસથી ભરેલો, બુદ્ધિશાળી બાળક હશે. પણ રમત શરૂ થતાં જ તેનું વર્તન ઘણાંને ખટકતું થયું. જ્યારે અમિતાભ બચ્ચને પુછ્યું કે "હોટ સીટ પર બેસીને કેવું લાગેછે? ત્યારે ઇશિતે કહ્યું કે, હું ખૂબ જ ઉત્સાહિત છું. પણ ચાલો સીધા મુદ્દા પર આવીએ. મને રમતના નિયમો સમજાવવાની જરૂર નથી, કારણ કે હું પહેલાથી જાણું છું."
ADVERTISEMENT
આ સાંભળીને અમિતાભ બચ્ચન કોઈ પ્રતિક્રિયા આપ્યા વિના માત્ર સ્મિત કરી ગયાં. પછીના પ્રવાહમાં પણ જ્યારે-જ્યારે અમિતાભ બચ્ચન કોઈ જવાબ સમજાવવાનું શરૂ કરતા ત્યારે ઇશિત તેમને અટકાવતો. કેટલીકવાર તેમણે અવગણન કરી, પરંતુ વિક્ષેપ સ્પષ્ટ દેખાતો હતો.
Very satisfying ending!
— THE SKIN DOCTOR (@theskindoctor13) October 12, 2025
Not saying this about the kid, but the parents. If you can't teach your kids humility, patience, and manners, they turn out to be such rude overconfident lot. Not winning a single rupee will surely pinch them for a long time.
pic.twitter.com/LB8VRbqxIC
ADVERTISEMENT
આ તરફ શોની સૌથી નિર્ણાયક ક્ષણ ત્યારે આવી જ્યારે ઇશિતને પુછવામાં આવ્યું કે, રામાયણનો પહેલો અધ્યાય કયો છે? આ માટે સાચો જવાબ હતો "બાલકંડ" પરંતુ ઇશિતે જવાબ આપ્યો "અયોધ્યાકાંડ". જવાબ ખોટો નીકળતાં રમતનો અંત આવી ગયો.

ADVERTISEMENT
સોશિયલ મીડિયા પર ભડક્યો રોષ
આ ઘટના બાદ સોશિયલ મીડિયા પર યુઝર્સનો રોષ ફાટી નીકળ્યો. ઘણાએ બાળકના વર્તનને "અભદ્ર" અને "અહંકારી" ગણાવ્યું. ઘણા લોકોએ તેના ઉછેર પર પ્રશ્નો ઉઠાવ્યા. એક યુઝરે ટ્વીટ કર્યું કે, બાળકોને માત્ર અભ્યાસ જ નહીં, પણ વિવેક અને સંસ્કાર પણ શીખવાવા જોઈએ. આ સાથે જ અમિતાભ બચ્ચનના શાંતિભર્યા વર્તન માટે પણ અનેક લોકોએ પ્રશંસા કરી. એવી સ્થિતિમાં જ્યાં કોઈ પણ ગુસ્સે થઇ શકે બિગ બીએ અસાધારણ સહનશીલતા બતાવી.
ADVERTISEMENT
T 5530 - कुछ कहने को है नहीं, बस स्तब्ध !!!
— Amitabh Bachchan (@SrBachchan) October 12, 2025
બિગ બીનું એક લીટીનું ટ્વીટ "સ્તબ્ધ!!!"
ADVERTISEMENT
એપિસોડના વિવાદ બાદ અમિતાભ બચ્ચનનું એક ટૂંકું પરંતુ ગંભીર ટ્વીટ સોશિયલ મીડિયામાં વાયરલ થયું. તેમણે લખ્યું કે, "કહેવા માટે કંઈ નથી, ફક્ત સ્તબ્ધ" આ ટ્વીટે સ્પષ્ટ રીતે જણાવી દીધું કે, અમિતાભ બચ્ચન પણ બાળકના વર્તનથી આશ્ચર્યચકિત થયા હતા-જોકે તેમણે પોતાની ભાવનાઓને ખૂબ જ સંયમથી વ્યક્ત કરી.

આ પણ વાંચો : ફિલ્મફેરના સ્ટેજ પર ચડતી અભિનેત્રીનો પગ લપસ્યો, શાહરુખ ખાને પડતાં બચાવી, વીડિયો વાયરલ
ઉલ્લેખનીય છે કે, આ ઘટના આપણને એ મુદ્દા પર વિચારવા માટે મજબૂર કરે છે કે, બાળકમાં આત્મવિશ્વાસ હોવો ચોક્કસ સારી વાત છે, પરંતુ તેની સાથે વિનમ્રતા, આદર અને શિષ્ટાચાર પણ તેટલાં જ જરૂરી છે. એક ટેલિવિઝન શો કે મંચ પર શું વર્તન હોય એ શીખવડાવવાનું કાર્ય માત્ર શાળાનું નહિ પરંતુ ઘરના પરિવેશનુ પણ છે.
સંકળાયેલા મુદ્દાઓ
વધુ વાંચો
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.